PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

દાસી જીવણ : જીવન ઝરમર

દાસી જીવણ : જીવન ઝરમર

5 mins
385


સંતને સંતપણા રે નથી મફતમાં મળતા ....

સંત દાસી જીવણ (ગુરુ ભીમ સાહેબ)

''  મોરલો ગગન મંડળ ઘર આવ્યો ''

        દાસી જીવણ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના વતની હતા. તેઓ ચમાર જ્ઞાતિના હતા. અને દાફડા અટક હતી તેમના પિતાશ્રીનું નામ જગાભાઈ હતું અને માતુશ્રી નું નામ સામબાઈ હતું. તેમના ગુરુ ભીમ સાહેબ હતા.             

દાસી જીવણ બાલ્યા અવસ્થાથી સત્ય ના ખોજી હતા. જેથી ૧૮ ગુરુ ધારણ કરેલ પોતાના જલ્દી સત્ય માની લેવું નહોતું પૂરો અનુભવ જોઈતો હતો . કિંમત પુરી ચૂકવવા તૈયાર હતા જેથી ઘણા ગુરુઓ પાસે પુરી પ્યાસ લીધી પરંતુ ૧૭ ગુરુ સુધીતો તૈયાર હતા. બધી જ્ઞાન ચર્ચા બૌધક  અને પરમ પરંપરાગત હતી ખુદ ગુરુઓ માયા ચક્કરમાં બંધાયેલ હતા એ જીવણ સાહેબ ક્યાં છોડાવે ? મુક્તિ ની વાતો કરતા પણ મુક્તિ જીવનમાં ફલીત થયેલ ન હતી. કોઈપાટ ભરી તો કોઈ ગુરુ ગાદી ભરી સમજાવતા તેમના જીવનમાંથી હીનતા ગયેલ ન હતી. કબીર સાહેબ એક સાખીમાં જણાવે છે કે"સાધુ ભુખ્યા ભાવ કા ધન કા ભુખ્યા નાહી જો ધન કા ફિરે સો સાધુ નાહિ"આવા ધનના ભૂખ્યા ગુરુ પાસે ફરી ફરીને પોતે થાકી ગયા હતા. દરમિયાન જીવણ સાહેબ ને એક ભાવના ભુખ્યા સતગુરુ નો જામનગર ચમાર વાશ માં ભીમ સાહેબ નો ભેટો થયો જેના દર્શન થતાં જેની ખોજ કરતા હતા એવા સમર્થ ગુરુ મળી ગયા પ્રથમ મુલાકાતે ભીમ સાહેબ ના પ્રેમમાં આનંદ થયેલ પ્રેમ પૂર્ણ નજરથી જાણે ભીમ સાહેબ એ જીવનને દીક્ષા આપી દીધી ભીમ સાહેબ ના સત્સંગથી સત્યની પ્રથમ ઝલક મળી આ પછી સદગુરુ ભીમ સાહેબ ને પત્ર લખીને પૂછે છે

સેજે સાયાજી મારુ દલડુ ના માને દુબ જાળુ

કહોને ગુરુજી મારુ મનડુ માને મમતાળુ

જેના જવાબમાં ભીમ સાહેબ કહે છે

જીવણ જીવને જ્યાં રાખીએ

વાગે અનહદ તુરા રે જીલમીલ જયો તું ઝળહળે વર્ષે નિર્મલ નુરા રે

ત્યારબાદની પહેલી વાણીમાં અજવાળું રે મારે અજવાળું અને કહે છે જ્ઞાનરૂપી અંધકાર તમારો સંગ થવાથી દૂર થતા આત્મજ્ઞાન રૂપી અજવાળુ થઈ ગયું છે પૂર્વનું સ્મરણ થતાં કહે છે મજરો મારો માની લ્યો હું નોકર તારા નામની ઓ‌ળૅ ‌‍‍ ઉગારી લેજો ગવાલન ગોકુળ ગામની સંત ઉધારણ શામળા વાલા કર જોડી કહું કામની

રાધા રૂપ પ્રગટ થતા જીવણદાસ નહિ પણ દાસી જીવણ નામ ધારણ કર્યું ખરેખર તો જીવણ સાહેબ માં રાધા અને મીરા નું એક સાથે અવતરણ થયેલ છે જાણે પૂર્વમાં દાસી મીરાએ રાજપુત હોવા છતાં ચમાર જ્ઞાતિ માં જન્મી ગુરુ રોહિદાસના પ્રભુ પ્રેમમાં એટલી હદે પાગલ થઈ ગઈ જેથી ચમાર કુળમાં પોતે દાસી જીવણ તરીકે પ્રગટ થયેલ હોય તેવી કલ્પના થાય જ્યારે ભીમ સાહેબ જાણે રોહીદાસ રૂપ હોય એવું જણાય

ગુરુ રામાનંદના મુખ્ય શિષ્યોમાં કબીર સાહેબ તથા સંત રોહીદાસ આ બંનેની ભક્તિ ધારા માં જે નાચતા ગીત ગાતા બે પુષ્પો પ્રગટ થયા જેમાં સંત રોહિદાસની શિષ્ય મીરા અને ભીમ સાહેબ ના શિષ્ય દાસી જીવણનો જગતમાં જીવણનો જગતમાં જોટો નથી રોહીદાસ ની ધારામાં મીરાબાઈ ભક્તિનું માન સરોવર છે જ્યારે કબીર સાહેબની ધારામાં ભીમ સાહેબ ના દાસી જીવણ પ્રેમલક્ષણા ભક્તિનું ગૌરીશંકર શિખર છે ઘણી દંતકથા જીવણ સાહેબની આસપાસ રચાયેલ છે જીવણ સાહેબ પાસે ભજન કિર્તનનો ખજાનો છે 

હાલો મારા હરિજન ની હાટડીયે હાટડીએ રે મને વૈરાગ લાગ્યો ગુરુજી ની વાત ડીયે

હિરલા ની વણજુ કરોને વેપારી રે

ખોટ નહીં આવે તમારી ગોઠડીયે

હાલો મારા હરિજનની હાટડીયે

જીવણ સાહેબની હરિના જન તરીકે જે સદગુરુની હાટડીએ થી હીરાની જાતો ખરીદવી હોય તો તેઓ કહે છે

આ માલ ને તમે રેઢો ન જાણતા એની વાહે છે લોઢીયુ વારુ અને બીજી કડી માં કહે છે

સોંઘો જાણીને તમે સાટું, ન કરતા વસ્તુ લેજો વિચારી

ધ્યાનની ભલામણ કરતા જીવણ સાહેબ કહે છે

( ૧ ) લે જોગેશ્વર લે રે ગગનમાં ધ્યાન ધરી લે તું

( ૨ ) શાને માટે ભજતો નથી સહેજે સીતારામ આરે કાયા માં શું છે હાડકાને ચામ તેમાં શું તું મોહી રિયો વીખીયાનુ ઠામ

( ૩ ) સમજ સમજ મન સોઈ નરઘેલા આવ્યો વાયદો અડેકડે

( ૪) દો દિન જીવન સારુ મરી જવું મકર જીવ તારું મારું

(૫) મતિ મુંઝાણી કેમ તારી એવો વણજે આવ્યો વેપારી રે

( ૬) તમે છોડી દિયો અભિમાન રે નથી જગતમાં કોઈ રહેવાના

 (. ૭) સંત બોલાવે ત્યાં ચાલતો નથી કહેછે કામ છે

માર પડે ત્યારે મોર ચાલે વેઠેભારરે

પ્રભુને પ્રાર્થના કરતા કહે છે

(.  ૧) મારે મોલે આજ તો તમે આવો ને મીઠુડા માવા

 (. ૨) વાલા વિના મંદિર ખાવા ધાય ધોખા કોના ધરીયે રે 

(. ૩) મજરો મારો માની લ્યો હું નોકર તારા નામની

(૪) મેં પણ દાસી રે તોરી દાસી હે પિયા તમારા ચરણ કી

સતત નામનો ડંકો વાગ્યા પછી આ ગગનમાંથી આનંદ ની લહેર આવે છે તે અંગે જણાવતા કહે છે

આ જો ગગનથી લહેરૂ આવેઝરઝર નૈણા અમર જરે

ઝીણા ઝીણા મોતીડા વરસે ધ્યાન સમાધિ મારા સંત ઘરે

આવી ધ્યાન સમાધિ કેવી રીતે લાગી એ ઘટના જણાવતા કહે છે

(. ૧) પ્યાલો મેં પીધેલ છે ભરપૂર દયા કરીને પ્રેમ એ પાયો

નૈનુમે આયા નૂર પ્યાલો પીધેલ છે ભરપૂર

(. ૨) દેખંદા કોઈ આ દિલમાં ય નિરખંદારે કોઈ આ દલ માય

ઝણણણ. ઝણણણ ઝણ ઝાલર વાગે

પ્રેમનો પ્યાલો ભીમ સાહેબે પિવડાયો જેથી ગુરુ ઉપકાર યાદ કરતા કહે છે

(. ૧) ગુરુની સેવા એ અભેપદ પાખીયે ગુરુ સેવા વર્ણવી ન જાય

અનંત અનંત મહિમા ગુરુજી તણો સતગુરુ સમરે કાજલ સઈ થાય

પોતાનો સંગ કરનાર સંત પ્રેમસાગર ( કોટડા સાંગાણી) તથા દાસ અરજણ(. ગામ ભાદરા તાલુકો ગોંડલ) આ બંને ની જ્યોતિ ઓ પ્રગટાવી અને સવંત ૧૮૮૧ આસો વદ અમાસના દિવસે ઘોઘાવદર માં ૭૫ વર્ષનું આયુષ્ય ભોગવી સૌ સાધુ સંતોને આમંત્રણ આપી બોલાવીને સમાધિ થતાં પહેલા અંતિમ ભજન ગાયેલ

જે ટૂંકમાં આ મુજબ છે

હાટડીયે કેમ રહેવાશે ભાઈ મારા રામની રજા નહીં

બેસવા સારૂ હાટડી કીધી હાટડીખડી થઈ

તેડા આવ્યા શ્રીરામના ત્યારે હાટડી પડી રઈ

અંતમાં પ્રેમવશ થ ઇ હાજર સૌને વિનંતી કરી બોલ્યા

ધર્મના કામમાં ઢીલ ન કરવી વેળા જશે વ ઈ

દાસી જીવણ સત ભીમનાં પ્રતાપે નામની નોબત થઈ

જીવણ સાહેબની સુંદર વાણી ટૂંકમાં છે

કોઈ રૂપ રંગ છે ન્યારા ઉસમે ક્યાં જાને સંસારા

ઓહગનિ ઉપર. નીરખો. 12 આગળ બારા

મતિ મૂર્તિ. નેણે નીરખો નિજ નામ હૈ ન્યારા

ચૌદ લોક તો. ઉનકા ચાકર સદગુરુ હૈ સરદારા

દાસી જીવણ. ઉન ઘર પહોંચ્યા. દેહી બહારદિદારા

સંસારમાં કોણ નાના ને કોણ મોટા

જગ્યા વિના ખાસો જમના સોટા

અરેનેણુમા. મોહ નીદરા ઘણેરી સેજ પલંગ પર સુતા

ગુરુ ભીમ પ્રતાપે જીવણ બોલ્યા જાણે જગતમાં 

જનમયા. નોતા

જીવણ સાહેબ એટલે જીવનની જ્યોત

જીવણ સાહેબ ને મારા કોટી કોટી વંદન.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational