ડોબ્રી ડોબ્રેવેઃ કર્મ અને મર્મ
ડોબ્રી ડોબ્રેવેઃ કર્મ અને મર્મ
એક ભિખારી ભીખ માંગી માત્ર પોતાના માટે જ નહીં પણ સમાજની કરુણતા જોઈ, મનુષ્યને ઉદાર, સહૃદય, સંવેદનશીલ બની દુઃખી લોકોના જીવનમાં કરુણા સ્વરૂપે પોતાનો સ્વાર્થ ભૂલીને કરોડો ડોલર એકઠા કરી દાનમાં આપી. આ બલગેરીયન વાસી ચર્ચના ચરણે પોતાની દુનિયાને અર્પણ કરી સૌને અચંબો પમાડી ગયો. તેનું લક્ષ્ય નિઃસ્વાર્થ ભાવે લોકોને મદદ કરવાનું રહ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ વખતે બોમ્બ ફુટવાથી શ્રવણ શક્તિ ગુમાવી બેઠેલા આ માનવીનું જીવન આધ્યાત્મિક બની ચૂક્યું. તેને વૈરાગ્યપૂર્ણ ઉદારતાને કારણે તે 'બાયલોવોના સંત' તરીકે ઓળખાય છે., તે પોતાને માટે નહીં પણ ભૂખ્યા માટે ભીખ માંગતો. પોતાના ઝોળીમાં કોઈ એક સિક્કો નાંખે તો તે હાથ ચૂમી લેતો. તેણે ધર્મને પોતાના જીવનનું અંતિમ ધ્યેય બનાવી દીધું હતું. તેને આંખોમાં આનંદ, સ્મિત, નમ્રતા તરવરતાં દેખાતી હતી. સ્થાનિક લોકો તેને "ગ્રાંડપા ડોબ્રી"તરીકે ઓળખતા. તેઓ કહેતા, 'માનવીને જિંદગી જીવવાની બે ઈચ્છાઓ હોય છે. ભલું કરવું અથવા બુરું કરવું' સલામ ! આ બલગેરીયાના ઉમદા ભિખારીને.
