STORYMIRROR

urvashi makwana

Inspirational

4  

urvashi makwana

Inspirational

જંગલનો રખેવાળ

જંગલનો રખેવાળ

7 mins
261

 બપોરનો સમય હતો. રસ્તાની બંને બાજુ મોટા વૃક્ષ નજરે પડતાં હતાં. એમાપણ પાછા ઠેરઠેર રસ્તા પર પડેલાં લાલ ચટક ગુલમહોરના ફૂલ જાણે સ્વાગત કરી રહ્યાં હતાં. વેરાન રસ્તે એકલ - દોકલ માંડ વાહન નજરે પડતાં હતાં. ત્યાં સાંકડા અને ગામડાનો રસ્તો હોય એવા રસ્તા પર પુરઝડપે અપૂર્વ ગાડી દોડાવી રહ્યો હતો. એની સાથે એનો મિત્ર ગૌરવ અને એની પત્ની મંજરી પણ હતાં. 

અપૂર્વની પત્ની સૌમ્યા જાણે કોઈ વાતે એનાથી નારાજ હતી. નામ પ્રમાણે જ એ ગુણ પણ ધરાવતી હતી. એ થોડી - થોડીવારે ગાડીમાંથી બહાર નજર કરી રહી હતી. છુટાછવાયા ઝૂંપડા નજરે પડ્યાં. અપૂર્વ એની સામે જરા પણ નજર નાંખતો નહોતો એ થોડી - થોડીવારે અપૂર્વ તરફ ગુસ્સાથી જોઈ રહી હતી. 

"વાહ..... જો તો ખરી..... આ...હા...હા... કેટલું સુંદર ને રમણીય સ્થળ છે. આ નાનું જળાશય તો જો એમાં કેટલાં સુંદર કમળના ફૂલો ખીલ્યાં છે અને એના લીધે જ આ સ્થળ કેટલું રમણીય લાગે છે. આ બધું જોયા પછી તો તારું મોઢું સુધાર, જો કેવી લાગે છે...!" આ સાંભળીને ગૌરવ અને મંજરી હસી પડ્યાં. 

"મારી સામે જોઈને શું બોલે છે...! તું વિચાર એ તો કે આટલાં રમણીય સ્થળ અને કુદરતી સૌંદર્યને તું ......"

 સૌમ્યા ગુસ્સાભેર આટલું બોલીને અટકી ગઈ. કોઈક વાત હતી જે એને ખટકતી હતી પણ એ પોતાના પતિને સમજાવવા માટે જાણે સમર્થ નહોતી એમ લાગી રહ્યું હતું અને એટલે જ એ ગુસ્સે થઈને બેઠી હતી. 

 આ જંગલમાંથી પસાર થતા રસ્તા પર ગાડી ઝડપથી દોડી રહી હતી હવે વૃક્ષોની ગીચતા નજરે પડવા લાગી. હવે ખરું જંગલ તો નજરે પડ્યું અને રસ્તા પણ બદલાયા જે સાંકડા પણ સીધા રસ્તા હતાં. એ હવે ઉબડ - ખાબડ અને થોડાં ચઢાણવાળા બન્યાં. ઊંચા ડુંગરો માટીની ભેખડો પર પણ વૃક્ષ અને વેલાએ પોતાનું સામ્રાજ્ય ફેલાવેલું હતું. 

શહેરને ચીરીને નાના અવિકસિત બે - ચાર ગામોને ચીરીને નીકળતો આ રસ્તો જંગલ તરફ આગળ વધતો હતો. અહીં એક ગવર્મેન્ટ દ્વારા એક વિશાળ ઉદ્યાન વિકસાવવામાં આવેલો હતો. જેમાં વિવિધ વનસ્પતિ, બધા ફૂલ અને બધા વૃક્ષ પણ હતાં. દૂર - દૂરથી બધા અહીં આ ઉદ્યાન જોવા આવતાં. અપૂર્વ અને એનો મિત્ર ગૌરવ બંને મળીને આ ઉદ્યાનની નજીકમાં જગ્યા મળે તો થીમ પાર્ક બનાવવાનું વિચારતા હતાં. બંને મિત્રો વ્યવસાયમાં ખુબ આગળ પડતાં અને પૈસા કોઈ કમી નહોતી છતાં બંનેને થયું કે અહીં કંઈક એવું નવું કરીએ કે જેનાથી વધુ પૈસાની કમાણી થાય. 

 આ વાત જાણીને તરત જ સૌમ્યાએ સ્પષ્ટ ના જ કહી દીધેલી પણ એના પતિએ એની વાત ચલાવી નહીં અને એના મિત્ર ગૌરવે પણ એના મિત્રનો ટેકો આપતાં એની વાતમાં ટાપસી પુરી હતી. આખરે સૌમ્યાનું કાઈ ચાલ્યું નહીં. એને કોઈક અજાણ્યો ડર હતો અને એ અપુર્વને કહેવા માંગતી હતી પણ એ એની વાત સાંભળવા રાજી જ નહોતો.

" તું કેવી પત્ની છો.....! તારાથી તારા પતિની પ્રગતિ નથી જોઈ શકાતી. જો તારી ફ્રેન્ડ મંજરીને જોઈને તો કાંઈ શીખ. એ જો એના પતિને કેવો સહકાર આપે છે." 

 અપૂર્વના મોંઢે આવા શબ્દો સાંભળીને એને કંઈપણ કહેવું યોગ્ય લાગ્યું નહીં પણ એના ચહેરાના ભાવ જોઈને જ ખ્યાલ આવતો હતો કે આ વાતથી એ જરાય ખુશ નહોતી. હવે વળાંકવાળા ઊંચા - નીચા પણ ખાડા વગરના પાકા રસ્તા નજરે પડવા લાગ્યાં. એના પર ગાડી ફરીથી પુરઝડપે દોડવા માંડી. ત્યાં જ એક રીસોર્ટ પાસે આવીને અપૂર્વએ ગાડી સ્ટોપ કરી. ત્યાં જ એક વ્યક્તિ આવ્યો જે આદરપૂર્વક બધાને રિસોર્ટમાં લઈ ગયો. ત્યાં વિશાળ મહારાજા ચેર પર એક વ્યક્તિ બેઠેલો હતો. એ આ રીસોર્ટનો માલિક હોય એવું જણાતું હતું. ત્યાં ખાસુ કિંમતી વુડનનું ફર્નિચર અને શોપીસ સજાવેલા હતાં. 

"આ આપણાં વિસ્તારમાં ઉચ્ચ પ્રતિષ્ઠિત રાજકીય, સામાજિક મોભો અને દબદબો ધરાવતા સુખીરામજીના પિતરાઈભાઈ છે. આપણને અહીં આપણાં પ્રોજેકટ બાબતે આ જ મદદ કરવાના છે એટલે આપણે તો એમના આભારી જ રહેવાનું. " અપૂર્વએ હસતાં - હસતાં એ વ્યક્તિની ઓળખ આપતાં કહ્યું. ત્યારબાદ એ લોકો વચ્ચે આગળના પ્લાનિંગ વિશે વાતચીત શરૂ થઈ. 

મંજરી ધીમે અવાજે એની પાર્ટીની, સાડીની જેવી અન્ય વાતો કરી રહી હતી પણ સૌમ્યાનું ધ્યાન અપૂર્વ, ગૌરવ અને પેલાં વ્યક્તિની વાતોમાં હતું. એ લોકો જમીન બાબતે અને થીમ પાર્કના પ્લાનિંગ વિશે વાતો કરતાં હતાં. ત્યાં જ જે બહારથી આ લોકોને આદર પૂર્વક રીસોર્ટમાં લઈ આવ્યો હતો એ જ વ્યક્તિ ચા લઈને આવ્યો. 

 "આ શામજી કાકા છે અને આ જ મારા રિસોર્ટની કાળજી રાખે છે હું આવવાનો હોય એટલે જણાવી દઉં એ અને એમની પત્ની મારી સેવામાં હાજર રહે."

ચા અને વાતચિત પુરી થયાં બાદ ત્યાં આજુબાજુના વિસ્તારમાં ફરવાનું અને બધું જોવાનું નક્કી થયું. જેવા બહારની તરફ નીકળ્યા કે થોડાં આગળ પગપાળા જ જવાનું હતું. જંગલમાં ઠેર - ઠેર વિવિધ મોટા વિશાળ વૃક્ષ અને એ વૃક્ષો પર પણ વેલાઓએ આધિપત્ય જમાવ્યું હતું. 

વૃક્ષો પરથી પડેલાં પાન સૂકાઈ ગયાં હતાં માટે જેવા એના પર પગ પડતાં કે એનો અવાજ આવતો હતો. પક્ષીઓનો કલરવ કાને સંભળાતો હતો. આ જગ્યા ઘણાં અસંખ્ય પશુઓ અને પક્ષીઓનું નિવાસસ્થાન હતું. સૌમ્યા એમને ધ્યાનથી જોઈ રહી હતી. એનાથી રહેવાયું નહીં. 

"અપૂર્વ....! તને એમ નથી લાગતું કે આપણે હજી આ થીમપાર્કનો વિચાર માંડી વાળવો જોઈએ. મને એમ થાય છે કે ....."

"તને શું થાય છે એ મારે નથી જાણવું .... તું મારી વાત કાન ખોલીને સાંભળી લે. હું મારા નિર્ણયમાં અડગ છું." આટલું બોલી એ ગુસ્સાભેર આગળ ચાલવા માંડ્યો. 

"મંજરી... ! તું કેમ કાંઈ બોલતી નથી. તું સમજાવને કે આમ પક્ષી અને પ્રાણીઓનું નિવાસસ્થાન તો છે જ એ તો નોંધારા થશે જ અને પ્રકૃતિ માટે પણ યોગ્ય નથી તેં છતાં પેલી વાત યાદ કર, મારા દાદાજીવાળી જંગલના રખેવાળવાળી.... મેં તમને ત્રણેને જણાવ્યું હતું કે અહીં જ્યારે પણ કોઈએ કાંઈ કરવા વિચાર્યું છે ને ત્યારે - ત્યારે એને કોઈક નુકશાન જ થયું છે." ચહેરા પર ડરના ભાવ સાથે સૌમ્યા મંજરી તરફ જોઈ રહી. 

 "હું તારી વાત સમજુ છું પણ એ સાચું પણ કેમ માની લેવાય ....? સૌમ્યા....! એ તો બધી તારા ને મારા જેવાએ ઘડી નાંખેલી દંતકથાઓ જ હોય. સમજી.....!" આટલું કહી મંજરી પણ આગળ ગૌરવ તરફ ચાલવા માંડી. 

 સાંજ પડવા આવી ગઈ હતી. "ઘણું મોડું થઈ ગયું છે. ચલો..... આપણે અહીંથી નીકળીએ મને અહીં વધુ રોકાવવું યોગ્ય નથી લાગતું." 

 સૌમ્યાના મોંઢે આટલું સાંભળીને જ અપૂર્વ ગુસ્સામાં એની સામે જોઈ રહ્યો. 

 "અરે નહીં હમ..... આ વાતમાં હું સહમત છું." મંજરી બોલી. એ લોકો ત્યાંથી પાછા વળ્યાં અને આગળ થોડું ચાલ્યાં પણ રસ્તો ભૂલાઈ ગયો હતો. એ ચારે થોડાં આગળ ચાલીને આમતેમ જોવા લાગ્યાં અને ત્યાં હવે સાંજનો સમય અને અંધારું થવાની તૈયારીમાં હતું એટલે સૌમ્યા અને મંજરીનો ડર વધ્યો બીજી તરફ ગૌરવ અને અપૂર્વ પણ બેબાકળા બની આ નિર્જન જંગલમાં આમતેમ ફાંફાં મારતાં રસ્તો શોધી રહ્યાં હતાં. ત્યાં જ એક જુનાં સુકાયેલાં ઝાડનું થડ એ લોકો સામે જ પડ્યું. સૌમ્યા અને મંજરીથી મોટેથી બૂમ પડાઈ ગઈ. હવે લગભગ અંધારું જ થઈ ગયું રસ્તો ચોખ્ખો દેખાતો નહોતો અને વિશાળ વૃક્ષના ઘેરાવાના કારણે વધુ બિહામણું લાગતું હતું. એક ઝાડ પર વાગોળ અસંખ્ય સંખ્યામાં વાગોળ લટકી રહી હતી. બિહામણા અવાજ આવતાં હતાં. એમાંય સૌમ્યાના દાદાની વાત યાદ આવતા એ તો વધુ ડરેલી હતી એણે જોરથી મંજરીનો હાથ પકડી રાખ્યો હતો. ત્યાં જ પાછળથી સૂકા પાન પર કોઈ ચાલ્યું આવતું હોય એમ લાગ્યું અને લઘરવઘર એક વ્યક્તિ હાથમાં ફાનસ અને લાકડી સાથે ત્યાં આવી પહોંચ્યો. એને માથામાં ઘા થેયેલો હતો. એને જોઈને તો સૌમ્યાને કપાળે પરસેવો વળી ગયો અને એ તો કાંઈ બોલી શકે એવી હાલતમાં જ નહોતી. અપૂર્વએ એને સંભાળવાનો પ્રયત્ન કર્યો. 

"ક્યાં જવું....? આટલાં મોડા સુધી અહીં શા માટે રોકાવું પડ્યું...?" અજાણ્યા વ્યક્તિએ પૂછ્યું. 

"અમે તો એમ જ આ રિસોર્ટ સુધી આવ્યા હતાં તો આ તરફ ફરવા ..... આંટો મારવા આવ્યા પણ રસ્તો ભૂલી ગયાં." ગૌરવે જવાબ આપ્યો.

"હા.... તો બરાબર બાકી અહીંની સુંદરતા અને સ્થળ જોઈને ઘણાં ઘણું લાંબુ વિચારી લેતાં હોય છે પણ એમના એ ઈરાદા...." 

" શું....? " અપૂર્વ બોલ્યો. 

"કાંઈ નહીં ચાલો તમને બહારનો રસ્તો બતાવી દઉં." કહેતા એ આગળ ચાલવા લાગ્યો. 

"તમે અહીં શું કરો...? અને કંઈ રીતે આવ્યા....?" અપૂર્વએ અજાણ્યા વ્યક્તિને પૂછ્યું. 

"હું તો આ જંગલનો રખેવાળ છું. અહીં જ ફરતો હોવ આ પશુ - પક્ષીઓ તો મારા પોતાના છે બીજું કોણ છે જ મારું....!" એ વ્યક્તિ અદબથી બોલ્યો. એના અવાજમાં એક પ્રભાવ હતો. 

 "એ તો સારું કે તમારી સાથે કાઈ અઘટિત નથી ઘટ્યું બાકી તો અહીં....." એટલું બોલી એ અટકી ગયો. 

"કેમ....! એવું તે શું છે અહીં....?" મંજરી બોલી. 

 "જે આ જંગલને નુકશાન પહોંચે એવું કરવા માંગે કે પશુ - પક્ષીઓનો આશ્રય છીનવાઈ, વૃક્ષનો નાશ થાય કે, આ સુંદર - રમણીય અને સ્વચ્છ સ્થળને ગંદકીથી ખદબદતું કરવા માંગે એ હેમખેમ ક્યારેય ન પહોંચે. 

 "હવે એ બધું જાણવું રહેવા દો જાઓ આ રસ્તે આગળ ત્યાં જ રિસોર્ટ છે. જાઓ... અને મારી વાત તમે સારી પેઠે સમજી ગયાં હશો એવું માનું છું." આટલું બોલીને એ જંગલ તરફ પાછો ફર્યો. 

 આ તરફ આ ચારે થોડીવાર સુધી એને જતો જોઈ રહ્યાં. ત્યારબાદ રિસોર્ટ પહોંચ્યા. "સાહેબ...! તમે તો ઘણું મોડું કર્યું મને તો ચિંતા થતી હતી. મારા મોટા સાહેબ તો તમે બધા ગયાં તરત જ અહીંથી નીકળી ગયાં હતાં એ જાય એટલે હું પણ ઘરે જતો રહું પણ આ તમે હજી આવ્યા નહીં એટલે ચિંતામાં હું રોકાઈ ગયો. તમે બેસો હું ચા લઈ આવું." આટલું બોલીને એ કાકા રસોડા તરફ વળ્યાં. 

"શામજી કાકા અમે તો રસ્તો ભૂલી ગયેલાં એ તો ભલું થાય પેલાં ભલા માણસનું કે અમને આવીને રસ્તો સૂઝાડ્યો." મંજરી બોલી. 

 "અરે.... કોણ હતો એ મદદ કરવાવાળો ....! એ જ હાથમાં ફાનસ, કપાળમાં ઘા અને લઘરવઘર ગંદા કપડાંવાળો....!" આશ્ચર્ય સાથે એ લોકો સામે જોતા શામજી કાકાએ પૂછ્યું. 

 આટલું સાંભળીને સૌમ્યા હેબતાઈ ગઈ અને ધ્રુજવા લાગી. "હા..... એ જ તો..... એણે..... એ....ણે તો અમ...ને રસ્તો દેખાડ્યો પણ તમને એના વિશે કેમ કરી જાણ થઈ...?" મંજરી આતુરતાથી બોલી. 

 એ જાણ તો હોય જ ને .... એ તમને એકલાંને નહીં ઘણાંને આમ જ મદદ કરે રસ્તો ભૂલેલાને અને એ પણ હમણાંથી નહીં વર્ષોથી.... કરે.... એ તો જંગલનો સાચો રખેવાળ છે. એવું કહેવાય છે કે એને બાળકો નોહતાં. અને અને એની પત્નીને પક્ષીઓ તરફ ખુબ લગાવ હતો અને કદાચ એટલે જ એની પત્નીના મૃત્યુ બાદ એણે પોતાનું જીવન આ જંગલમાં પશુ - પક્ષીઓ સાથે જ વ્યતિત કરી દીધું હતું. આટલું બોલી શામજી કાકા હસતાં - હસતાં ચાલ્યાં ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational