તમાચો
તમાચો


તમાચો, ટ્રુથ એન્ડ ડેરમાં જ મને એણે પૂછેલું કે તે ક્યારેય કોઈ છોકરીના હાથનો તમાચો ખાધો..?
તો હા, મેં ખાધો છે તમાચો એક એવી છોકરીના હાથનો જેને હું સૌથી વધારે માનું છું.. જેને હું આ દુનિયામાં સૌથી વધારે ચાહું છું.. મારી દીદી જાનવી,
આ એ દિવસોની વાત છે જ્યારે હું અને દીદી એક જ નિશાળમાં સાથે ભણતા આમ તો ઉંમરમાં એ મારાથી એક વર્ષ મોટી એટલે અમારો ક્લાસ અલગ હતો.. એ સાતમા ધોરણમાં હતી જ્યારે હું પાંચમાં અટવાયેલો હતો.. એ સમયે મારા બે જીગરી યાર હતા એક હતો રાહુલ અને એક જનક અમારા ત્રણેયની જોડી એટલે થ્રિ ઇડિયટ.. આખો દિવસ રખડવું ક્લાસમાં તો જાણે ક્યારેય અમારો ટાંટિયો જ ના ટકતો.. પ્રિન્સિપાલ ખુદ અમારા કાન પકડી અમને ક્લાસમાં ખેંચી લાવે. મારી ધમકાવી ત્રણેયને ક્લાસમાં બેસાડી એ બુઢી બહાર જાય કે તરત જ એની પાછળ અમે ત્રણેય ચપળ પગલે બહાર..
એ દિવસોમાં જેમ અમે ત્રણેય સાવ નવરી બજાર હતા એમ એ લોકો પણ હતા અમારા ગામના ત્રણ જુવાનિયા જગો, કાનો, અને હરિયો એ આખો દિવસ પાદર પર બેસી ત્યાંથી પસાર થતી સુંદર સુંદર છોકરીઓ ને તાંકયાં કરે ચેનચાળા કર્યા કરે.. આમય એ બિચારા કરેય શુ ઘરમાં તો કઈ બેસાય નહીં ત્યાં માં બહેનો જો હોય.. અને આમ પણ ત્યારે ક્યાં મોબાઈલ હતા કે તીનપત્તી કે પબજી રમી સમય પસાર થઈ જાય.
રિસેશમાં અમે દફતર લઈ ગામ બાજુ ભાગતા.. જગાની નજર પડતા જ એ અમને પોતાની પાસે બોલાવતો..
હેય.. હેય અયા આવો તો.. તણેય આવો..
દરવખતની જેમ અમે થોડી સોપારીની લાલચે જતા પણ..
એય હરીયા ફાકીના પૈસા દે આને..
હરીયો પૈસા આપતો.. ત્રણ કાચી પાકી ફાકી.. જલ્દી જઈને લઈ આવો..
ને અમે પૈસા લઈ દુકાન તરફ જતા..
-----------
જ્યારે અમે ત્રણેય એ લોકોને ફાકી આપવા જતા ત્યારે જગો અમને પાસે બેસાડતો..
બેસો બે ઘડી એક વાત કહું..
અમે ઓટા પર ચડી એ લોકોની મહિફેલમાં બેસતાં..
ને પછી કાનો અમને ત્રણેયને ગાળો બોલતા શીખવતો..
જગો પણ કહેતો..
જો વીરા ગમે એ હોય ને દઈ દેવાની આડવી આવડી મા બેન સમાણી..
-------------
એક દિવસ પ્રિન્સિપાલ ક્લાસમાં આવી, એ બધાંયને કઈક ભાષણ આપતી હતી ને ત્યાં જ મારી પાછળ બેઠેલા જનકાએ મારી પાછળ જોરથી ધબ્બો માર્યો.. દુખવા માંડ્યું એટલે જનકા બહુ જ ગુસ્સો આવ્યો..
પાછળ ફરી મેં તો દીધી મોટેથી..
કયો હતો એની માને..
આ વાત ત્યાં હાજર બધા વિધાર્થીઓ સહિત પ્રિન્સિપાલ મેડમ અને અમારા બેને(ટીચર) પણ સાંભળી
એણે તો મને ઉભો કરી પોતાની પાસે બોલાવ્યો..
શરમ નથી આવતી આટલી નાની ઉંમરમાં ગાળો બોલતા..
