ડેસ્ટિની - ભાગ્યની કલમ - 1
ડેસ્ટિની - ભાગ્યની કલમ - 1
સુચના :- વાર્તા અને વાર્તામાં આવતા તમામ પાત્રો કાલ્પનિક છે અને એને કોઈપણ જીવિત કે મૃત વ્યક્તિ કે કોઈપણ સંસ્થા સાથે કોઈ જ લેવા દેવા નથી. આના તમામ કોપીરાઈટ્સ લેખકના જ છે.
25 જૂન 2020, આ 2020 નું વર્ષ છે ને એ સાવ મનહુસ છે. કારણ કે આ વર્ષમાં મેં ઘણું ખોયું છે. ઘણું એટલે ઘણું જ.
25 ડિસેમ્બર 2020, આ દિવસે એ મને છોડીને જતી રહી. હંમેશા, હંમેશા માટે. મિસ.તન્વી દેસાઈએ પંખે લટકીને સ્યુસાઈડ કર્યું. અને એની એ સ્યુસાઈડ નોટમાં એક જ નામ હતું. 'વીર'
એક સીધો સાદો નાસમજ યુવાન કોઈના મોતનું કારણ કેવી રીતે હોય શકે ? પણ હા, હું માનું છું કે આ બધું મારા કારણે થયું. મારા કારણે જ તન્વીએ..
માણસને એની ઈચ્છા મુજબનું કંઈક મળવા લાગે ત્યારે એ વધારે કશુંક મેળવવાની કોશિશોમાં લાગી જાય છે. એની લાલચ, એની ઈચ્છાઓ એની મહત્વકાંક્ષાઓ ક્યારેય મરતી નથી. એ પેન મળ્યા બાદ મારી સાથે પણ કઈક એવું જ થયું. જાણે એ કોઈ પેન નોહતી પણ ભાગ્યની એક ચાવી હતી.
ભાગ્ય, લોકો કહેતા ભાગ્ય એ તો ઈશ્વરના હાથમાં છે. એ લખે એજ થાય એને કોઈ નથી બદલી શકતું.
પણ આ દુનિયામાં એક વ્યક્તિ એવો પણ હતો જે કોઈનું પણ ભાગ્ય બદલી શકતો. અને એ વ્યક્તિ હતો વીર એટલે કે આ વાર્તાનો લેખક, નાયક હું પોતે.
મારા હાથમાં જ એ ભાગ્યની કલમ હતી. જેનાથી હું જે લખતો એ સત્ય થતું. ભાગ્યને લખનારો, ભાગ્યને બદલનારો, કર્તા હર્તા વિધાતા એટલે વીર.
આ વાર્તાની શરૂઆત થાય છે 20 જૂનની એ મનહુસ સાંજથી જ્યારે તન્વીએ કોલેજ કેમ્પસમાં બધાની સામે મારા ગાલ પર એક થપ્પડ મારી.
તન્વી દેસાઈ અમારા ઘરની એક્ઝેટ સામે રહેતી એક 20 વર્ષીય સુંદર છોકરી એનો એ ફૂલ ગુલાબી રૂપાળો ચહેરો જેની સામે તો પેલો આકાશનો ચાંદ પણ ફિકો લાગતો. બસ હું એ રૂપાળા ચહેરા પર મરતો.
(એ પહેલા હું મારો ઇન્ટ્રો આપી દઉં, હું એટલે કે વીર આ વાર્તાનો નાયક, વીર શહેરનો એક આદર્શ લેખક છે, સાહિત્ય જગતમાં એનું સારું એવું નામ છે. એનું પાત્ર જ કઈક એવું છે કે શરૂઆતમાં તમને ખાસુ પસંદ આવશે પણ ધીરે ધીરે તમે જેમ જેમ વાર્તામાં આગળ વધશો એમ એમ તમે એને નફરત કરતા જશો.)
વાર્તામાં આવીએ તો મારા માટે સૌથી ખુશીની વાત એ હતી કે તન્વીનું એડમિશન પણ મારી જ કોલેજમાં મારી જ બેન્ચમાં થયું. એ પછી સાથે કોલેજ આવવા જવામાં ક્યારે અમે ફ્રેન્ડ, અને ફ્રેન્ડમાંથી ક્યારે બેસ્ટફ્રેન્ડ બની ગયા એની અમને પણ ખબર જ ના રહી.
એક દિવસ એણે જ મારી મુલાકાત અભિનવ સાથે કરી. અભિનવ લો કોલેજનો સિનિયર સ્ટુડન્ટ હતો. એણે કહ્યું.
''વીર, હું અને અભી, વી આર લવ ઈચ અધર.''
અને એ સાંભળી મને એક ઝટકો લાગ્યો. 'હાવ ? તારી તન્વી આ અભિનવને કેવી રીતે પ્રેમ કરી શકે ?' આ..! આવું થાય જ કેવી રીતે ? હું આવું થવા જ કેમ !'
પણ તેમ છતાં મેં મારી ઉભરતી લાગણીઓ પર કાબુ રાખ્યો.
હું મનથી ભાંગી પડ્યો. અને ત્યારે મને સંભાળવા આવી મારી બેસ્ટી દિયા. દિયા કોલેજમાં મારી જુનિયર હતી. આમ તો બધાની નજરમાં અમારો સંબંધ એક લેખક અને વાચક પૂરતો જ હતો. પણ અમે બન્ને એકબીજાના સારા એવા દોસ્ત હતા. દિયા કોલેજમાં આવી ત્યારથી જ જાણતી હતી કે હુ
ં તન્વીને ચાહું છું. મને અને તન્વીને મેળવવા એણે એની તરફથી એક બે પ્રયત્નો પણ કર્યા પણ એ એમાં અસફળ રહી. કારણ મારી ચોઇસ તન્વી હતી પણ તન્વીની ચોઇસ હું નોહતો.
એકવાર ટ્રુથ એન્ડ ડેર દરમ્યાન ખુદ દિયા એ જ મારી ગેરહાજરીમાં તન્વીને પૂછી લીધેલું.
દિયા : તનું. ? તને આપણો વીર ગમે છે. ? શુ તું એની સાથે લગ્ન કરી શકે. ?
તનું : ના, હી ઈઝ અ ગુડ પર્સન.. પણ જ્યારે સવાલ લગ્નનો આવે એ એક કેરલેસ માણસ છે. એને પોતાને જવાબદારીનું કઈ ભાન જ નથી.
આમ તો સાચું જ કહ્યું એણે હું નાનપણથી જવાબદારીઓથી ભાગતો આવ્યો છું. મારા મતે જવાબદારી મતલબ એકજાતનો બોજ અને હું કોઈપણ જવાબદારીના બોજ હેઠળ દબાવવા નથી માંગતો.
એ દિવસે સાંજે, કોલેજમાં બધાની સામે હાથમાં રેડ રોઝ લઈ હું તન્વી સામે પહોંચી ગયો.
એની સામે રેડરોઝ ધરતા મેં બહુ જ મોટા અવાજે સૌને સંભળાય એ રીતે કહેલું.
વીર : આઈ લવ યુ તનું.
આ વાત પર તનું ને બહુ જ ગુસ્સો આવ્યો. ગુસ્સામાં આંખો કાઢતી એ મને ઘુરી રહી.. એણે થોડા ગુસ્સામાં કહ્યું.
તનું : વીર, તું આવું વિચારી પણ કેમ શકે..! અરે આપણે જસ્ટ ફ્રેન્ડ જ છીએ.
એના એ એક એક શબ્દ પણ કોઈ તમાચાની જેમ મારા ગાલ પર પડતા હતા. નિશાન બનાવતા હતા. આમ તો સાચું જ કહેતી હતી એ વી આર જસ્ટ ફ્રેન્ડ પણ મારું મન નોહતું માનતું. પ્રેમ કરતો હતો હું એને.. એક તરફો તો એક તરફો સહી પણ આ પ્રેમ જ હતો.
આમ તો ત્યાં હાજર સૌ માટે આ એકજાતનો ડેર હતો. દિયાએ જ મને ડેર આપ્યો હતો કે,
તું તનું ને પ્રેમ કરે છે ને ? તો તારે તન્વીને પ્રપોઝ કરવું પડશે. એ પણ બધાની સામે..
અને એ માટે હું ત્યારે તૈયાર પણ થઈ ગયો. આમ તો પ્રેમના મામલામાં હું સાવ પાછળ પણ દિયા અને બીજા દોસ્તોએ એ દિવસે હિંમત જ એવી આપી કે એ સાંજે તન્વી સામે હાથમાં રેડરોઝ લઈ હું પહોંચી ગયો. અને એની સામે રેડરોઝ ધરતા મેં મારા દિલમાં જે હતું એ બધું જ કહી દીધું.
વીર : આઈ લવ યુ તનું.. હું તને..
તન્વી મને ઘુરી રહી. એણે તો ક્યારેય સપનેય નોહતું વિચાર્યું કે વીર આ રીતે આવી એને પ્રપોઝ કરશે. એ પોતાનો જવાબ આપે એ પહેલા જ મેં એના બંને હાથ પકડી લીધા
વીર : તનું હું તને..
એ પળે કેમ જાણે તનું ને મારા પર બહુ જ ગુસ્સો આવ્યો. એ ગુસ્સામાં આંખો કાઢતી મને જોઈ રહી. અને હું જે દિલમાં હતું એ બધું જ બોલતો રહ્યો.
તનું : ઈનફ વીર.., હું તને પ્રેમ નથી કરતી. વી આર જસ્ટ ફ્રેન્ડ્સ.
મારા હાથમાંથી પોતાના હાથ છોડાવી એ ગુસ્સામાં ત્યાંથી જવા લાગી. મને પણ એ વખતે બહુ જ ગુસ્સો આવ્યો. દિયા મને સંભાળે એ પહેલા જ મેં તનું ને મોટા અવાજે કહી દીધું.
વીર : (ગુસ્સામાં) તનું તું બસ મારી છે. મારી જ.. જો તું મારી નહીં થઈ ને તો..
આ વાત પર તનું ને એટલો ગુસ્સો આવ્યો ને કે એ પાછળ ફરી મારી નજીક આવી. અને બધાની સામે એણે મારા ગાલ પર એક તમાચો ઝીંકી દીધો. ત્યારે મને અંદાજો પણ નોહતો કે મારી એ વાત પર એને કેટલું હર્ટ થયેલું.
તનું : આઈ હેટ યુ વીર.. આઈ હેટ યુ. અને આંખમાં ઘસી આવેલા આંસુને લૂછતાં એ ગુસ્સામાં ત્યાંથી જવા લાગી.
ક્રમશઃ