urvashi makwana

Abstract Others

4.3  

urvashi makwana

Abstract Others

'ડાયરી ' એક કડવી વાસ્તવિકતા

'ડાયરી ' એક કડવી વાસ્તવિકતા

8 mins
191


રાત્રિનો સમય હતો મને ઘરે પહોંચ્યાને થોડા જ કલાકોનો સમય પસાર થયો હતો. એક અજાણી બેચેનીથી મારું મન આકુળ - વ્યાકુળ હતું. આ રાત્રિનો ભાર મારાથી સહન થશે નહીં એમ લાગી રહ્યું હતું અને કેમ કરીને આ રાત્રિ પસાર થઈ જાય એની રાહ જોતી રહી. 

જેવી સવાર થઈ કે હું નિત્યક્રમ પતાવીને મારા પતિ સાથે મારા પપ્પાને ઘરે પહોંચી. ઘરની સામે જ જેવી ગાડી સ્ટોપ કરી અને મેં બહાર પગ મૂક્યો કે મને ઘરમાંથી બાળકોના મસ્તી તોફાનના અવાજ આવવા લાગ્યાં સાથે ટી. વી. સિરિયલનો પણ જોર - જોરથી અવાજ આવી રહ્યો હતો. મેં ડોરબેલ વગાડ્યો એટેલ મોટાભાભીએ દરવાજો ખોલ્યો મને જોઈને જાણે છોભીલા પડી ગયા, જાણે કોઈ ચોરી પકડાઈ ગઈ હોય એવા એમના ચહેરાના ભાવ હું કળી શકતી હતી. એ સ્તબ્ધ થઈને મને જોઈ રહ્યા અને હું એમને એટલામાં જ ત્રણે બાળકો આવીને મને વીંટાઈ ગયા. એ મને ઘરમાં ખેંચી ગયા.

ભાભીએ ખબર - અંતર પૂછ્યા પણ મારી આંખો મારા પપ્પાને શોધી રહી હતી. "પીન્કી દાદાજી ક્યાં છે ?" મેં મારા નાના ભાઈની દીકરીને પૂછ્યું.

અરે બેન તમે હમણાં જ આવ્યા છો બેસોને શાંતિથી હું તમારા અને વિજયભાઈ માટે ચા લઈ આવું." એમ કહીને ભાભી એ જાણે આખી વાત પલટી નાંખી. 

"ના મારે ચા નથી પીવી મારે પપ્પાને મળવું છે છેલ્લા ઘણાં લાંબા સમયથી જ્યારે પણ હું ફોન કરું મારી વાત જ નથી થતી એમની સાથે." એમ કેહતા મારી આંખો ભરાઈ આવી. 

"ફઇ! દાદાજી તો 'મારો આશ્રય'માં છે પપ્પાઅને મમ્મીને આવી વાત કરતા મેં સાંભળેલાં." મારા મોટાભાઈનો દીકરો બોલ્યો. 

આ સાંભળીને મને કંઈ સમજાયું નહીં હું વિચારમાં પડી ગઈ "આ પાછું શું હશે ? આવું તો કોઈ સ્થાન નથી."

ત્યાં જ મારા પતિ વિજય ગુસ્સામાં ઊભાં થઈ જાય છે "તમને લોકોને કંઈ સમજાય છે એમની આટલી ઉંમરમાં તમે એમને........" એ આટલું કહીને વાક્ય અધૂરું મૂકે છે અને ગુસ્સામાં ઘરની બહાર નીકળી જાય છે. 

મને કંઈ સમજાતું નથી કે હું શું કરું હું ઝડપથી એમની પાછળ બહાર ગઈ. "એવું તો શું થયું છે કે તમે આટલા ગુસ્સે થઈ ગયા મને તો જણાવો !" હું આતુરતાથી એમની સામે જોઈ રહી. 

"અરે લીના! આ 'મારો આશ્રય' એ એક વૃધ્ધાશ્રમનું નામ છે." કહેતા મારા પતિ ગાડીમાં બેસી ગયા. 

આ સાંભળીને મારા પગતળેથી તો ક્ષણભર માટે જાણે જમીન સરી પડી હોય એમ લાગ્યું, મારું મગજ વિચારહીન બન્યું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. 

"હવે અહીં જ ઊભી રહીશ તું ?" મારા પતિ ગુસ્સે થઈને બોલ્યા એ કાયમ જ ક્યાંનો ગુસ્સો ક્યાં ઉતારે કંઈ નક્કી ન સમજાય. 

હું ગાડીમાં બેઠી મારા મારા પતિએ ગાડી વૃદ્ધાશ્રમ તરફ વાળી. મારૂ મન અનેક વિચારો અને પ્રશ્નોમાં ખુંપી ગયું. જેવા અમે વૃધ્ધાશ્રમ પહોંચ્યા કે, મારા હૃદયના ધબકારા તેજ થઇ ગયા, મારા વિચારો સુન્ન મારી ગયા, મારા પગમાં જાણે એક ડગલું ભરવાની હિંમત નહોતી જે પિતાને મળવા અને એમનો અવાજ સાંભળવા માટે હું વલખાં મારતી હતી અત્યારે એમની સામે જોવાની હિંમત પણ મારામાં નહોતી.

"ભલે દીકરી પણ મારી હયાતીમાં મારા પિતાના ભાગ્યમાં આ દુઃખ ?" આ પ્રશ્નથી મારું હૈયું વલોવાઈ ગયું. 

"સાકેતભાઈ અહીં ક્યાં મળશે ?" મારા પતિએ એક કાકાને મારા પપ્પા વિશે પૂછ્યું. આ સાંભળીને મારુ ધ્યાન એ તરફ ગયું. 

"અરે સાકેત ભાઈ જે એક નિવૃત્ત પોસ્ટ કર્મચારી હતા ?" એ કાકાએ વિસ્મય સાથે પ્રશ્ન કર્યો. 

'હતા' શબ્દ સાંભળીને કંઈ ન થવાનું થયાના અણસાર મને આવી ગયા. મારી થોડી બચેલી ધીરજ પણ હવે ખૂંટી પડી હું મારી આંખો સામે ઝળઝળિયાં આવી ગયા. મારા પતિએ મને પડતા - પડતા સંભાળી લીધી. 

એ કાકા અમેને વૃદ્ધાશ્રમની ઓફિસમાં લઇ ગયા. ત્યાં અમને બેસવા માટે કહ્યું. "તમે એમના શું થાવ ?" એ પ્રશ્ન સાથે વૃધ્ધાશ્રમના સંચાલક અમારી સામે જોઈ રહ્યાં એ સાથે પેલાં કાકા પણ એ જાણવા માટે આતુર હતા.

"આ એમની દીકરી, મારી પત્નિ લીના અમે ગઈ કાલે જ આવ્યા કેનેડાથી અમે ઘણાં વર્ષોથી ત્યાં જ રહીએ છે." મારા પતિ બોલ્યાં. 

"એ તો બે મહિના પેહલાં જ અવસાન પામ્યા." સંચાલક બોલ્યાં. 

"હા એ ઘણીવાર દીકરી લીનાને યાદ કરતા અને એમની આંખો ભરાઈ આવતી હું કેહતો એમને કે ફોન કરી લો પણ એ ના પાડતા. કહેતાં કે એના સુખી સંસારમાં તણાવ શા માટે લાવવો ? હવે હું કેટલાં વર્ષ જીવવાનો ? હા એ રાત્રે ડાયરી લખતા અને એમાં જ એમના પૌત્ર - પૌત્રીના અને દીકરીનો ફોટો રાખતા રોજ જોતા ને યાદ કરતા. 

આ સાંભળીને હું મનોમન પોતાની જાતને કોસવા લાગી કે "મારા હોવા છતાં મારા પિતાને આ યાતનામાંથી પસાર થવું પડ્યું. 

"હું એ ડાયરી જોઈ શકું?" રડતાં અવાજે મેં કહ્યું. 

સંચાલકે હા પાડી અને ડાયરી મંગાવીને મારા હાથમાં મૂકી. 

"તમારો ઘણો આભાર" એમ કહીને મારા પતિએ રજા લીધી. મારા પતિએ એમનો હાથ આશ્વાસન રૂપે મારા ખભે મુક્યો. અમે ગાડીમાં બેઠાં. વિજયે ગાડી ઘર અમારા ઘર તરફ હંકારી હું ડાયરી વાંચવા માટે આતુર હતી. મારાથી રાહ ન જોવાઇ મેં ડાયરિના પાના ઉથલાવવા માંડી ને મને એમાંથી એક સહપરિવારનો અને મમ્મીનો ફોટો મળ્યાં. મારી આંખો છલકાઈ ગઈ. 

"હમણાં રેહવા દે ઘરે જઈને વાંચજે. એ જ બરાબર રેહશે." વિજયની આ વાત સાંભળીને મેં ડાયરીને બંધ કરી લીધી. 

"મારે બંને ભાઈઓને મળવું છે તો તું ગાડી એ તરફ લે." મેં ગુસ્સે થઈને કહ્યું. 

 એણે કંઈપણ બોલ્યા વગર ગાડી પપ્પાના ઘર તરફ લીધી. જેવા અમે પહોંચ્યા કે ખૂબ ગુસ્સામાં હું હાથમાં ડાયરી સાથે ઘર તરફ ગઈ. દરવાજો ખુલ્લો જ હતો બંને ભાઈઓ ભેગા મળીને ન્યૂઝ જોઈ રહ્યા હતા. એમને જોઈને મારામાં જાણે અગ્નિની જ્વાળાઓ ફરી વળી. હું ગુસ્સામાં એમને જોઈ રહી. એ બંને મને જોઈને દંગ રહી ગયા. 

"અરે લીના તું ક્યારે આવી?" મોટાભાઈએ પૂછ્યું. 

હું સમજી ગઈ કે હું અહીં આવીને ગઈ એ પણ એને જણાવવામાં આવ્યું નથી. "પપ્પા ક્યાં છે ભાઈ !" મેં પૂછ્યું.

"પપ્પા ? પપ્પા....... તો..." એ કંઈ જવાબ આપી શક્યો નહિ. 

"અરે લીના તમે બની શાંતિથી બેસો પછી વાત કરીએ." નાનો ભાઈ બોલ્યો.

વિજયે મને બેસવા ઈશારો કર્યો એટલે હું સોફામાં બેઠી.

"હવે જણાવો ભાઈ ! પપ્પા ક્યાં છે ?" મેં પૂછ્યું. 

એ કંઈ બોલી ન શક્યા એમણે આંખો નીચી કરી લીધી "હું જણાવું ? કે પપ્પા ક્યાં છે ?" એમ કહીને મેં ડાયરીમાંથી ફોટો કાઢીને એમની સામે ટેબલ પર મૂક્યા. આ પપ્પાની ડાયરી છે હું વાંચું એટલે તમને સમજાશે કે તમે શું કર્યું. એમ કહીને મેં ડાયરીનું પહેલું પાનું ઊથલાવ્યું. 

"પ્રિય કુસુમ ! તારા ગયા પછી હું સાવ એકલો પડી ગયો. આપણાં લગ્ન થયા એ દિવસે રાત્રે તેં મને કહેલું કે હું તમારી બધી તકલીફમાં સાથ આપીશ અને કાયમ તમારી સાથે રહીશ, તમારી હિંમત બનીને, હું ક્યારેય તમારી કમજોરી નહિ બનું તો તું મને જણાવ કુસુમ ! તેં કેમ તારૂ વચન તોડ્યું ? તું કેમ મને એકલો મૂકીને જતી રહી ?

જીવનના ઘણાંખરાં વર્ષો પોસ્ટમાં નોકરી કરવામાં અને બાળકોની જવાબદારીઓમાં જ પસાર થઈ ગયા. જ્યારે વિચાર્યું કે હવે આપણે બંને આપણાં પૌત્ર - પૌત્રી સાથે સુખેથી હસતાં - રમતાં બાકી રહેલાં વર્ષો જીવીશું પણ તું મને એકલો મૂકીને લાંબી યાત્રાએ નિકળી પડી જે ક્યારેય પુરી થવાની નહોતી. હું સાવ તૂટી ગયો હતો. તો પણ દીકરા, વહુઓ અને બંને પૌત્રો અને પૌત્રીને જોઈને જીવવાની થોડી આશ જાગી. આમ સમય પસાર થવા લાગ્યો. ધીરે - ધીરે વહુઓનું મારા તરફના વર્તનમાં અને વલણમાં પરિવર્તન આવવા લાગ્યું. એવામાં તારા સ્વર્ગવાસને પણ બે વર્ષ થઈ ગયા. 

દીકરાઓને પણ હવે તો હું જાણે આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યો. એ લોકો માટે હું પરાયો બની ગયો હોય એવું વલણ રાખવા માંડ્યા. બાળકોને પણ ધીરે - ધીરે મારાથી દુર રાખવા લાગ્યા. એટલે મારી એકલતા બેવડાઈ ગઈ હું ક્યારેક રાતના અંધરામાં મારી ભીની આંખો કોરી કરી લેતો એવી કેટલીય રાતો હતી જેમાં મને નીંદર જ આવી બસ તારી જ યાદ આવી. મને થતું 'એવા તે ક્યાં પાપ કર્યા હશે કે સંતાન રૂપે આવા દીકરા મળ્યાં ?' આ પ્રશ્ન પછી મારો અંતરાત્મા પાછો મને વળતો જવાબ આપતો કે 'આના કરતાં તો નિઃસંતાન હોવું બરાબર છે.' હું એક પક્ષે વાત નથી કરતો ઘણીવાર માતા - પિતા પણ એવા હોય છે કે વહુને દીકરી તરીકે સ્વીકારી નથી શકતા અને પોતાનું જ વિચારે છે પણ આપણે એવું ક્યારેય નથી કર્યું. તારા ગયા પછી પણ મેં એમની ઈચ્છાઓનું માન રાખ્યું છે. છતાં ખબર નહીં કેમ મારી સાથે આવું થયું.

આજે લીના અહીં હોત તો એ મને આવી યાતનામાથી પસાર ન જ થવા દેત એની મને ખાતરી છે પણ એ એની જવાબદારીઓ અને પરિવાર સાથે જોડાયેલી છે અને સુખી છે એને ક્યાં દોડદાડ કરાવવી અને હવે મારે એમ પણ કેટલાં વર્ષ જીવવાનું પછી ખોટું એને હેરાન કરવી પણ મને એની ઘણી યાદ આવે એ મારી લાડલી રહી છે કાયમ. 

કુસુમ તને શું જણાવું આપણાં બંને દીકરાઓ વિશે પછી એમણે જે કર્યું એ આપણાં સંસ્કાર તો નહોતા જ ને આપણે ક્યારેય આપણાં માતા - પિતા સાથે આવું નથી કર્યું તો ક્યાંથી શીખ્યા ? આ પ્રશ્નનો જવાબ શોધવામાં જ મારા દિવસો નીકળી રહ્યા છે. એકદિવસ અચાનક આપણાં બંને દિકરાઓના વર્તનમાં પરિવર્તન આવ્યું એ બંને બધું સારું - સારું રાખવા લાગ્યા. મીઠો વ્યવહાર કરવા લાગ્યા પણ મને શું ખબર કે એમના આ મીઠાં વ્યવહારમાં તુચ્છ વિચારોનું ઝેર ધોળાયેલું છે. એ લોકોએ થોડો સમય સારું રાખીને મને વિશ્વાસમાં લીધો અને આપણને આપણાં બાળકોની ખુશીઓ સિવાય શું વહાલું હોય ? માટે એમણે કહ્યું ને મેં થોડી જમાપૂંજી અને ઘર પણ એ બંનેને સોંપી દીધું પછી તરત એ પાછા પોતાના અસલી રંગમાં આવી ગયા અને મને તકલીફો આપવાની શરૂ કરી અને હવે મારાથી સહન નહોતું થતું માટે મેં વૃધ્ધાશ્રમનો સહારો લીધો. 

મને હૈયામાં મોટી ફાળ તો ત્યારે પડી જ્યારે હું વૃદ્ધાશ્રમમાં આવ્યો તો પણ બંને દીકરાઓમાંથી કે વહુઓમાંથી કોઈએ રોક્યો નહીં. હા આપણી પૌત્રી પીન્કી અને પૌત્રો મને પૂછતાં "ક્યારે પાછા આવશો દાદાજી ?" હું કંઇપણ બોલ્યાં વગર મૂંગે મોંઢે નીકળી ગયો. કુસુમ હવે તારી પાસે આવવાનો સમય નજીક છે એમ લાગે છે. હવે તબિયત બરાબર રેહતી નથી, મને લીનાની ઘણી યાદ આવે છે પણ મનને મનાવી લઉ છું જેથી એને આ કડવી વાસ્તવિકતાની વેદનાની જાણ ન થાય. 

મારા હૈયામાંથી તો આપણા બધા બાળકો માટે સારા આશીર્વાદ જ નીકળે છે. હું તો પ્રભુને એટલી જ પ્રાર્થના કરું કે જે દિવસો મેં જોયા એ એમને ન જોવા પડે કેમ કે હું જ જાણું એ વ્યથા કેવી છે એ નહીં સહી શકે. હવે હું આ ડાયરી કદાચ નહી લખી શકું કયારેય હવે મને મારો અંત સમીપ દેખાય દેખાય છે અને તબિયત ઘણી ખરાબ રહે છે. 

કુસુમ ! હું તો એટલું જ ઇચ્છું કે આપણાં બાળકો અને પૌત્ર - પૌત્રી ખુશ રહે ને સમય આવ્યે એમને એમની ભૂલ સમજાય અને કદાચ કોઈક સાથે આવો અન્યાય થતો હોય તો એ એને અટકાવે. 

ડાયરી પુરી કરી હું મારી આંખોમાં આંસુ સાથે હું મારા ભાઈઓ સામેં જોઈ રહી અને "હું તમને આની સજા ચોક્કસ અપાવીશ મારી પાસે સાબિતી તરીકે આ ડાયરી પણ છે જ."

એમ કહેતા એકક્ષણની પણ રાહ જોયાં વગર ત્યાંથી ઉભી થઇ ગઇ. 

"લીનાબેન અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ, તમે આવો કપરો નિર્ણય લેશો તો અમારા બાળકોનું શું થશે ? એમનું તો વિચારો." એમ કહીને મોટાભાભી મારી સામે કરગરવા લાગ્યા. 

"માફ કરી દે!" અમને એમ કહેતા બંને ભાઈઓ પણ આજીજી કરવા લાગ્યા.

મારા પતિ વિજય મારા ખભે હાથ મૂકીને મને આશ્વસ્થ કરી અને કહ્યું "માફ કર." 

"ઠીક છે હું એવું કોઈ પગલું નહીં ભરુ જેની સજા તમારા બાળકોને મળે પણ હું તમને માફ નહીં કરી શકું કેમ મારા પપ્પા હવે પાછા નહીં આવી શકે સારું કે સુખી જીવન જીવવા, પરિવારનું સુખ જોવા કે જીવવા." એમ કહીને હું અને વિજય ઘરમાંથી બહાર નીકળી ગયા. 

આ એક વાસ્તવિકત ઘટનાને વાચા આપવાનો નાનકડો પ્રયાસ છે.  


Rate this content
Log in

Similar gujarati story from Abstract