Minakshi Jagtap

Tragedy Thriller Others

4.2  

Minakshi Jagtap

Tragedy Thriller Others

મીઠાની વાર્તા

મીઠાની વાર્તા

3 mins
362


અચાનક આંખ ખુલ્લી તો મીઠાએ પોતાને એક અંધારા બંધ ઓરડામાં જોયું. તે બૂમો પાડવા લાગી. ખિડકીના ફટમાંથી જોવાની કોશિશ કરી તો સામેના ગેટ પાસે બે ઓળખીતા ઇસમોને જોઈને યાદ કરવાની કોશિશ કરવા લાગી. તેને યાદ આવ્યું કે કાલે મમ્મીને બજારમાં આ બે ઇસમો સાથે વાત કરતા જોઈ હતી. પણ મીઠા પોતે તેમને ઓળખતી ન હતી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને તે બેઉં જણ અંદર આવ્યા. તે દેખાવમાં કંઈક અલગ હતા. મીઠાએ તેમને પૂછ્યું કે ,"મને અહીંયા કેમ લઈ આવ્યા છો અને આ કઈ જગ્યા છે ?"ત્યારે તે ઈસમોએ હિન્દીમાં વાત કરી કે, "તારી મમ્મીએ તને અમને વેચી હતી અને આ તારો દેશ નહીં, આ નેપાળ છે. " આ સાંભળી મીઠાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેને ખુબજ આઘાત લાગ્યો હતો. તે ચોધાર આંસુએ રડવા લાગી. હવે તેની પાસે કોઈ માર્ગ ન હતો બસ તે પોતાનો ભૂતકાળ યાદ કરવા લાગી.

સગી માતાની છત્રછાયા ગુમાવ્યા પછી પિતાને મીઠાની ચિંતા થવા લાગી. પિતાજી ગામ ગામ ફરી ભજન કરતા હતા. તેથી મીઠાના લાલન પોષણ માટે તેમને માતા રેખાને લાવ્યા હતા. રેખાને બે પુત્રો પણ હતાં. નાનકડી મીઠાપર રેખા ખૂબ જ અત્યાચાર કરતી. તેથી મીઠા પિતાજીના ઘર આવવાના રસ્તો નિહાળતી રહેતી. પણ પિતાજી પંદર દિવસ કે મહિના પછી ઘરે આવતા. પિતાજી આવ્યા પછી પણ તે કશું કહી શકતી નહી.

મીઠા હવે મોટી થઈ રહી હતી. તેથી મુરતિયો શોધવાની જવાબદારી પણ તેમને રેખાને આપી હતી. રેખા મનમાં ને મનમાં મીઠાના લગ્નમાં ખર્ચો થશે તેની ચિંતામાં હતી. પણ હંમેશા મોઢામાં ગાળ રાખતી રેખા આજે ખૂબ જ મીઠું મીઠું બોલી રહી હતી. ભાઈઓ પણ આજે ખૂબ જ શાંતિથી વાત કરી રહ્યા હતા. આજે તો રેખા મીઠાને બજારમાં પણ સાથે લઈ ગઈ હતી. ત્યાં મીઠાને" શૃંગારની જે વસ્તુ તને જોઈએ તે લઈ લે, હું સામેથી શાકભાજી લઈને આવું છું. " કહીને નીકળી ગઈ હતી. આજે સોતેલી માતાનો પ્રેમ જોઈ મમતા માટે તરસતી મીઠા ગદગદ થઈ ગઈ હતી. બજારમાં ત્યારે જ તેને આ ઇસમોને જોયા હતા.

ઘરે આવીને રેખાએ મીઠાને રાત્રે ખીર બનાવવા કહ્યું હતું. આ ખીર રેખા પોતાના હાથે મીઠાને ખવડાવી રહી હતી. મીઠાને થયું કે હવે તેના દુઃખના દાડા વીતી રહ્યા છે. ખીર ખાધા પછી મીઠાને ખૂબ ઊંઘ આવી રહી હતી તેથી રેખાએ ઊંઘી જવા માટે કીધું હતું. બસ આટલું જ યાદ આવતું હતું અને આજે તે નેપાળમાં હતી.

આ બે ઈસમો તેના માટે નવા નવા કપડા લઈને આવેલા હતા. મીઠાને આ કપડાં પહેરવા માટે આગ્રહ કરી રહ્યા હતા. ઘણીવાર પૂછ્યા પછી મીઠાને ખબર પડી કે તે એક વેશ્યાગૃહમાં હતી અને અહીં તેના જેવી ઘણી હતી. તે ખુબ રડી. તેણે ખાવાપીવાનું છોડી દીધું. આખરે હવે કોઈ રસ્તો ન દેખાતા તેણે મનમાં એક નિર્ણય કર્યો કે જ્યારે પણ ભારત જવાનો મોકો મળશે ત્યારે . . . . . . . . . . . . . . . . . . . અને આખરે મીઠાએ પોતાને વેશ્યાના જીવનમાં ઝંપલાવી દીધું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy