ડિલક્સની ડાયન
ડિલક્સની ડાયન
લઘુકથા:
ડિલક્સની ડાયન
દિલ્હીનાં નોયડાનાં સિમેન્ટનાં જંગલમાં સાંજ પડી રહી હતી. આકાશમાં લાલીમા છવાઈ હતી.ઉત્તરાયણનો સમય હોઈ બાળકો પતંગ ઉડાડતા હતાં. અચાનક એક સફેદ પતંગ હવામાંથી તૂટી મિસીસ લીલીના ઘરની છત પર ફસાઈ ગયો.
બાળકોનાં માનસ પર કોતરાયેલ, લીલીનો ડરામણો ચહેરો. તેઓને પતંગ લેવા જતા ડરાવતો રહ્યો હતો.
મિસિસ લીલી કે જેને લોકો મનહૂસ ડાયન ગણતા, તેનાના ઘરની બારીમાંથી કાયમ જાંખો લીલો પ્રકાશ બહાર પડતો હતો. નોઇડાની ડિલક્સ કોલોનીનાં લોકો ચકિત થઈ બોલતા રહેતા:
“જુઓ તો ખરા , આ ડિલક્સની ડાયનનોનો નવો ખેલ. ભાઈ ચેતજો બધા, લીલો રંગવતો ઝેરનુ સંકેત છે!”
બે વરસ પૂર્વે નવો બનેલી ડિલક્સ કોલોનીમાં લીલી અને એનો વાર લાલજી દેસાઈ હર્ષ ભેર રહેવા આવ્યા ત્યારે બધાને પાર્ટી આપેલી.
લાલજી દેસાઈ મિલનસાર અબે હસમુખ સ્વભાવનો જયારે, લીલી તેથી વિપરીત અતડી. કોઈ ની પણ કીટી પાર્ટીમા જવું નહિ. અને આખો દિવસ એના દસમે માળે તેનાં ધાબાવાળા મકાનમા પુરાઈને રહે.
એવામાં લાલજી એકાએક ટૂંકી બીમારીમા પ્રભુને પ્યારો થઈ ગયો. ત્યારથી લીલી દેસાઈ, સૌના મનમા હવે લીલી ડાયન તરીખે જાદબેસાલાક ઠાસઈ ચુકી હતી.
આવી લીલીનાં ધાબે બાળક દૂરથી પથ્થર ફેંકવા લાગ્યા. કોઈ તેના એપર્ટમેન્ટ નાં દરવાજે જુના જૂતા બાંધી આવતું. પણ લીલી ચૂપ રાહે . છતાંય છોકરા બોલે.
“મારી માં એ કહ્યું છે દૂર રહેજો, બાલુડાઓ, આ લીલી ડાયન રોજ રાત્રે કંઈક મંત્ર બોલે છે, અને ભૂતો ને ખીર ખાવા બોલાવે છે !”
બીજાએ ઉમેર્યું –
“છત પર લટકતી ટોકરીઓનામા ડાયનની જમાત નાં ઈંડા છે!”
બે વરસ મા તો નોયડામાં અફવા ફેલાઈ ચુકી હતી . દરેકના મનમાં ડર ઘૂસી ગયો હતો, જે રોજ બરોજ વધતો હતો .
દિવસો પસાર થતા ગયા. જ્યારે પણ લીલી દેસાઈની બારીમાંથી લીલો પ્રકાશ દેખાતો, લોકો તાબીઝ પહેરી લેતા. બાળકોને ધાબળો ઓઢાડી સુવાડી દેતા.ઘરનાં બારી બારણાં દોડીને બંધ કરી દેતા .
નોયડાનાં વંઠેલને, લીલી ઝાઝું કાઠું ન આપતી. અબે દૂર રહેતી.
આવી ઝમાત નક્કી કરે છે કે હવે સત્ય બહાર લાવવાના બહાને લીલીને છનછેડવી .
હોળીનાં આગલા દિવસે રાત્રે, આખી ડિલક્સ કોલોનીમા વીજળી ગુલ થઈ ગઈ, પણ મિસ લીલીના ઘરમાં અજવાળું ચાલુ રહ્યું.
આવડી અમથી વાતનું વતેસર કરી લોકો એકઠા થયા અને અને તેના ઘરમાં જબરજસ્તી ઘૂસ્યા.નાના મોટા બધા એ લીલીના એપાર્ટમેન્ટમા અંદર જે જોયું તે જોઈને સૌ હેબતાઈ આશ્ચર્યમાં પડી ગયા

એક રુમ રસોડું નુ નાનું એપાર્ટમેન્ટ, પણ અંદર જાણે વિવિધ પાક થી લહેરતા નેનો (નાના )ખેતરો!
અગાસીએ લટકતી ટોકરીઓમાં કાજુ, બદામ, કેસરના ઝાડના નેનો (નાના )વર્ઝન.
બારીમાં ઉગાડેલી બાજરી અને ચોખા નાં ખેતર.
હવામાં લટકતા મીઠાઈ નાં ખાલી ખોખા મા શાકભાજી, તો નાનાં ટેબલ પર ઘઉનું ફિલ્ડ.
રૂમમાં દીવાલે ટાંગેલી ડિજિટલ પેનલ બતાવી રહી હતી: પાણી, પ્રકાશ અને ઊર્જાનો હિસાબ.
લીલી દેસાઈએ શાંત અવાજમાં કહ્યું, ભાઈઓ.....
“હું એગ્રીક્લચર વૈજ્ઞાનિક છું. હું ભવિષ્યનું ખેતર બનાવી રહી છું –
એક રૂમમાં આખા ગામ માટે ખોરાક ઉગાડી શકાય એ માટે દિવસ રાત જાગું છું. મને ખબર છે, તમને હું
ડાયન લાગુ છું."મને તેના થી શું ફરક પડે, જે હું નથી…”
તેણે થોડી ક્ષણ રોકાઈને સૌની આંખોમાં આશ્ચર્ય જોયું:
બધાને, તેણે વાવેલા અંબા ઉપરથી ખારેકની સાઈઝની હાફુસ કેરીઓ ખવરાવી. અને કહ્યું.
“આજના વિજ્ઞાનનાં સમયમા,સાચી ડાયન કોઈ હોય,તો એ તમારા નબળા મનમાં છે .ડર, શંકા અને અંધશ્રદ્ધાની ડાયન. જ્યારે તમે એને હટાવી દો, ત્યારે જ, તમારા જીવનમાં સાચો પ્રકાશ આવશે.”
ત્રીજે દિવસે ધુળેટીએ ડિલક્સ કોલીનીના લોકોએ લીલી દેસાઈને ઘૂઘરા ખવરાઇ,શરમાઈને માફી માગી.
બાળકોએ છેક ઉત્તરાયણથી લટકતો સફેદ પતંગ લીલી દેસાઈનાં ધાબેથી નીચે કોઈજ ડર વગર ઉતાર્યો.
તે પતંગને લીલા રંગથી રંગી કોલોનીનાં કોમન પ્લોટ મા ટાંગી દીધો.
તે દિવસ થી લીલી દેસાઈ હવે નોયડામા ડાયનનાં ડરનુ નહીં, પ્રગતિનુ પ્રતિક બને છે.
ડિલક્સ કોલોનીનાં લોકો મિસીસ લીલીના માર્ગદર્શનથી તેમના એપાર્ટમેન્ટમા નેનો-ફિલ્ડ બનાવે છે.
લોકો કહે છે.
નોયડાની ડિલક્સની ડાયનને લોકોએ હોળીકા ભેગી હોળીમા કાયમ માટે જલાવી દીધી.
અને ડિલક્સ કોલોની મા પહેલીવાર ઘેર ઘેર લીલો પ્રકાશ રેલાતો થયો.
ઓ
પણ આ લીલો પ્રકાશ ડરનો નહીં, પણ સૌની આશાનુ સંકેત બની જાય છે.
---