કહું જાનવીને.. એમ કહી પ્રિન્સીપાલ મેડમે એક છોકરીને જાનવીને બોલાવવા મોકલી,
થોડીવારમાં જાનવી આવી..
મને બધાની વચ્ચે ઉભેલો જોઈ એને ખબર પડી ગઈ કે જરૂર મેં જ કોઈ કાંડ કર્યો છે..
શુ થયું મેડમ.. મને અહીંયા શુ કામ બોલાવી..
પ્રિન્સિપાલ મેડમેં તો ગુસ્સામાં મારું બાવડું પકડ્યું..
અને મારી બહેન પાસે લઈ જઈ મને એની સામે ઉભો રાખ્યો..
હવે બોલ વીર.. તું ત્યાં જે કઈ બોલ્યો એજ અહીં બોલ તારી બહેનની સામે..
જાનવી ને તો હજુ કઈ જ સમજમાં નોહતું આવતું એણે પૂછ્યું પણ..
પણ મેડમ, વાત શુ છે..?
બોલ વીર બહુ જ શોખ છે ને તને ગાળો બોલવાનો તારી બહેન સામે બોલ..
-------------
એણે મને દીદી સામે ગાળો બોલવા કહ્યું ને મેં બોલી પણ દીધી..
તારી માને.. હજુ તો હું એટલું જ બોલ્યો હતો કે ત્યાં જ દીદીએ બધાની સામે ગુસ્સામાં મારા ગાલ પર એક તમાચો જીકી દીધો..
આ બધું ક્યાંથી શીખ્યો વીર.. કોણે શીખવાડ્યું તને આ બધું..?
હું એકદમ રડમસ જેવો થઈ ગયો..
દીદીનો બધો જ ગુસ્સો મારા પર ઉતર્યો.. ઉતરવાનો જ હતો એની મને ખાતરી હતી કારણ કે.. એ બહુ જ ઓવરસંસ્કારી હતી..
---------------
એણે પૂછ્યું કે તને આવું કોણે શીખવ્યું પણ એ લોકોનું નામ દેવાની મારી હિંમત ના ચાલી પણ જનકો ચૂપ ના રહ્યો એણે બધું જ ઓકી નાખ્યું..
જાનવી દીદી, પેલા જગાએ અમને ગાળો બોલતા શીખવાડી.. પછી શુ જગાનું તો આવી જ બન્યું.. એજ દિવસે એજ ઘડીએ મારો હાથ પકડી દીદી મને ગામ વચ્ચે ખેંચી ગઈ પેલા જગા અને એના દોસ્તો પાસે..
દીદીને જોઈ જગો લુચ્યું હસ્યો.. અરે શુ વાત છે આ તો જાનું પોતે આવી છે..
જગતભાઈ શરમ નહીં આવતી તમને આવડા નાના છોકરાઓ ને ગાળો બોલતા શીખવડો છો..?
હરિયો બોલ્યો,
અરે જાનવી અમે એટલે શીખવાડી છીએ કે નિશાળમાં કોઈ નહીં શીખવતા, અરે આમરી પણ ફરજ બને કે નહીં કે ગામના બાળકો અમારી પાસેથી કઈક શીખે..
જાનવીએ ગુસ્સામાં મોટેથી કહ્યું,
હું આ બધું જરાય નહીં ચલાવી લવ.. આજ પછી તમે લોકોએ આવી કોઈ હરકત કરી છે તો સીધી સરપંચ કાકાને ફરિયાદ કરીશ..
સરપંચકાકાની ધમકીથી એ લોકો ડરી ગયા ને એણે દીદીની માફી માંગી..
જાનવી, અમે ગાળો બોલતા નહીં શીખવાડીએ ઠીક છે..
હમ્મ અને જો બોલતા સાંભળો ને તો પણ બે ચડાવી દેવાની.. એ વાતની રાવ લઈને હું ક્યારેય નહીં આવું..
------------
ઘરે જતી વખતે.. આખા રસ્તે દીદી મને સંભળાવતી ગઈ..
તને શરમ નહીં આવતી.. કોઈ કંઈપણ જેવું તેવું શીખવે ને શીખી લેવાનું..
જનકો પણ બોલે છે.. એને બોલ ને.. રડતા રડતા હું કહેતો..
અરે એને તો એની માં સીધો કરશે પણ તું.. તારા પર તો હું હાથ પણ ના ઉઠાવી શકું..
એની આ વાત સાંભળી ને હું જોઈ રહ્યો.. પેલું શુ હતું આખા ક્લાસ વચ્ચે ગાલ લાલ કર્યો ને ઉપર જાતા કહે છે કે તારા પર તો હાથ પણ ના ઉઠાવી શકું..
એ આગળ બોલી,
સાંભળ, ગાળો બોલવી એ સારા સંસ્કાર નથી.. કસમ ખા મારી કે આજ પછી તું ક્યારેય ગાળો નહીં બોલે..
એનો ગુસ્સો સાવ ઓગળી ગયો એટલે મેં પણ આંસુ લૂછતાં કહ્યું
ખાધી કસમ બસ..
જો મેં તને ફરી ગાળો બોલતા સાંભળ્યો તો..
હું નહીં બોલું તારો તમાચો યાદ રહેશે મને જિંદગીભર..
એમ કહી હું એને વળગી પડ્યો..
વધારે લાગ્યું.. પ્રેમથી મારો ગાલ પંપાળતા એણે પૂછ્યું
હાં, હજુ ગાલ દુઃખે છે..
મારી પાસે બેસી એણે આજીજી કરતા કહ્યું
મમ્મી ને કહેતો નહીં હો.. કે મેં તને માર્યું નહિતર એ મને છોડશે નહીં..
મેં ખભા ઉંચા કરતા કહ્યું
હું તો કહીશ જ ભલે તારો વારો કાઢે..
એ હસી.. મારા ગાલ ખેંચતા એણે કહ્યું
ઠીક છે કહી દેજે હું પણ કહી દઈશ કે મેં તને શુ કામ માર્યું..
ના નો કેતી.. હુંય નહીં કવ.. એમ કહી મેં મારી આંખો લૂછી..
રડવાનું બંધ કર.. તને ખબર છે ને મમ્મી આપણો ચહેરો વાંચી લે છે..
એમ કહી મારી આંગળી પકડી એ મારી સાથે ઘર તરફ ચાલવા લાગી..
--------------
દીદીના એક તમાચા એ જાણે એ દિવસે મને અક્કલ લાવી દીધી.. એ પછી હું આજ સુધી ક્યારેય નાની એવી પણ ગાળ નહીં બોલ્યો.. જાનવી દીદી કહેતી કે વીર ગાળો બોલવી એ બેડસંસ્કાર છે.. આપણી મમ્મી, આપણને એજ શીખવે છે જે આપણાં હિતમાં હોય.. એટલે હંમેશા એજ શીખવાનું બાકી જે ગામ શીખવે છે એનાથી આપણું અહિત થયું છે અને થવાનું જ છે..
મારા અમુક મિત્રો તો વાતે વાતે ગાળો બોલે એમાં મારો જીગરજાન પણ આવી જાય..
હું : તારે મારી સામે ક્યારેય ગાળ નહીં બોલવાની..
એ : બોલવા હું પણ નહીં માંગતો પણ શુ કરું ગુસ્સામાં નીકળી જાય છે..
હું : ગુસ્સા પર અથવા તો ગાળો પર કન્ટ્રોલ રાખ મને નહીં પસંદ..
એ : પણ તને શુ પ્રોબ્લેમ છે યાર નોર્મલ છે બધા બોલે છે.. હું પણ બોલીશ તું શુ કરી લઈશ..
હું : ઓકે, બોલજે.. પછી મને પણ દોસ્તી તોડતા વાર નહીં લાગે..
ગાળો બોલો છો, પણ એમાં કોઈના પરિવારને મા ને બાપને બહેનને શુ કામ વચ્ચે લાવો છો.. એણે તમારું શુ બગાડ્યું છે.. તમારો ગુસ્સો તમે વ્યક્તિ પર ઉતારો એની ફેમેલી પર એની માં કે એની બહેન પર નહીં.. તમે જેટલી તમારી માની તમારી બહેનની કે તમારી ફેમેલીની રિસ્પેક્ટ કરો છો એટલી રિસ્પેક્ટ કોઈ બીજાની માં બહેનને પણ આપો.. એવું જાનવી દીદીએ જ એક વખત પોતાના વક્તવ્યમાં કહ્યું હતું..
સમાપ્ત