STORYMIRROR

Minakshi Jagtap

Abstract Inspirational

4  

Minakshi Jagtap

Abstract Inspirational

ડોકટરની માણસાઈ

ડોકટરની માણસાઈ

2 mins
295

ડોક્ટર અને દવાખાનાનો તો મારો ખૂબ જ નજીકનો સંબંધ છે. કારણ કે હું જ્યારે દસમાં ધોરણ માં ભણતી હતી ત્યારે મારા ઘરની આર્થિક પરીસ્થિતી નબળી હોવાને લીધે હું પાર્ટ ટાઇમ જોબ પણ શોધી રહી હતી. જેથી મારાં શિક્ષણનો ખર્ચ હું જાતેજ ઉપાડી શકું. ઘણી જગ્યાએ કામ કર્યાં પછી નિરાશા મળતાં મને કોઈએ સલાહ આપી કે, "તું એકાદ ક્લિનિકમાં કંપાઉન્ડર તરીકે કામ શોધ જેથી ત્યાં મળેલું જ્ઞાન તને ભવિષ્યમાં પણ કામ આવશે અને આજે પણ તું તારા શિક્ષણમાં મદદરૂપ થઈ શકે." મને સલાહ ગમી અને હું દરેક દવાખાને પૂછપરછ કરવા લાગી.ત્યારે મને એક દવાખાને કામ મળ્યું.

શરૂઆતમાં ડોક્ટરે ના પાડી કારણ દવાખાનું નવું જ ખુલ્યું હતું અને હજુ વધારે પેશન્ટ પણ આવતાં ન હતાં તેથી નર્સની કોઈ જરૂર લાગતી ન હતી, પણ જ્યારે તેમને ખબર પડી કે હું પોતાનાં શિક્ષણ માટે આ કામ કરવાં માગું છું ત્યારે તેઓએ હાં પાડી. આમ, મારું કામ શરુ થયું. જ્યાં કિરણ ડૉકટરનાં હાથ નીચે મેં ત્રણ વર્ષ નર્સ તરીકે કામ કર્યું. ત્યારે દર્દીઓના અલગ અલગ કિસ્સાઓ, તેમની તકલીફો ખુબ નજીકથી જોઈ છે. તેમની તકલીફોને હળવી કરવાની કોશિશ મારાથી થાય તે રીતે કરી. તે માટે ડૉકટર કિરનનું ખુબ પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે.

તેઓ દવાખાને આવનાર દરેક પેશન્ટની શારીરિક તકલીફ સાથે આર્થિક પરિસ્થિતિનો પણ અંદાજ કાઢી લેતાં અને તે મુજબ ફી લેતાં. ઘણાં ગરીબ, રસ્તે રખડતાં લોકોનો ઈલાજ ફ્રીમાં કરતા. આજે પણ કરે છે. પૈસાની જરાય લાલચ રાખ્યાં વગર ખુબ સારો ઉપચાર કરે છે.

લોકો ડૉકટર સામે શરીરની ગુપ્ત તકલીફો કહે છે. ડૉકટર દરેક પેશન્ટની ગુપ્ત વાતો પણ સમજી મનમાં રાખે છે, જાહેર થવા દેતા નથી. જે તેમનાં કર્તવ્યમાં આવે છે. પેશન્ટની તકલીફ હળવી કરવાં માટે તેઓ ખુબ પ્રેમપૂર્વક વાતો કરે છે. જેથી તેઓ ઉપચાર માટે માનસિક રીતે તયાર થાય.

મને પણ ખુબ શીખવા મળ્યું.ત્યારે જે શીખવા મળ્યું તે જ્ઞાન આજે પણ કામમાં આવે છે. ઘણાની તકલીફ હું નજીકથી સમજી શકું છું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract