STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

ડિઝનીલેન્ડ- સુંદરતાનું પ્રતીક

ડિઝનીલેન્ડ- સુંદરતાનું પ્રતીક

1 min
152

સાંજનું વાળું કરી વિનિત અગાશી પર આરામથી સૂતો હતો. ત્યાં ઠંડા ઠંડા પવનની લ્હેરખી વચ્ચે કયારે ઊંઘ ચડી ગઈ ખબર ન રહી. વિનિતને બાળપણથી જ ડિઝનીલેન્ડ ફરવા જવાનું સ્વપ્ન હતું. ત્યાંની દરેક વસ્તુઓ જોવાની મનથી ઈચ્છા હતી.

આજે વિનિત અને તેની પત્ની ડિઝનીલેન્ડ પહોંચ્યા. એક રૂમ બુક કરાવી. તેમાં બધો સામાન મુકાવ્યો. ફરવા માટે નીકળ્યા. ત્યાંનું આહલાદક વાતાવરણ ખૂબ ગમ્યું. મજા પડી. ત્યાંના દરેક સ્થળની મુલાકાત એક પછી લીધી. મોટા મોટા ચકડોળમાં બેસવાની મજા. અવનવા પ્રાણીઓ જોયા. બાળકો માટે તો રમવાનો ખજાનો.

આટલી સુંદર જગ્યા. જ્યાં વર્ષોથી આવવાની તમન્ના હતી. ત્યાંની સુંદરતાને આજ આંખમાં સમાવવાનો મોકો મળ્યો. એને ગુમાવવા માંગતો ન હતો. અહીંની દરેક પળ એમના માટે કિંમતી હતી. તેણે દરેક પળ મન ભરીને માણી. તેના દરેક સુંદર દ્રશ્ય આંખમાં સમાવવાની કોશિશ કરી.

ડિઝનીલેન્ડ એટલે સુંદરતાનું અનુપમ દ્રશ્ય. એમાં પણ પ્રકૃતિની સુંદરતા સૌ કોઈને આકર્ષિત કરે. જેની ગોદમાં માણસ રમે છે એનું આટલું સુંદર દ્રશ્ય મનમોહક. એમાં પણ માનવીએ પોતાની બુદ્ધિની મદદથી તેને વધારે આકર્ષક બનાવવા પ્રયત્નો કર્યા. દરેક સ્થળની કંઈક નવી જ વિશેષતા. પ્રવેશ આપવાની અલગ રીત. ત્યાંની સ્વાગતની અનોખી રીત.

"સુંદર છે જગ્યા પ્રકૃતિ મહીં

સૌ કોઈ જોવાને છે આતુર

એ સુંદરતાને મનમાં ભરવા

ડિઝનીલેન્ડના પ્રવાસે જઈએ."


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational