PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

ચંદુની મા જગરાની દેવી

ચંદુની મા જગરાની દેવી

2 mins
158


અરે ડોસી, તું અંહી ન આવતી. તારો છોકરો તો ચોર-લુંટારુ હતો એટલે અંગ્રેજોએ તેને મારી નાંખ્યો. જંગલમાં લાકડાં વીણી રહેલી મેલાઘેલા કપડાં પહેરેલી એક બુજુર્ગ મહીલાને ત્યાં ઉભેલા કેટલાક લોકોએ તેને અપમાનિત કરતાં કહ્યું.

નહીં મારા ચંદુએ તો દેશની આઝાદી માટે કુરબાની આપી છે. બુજુર્ગ મહીલાએ ગર્વથી કહ્યું. 

એ બુજુર્ગ મહીલાનુ નામ હતું જગરાની દેવી અને તેમણે પાંચ છોકરાઓને જન્મ આપ્યો હતો. જેમાં સૌથી નાનો પુત્ર થોડાક દિવસો પહેલાં જ દેશની આઝાદીની લડત માટે શહીદ થયો હતો. તેની મા પોતાના સૌથી નાના અને લાડકવાયા પુત્ર ને પ્રેમથી ચંદુ કહેતી હતી પણ દુનિયા એને આઝાદ..... જી હા !  ચંદ્રશેખર આઝાદના નામે ઓળખતી હતી. 

હિંદુસ્તાન આઝાદ થઈ ગયું હતું. આઝાદના મિત્ર સદાશિવ રાવ એક દિવસ આઝાદના માતાપિતાને શોધતા તેના ગામમાં પહોંચી ગયાં. 

આઝાદી તો મળી ગઈ હતી પરંતુ ચંદ્રશેખર આઝાદના બલિદાનના થોડા સમય પછી તેમના પિતાજીનું મૃત્યુ થયું હતું. આઝાદના ભાઈનું મૃત્યુ તેના પહેલાં જ થઈ ગયું હતું. 

 અત્યંત કારમી દારુણ ગરીબીમાં પિતાના મૃત્યુ પછી આઝાદની નિર્ધન નિરાશ્રિત માતા વૃદ્ધાવસ્થામાં પણ કોઈની સામે હાથ ફેલાવવાનો બદલે જંગલમાં જઈને લાકડાં અને છાણા વીણીને લાવતા હતાં. લાકડીઓ અને છાણાં વેચીને જેમતેમ કરીને પોતાના પેટનો ખાડો પુરતાં હતાં. પરંતુ વૃદ્ધાવસ્થા હોવાથી એટલું પણ નહોતા કરી શકતા કે બે ટંક ભરપેટ ખાઈ શકે. કેમકે દાળ, ચોખા અને ઘઉં ખરીદવાના પૈસા કમાવા માટેનું શારીરિક શકિત તેમનામાં રહી નહોતી. 

  આઝાદ ભારતની બાગડોર સંભાળનારા અને ભારતના દરેક નાગરિકો માટે શર્મસાર વાત તો એ કહેવાય કે આઝાદી મેળવ્યાના બે વર્ષ {૧૯૪૯ } પછી પણ તેમની આ જ સ્થિતિ ચાલું રહી. ચંદ્રશેખર આઝાદને આપેલું વચન પાળવા માટે સદાશિવ રાવ તેમની માતાને આઝાદના નામની આણ આપીને તેમને ઝાંસી લઈ આવ્યા હતાં. કેમકે ત્યારે તેમની પોતાની પરિસ્થિતિ પણ અત્યંત ખરાબ હતી. ભારત દેશ માટે એ ખુબ જ શરમજનક વાત હતી કે એક નહીં પણ હજારો સેંકડો શહીદ ક્રાંતિકારીઓના જીવન નિર્વાહની પરિસ્થિતિ લગભગ આવી જ હતી. કેમકે આઝાદી પહેલાં અંગ્રેજોએ તેમનું બધું જ જપ્ત કરી લીધું હતું. આઝાદી પછી આપણા દેશની ધુરા સંભાળનારા લોકોએ તેમના પ્રત્યે દુર્લક્ષ સેવ્યું. પરિવારમાં કમાનાર હોનહાર યુવાનો તો આઝાદી માટે બલિ ચડી ગયા હતા. તો જીવન નિર્વાહ કેવી રીતે કરવો ?

 આખરે સદાશિવ રાવે આઝાદના જ એક મિત્ર ભગવાન દાસમાહૌર ના ઘરે તેમના માતાની રહેવાની વ્યવસ્થા કરી. સદાશિવ રાવે તેમના માતા સમાન આઝાદના માતાની સેવા કરી અને અંતિમ સંસ્કાર પણ સ્વયં પોતાના હાથે કર્યો હતો. દેશ માટે બલિદાન અર્પણ કરવાવાળા લગભગ ઘણાખરા ક્રાંતિકારીઓના પરિવારોની આવીજ ગાથા છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational