ડોલર સામે રૂપિયો
ડોલર સામે રૂપિયો
એક વાર એક નેતા ચૂંટણી માટે ભાષણ આપવા માટે ગામમાં આવે છે . ભાષણ ચાલુ હોય છે ત્યારે એક માણસ કહે છે ' તમે નેતાઓએ જ દેશને લૂંટી લીધો છે. દેશ માથે અબજો રૂપિયાનું દેવું ચડી ગયું છે. તમે શું દેશનું ભલું કરવા આવ્યા છો ?
આ સાંભળીને નેતા કહે છે કે તો સાંભળો મારી વાત
સવારે ઊઠીને કોલગેટ થી બ્રશ કરે, જીલેટ થી દાઢી કરે, લક્સ નાં સાબુથી ન્હાવા જોઈએ, ટી-શર્ટ પોલોનું અને પેન્ટ લી નું પહેરે, નાસ્તામાં મેગી અને નેસકેફે લે,
ખીસ્સામાં મોબાઇલ સેમસંગ નો અથવા તો એપલ નો રાખે અને રેબન નાં ચશ્મા પહેરે, બૂટ રિબોક નાં પહેરે !
સમય રાડો ની ઘડિયાળમાં જુએ મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી કરે વાતોચીતો વોટ્સેપ & ફેસબુક માં કરે હુંડાઈ ની કાર અથવા હોન્ડા નું મોટરસાઈકલ ચલાવે અથવા લીનોવો નાં લેપટોપ પર કામ કરે બપોરનું જમવા નું મેકડી માંથી મંગાવે. આખો દિવસ કૉકોકોલા અને પેપ્સી પીધા કરે. સાંજે ઘરે આવતી વખતે બાળકો માટે લેય્ઝ ની વેફર લેતો આવે અને રાત્રે બ્લેક લેબલ ની ચુસકી મારતા મારતા વિચાર કરે કે આપણા "ભારત દેશ"નો "રૂપિયો" આ ડોલર સામે કેમ "નીચો" પડતો જાય છે ? અને "મોંઘવારી" અને "ગરીબી" કેમ વધતી જાય છે ? પ્રજા આ વાત સાંભળી ભોંય ખોતરવા લાગી.
