Jagruti Pandya

Comedy

4.0  

Jagruti Pandya

Comedy

ચંદુની બોલબાલા

ચંદુની બોલબાલા

3 mins
184


આજે અમારા ઘરે પપ્પાના મરણ પ્રસંગ નિમિત્તે જમણવાર રાખેલ હતો. શનિવાર હોવાથી મોટા ભાઈ ભાભી શાળામાં ગયા હતા. પ્રસંગ નિમિત્તે ત્યાં વાડી પર સવારથી જ એક મજુર નામે ચંદુ રાખેલો. વાડીમાં સાફ સફાઈ કરવી, પાણી ભરવું, ખુરશીઓ ગોઠવવી, તથા અન્ય કામ હોઈ, ચંદુ સવારથી જ કામમાં વ્યસ્ત.

ચંદુ ખૂબ જ મહેનતુ. એને કામ સોંપીએ એટલે કામ પાર પડે જ. આખો દિવસ કામ કરે પણ આરામની વાત નહીં, છતાં પણ સાંજ સુધીમાં એટલો જ ફ્રેશ. તેનાં ચહેરા પર કદી થાક જોવા મળે જ નહીં. હંમેશા હસતો ચહેરો. 

પણ, ચંદુને મોબાઇલ ન આવડે !

ચંદુ પાસે મોબાઈલ ખરો. કીપેડ મોબાઈલ. પણ તેને ફોન કરતાં ન આવડે. 

ચંદુ તો સવારે વાડીએ ગયો. ઘણો સમય વીત્યો. આવ્યો જ નહીં. મારી મમ્મીને ચિંતા થઈ. ભાવેશને ચંદુનો સંપર્ક કરવા કહ્યું. ભાવેશ ચંદુને લઈને ઘરે આવ્યો. ચંદુએ માંડીને વાત કરી કે, વાડીમાં ટાંકીમાં પાણી ભરાતું નથી. પ્લંબરને બોલાવવો પડશે. ભાવેશ ચંદુની પૂરી વાત જાણ્યા પછી બોલ્યો, ' હું પ્લંબરને વાડીએ મોકલું છું. તું ત્યાં જા અને પ્લંબર આવે એટલે મને કૉલ કર. ' બિચારો ચંદુ ! દયામણું મોં કરીને ભાવેશને કહે :" સાહેબ હું ફોન નહીં કરું, તમે મારો નંબર લો અને મને ફોન કરજો." ભાવેશે પૂછયું, કેમ ? ચંદુએ જવાબ આપ્યો : " સાહેબ મને ફોન જોડતાં 'થી આવડતો !" 

 આમ, ભાવેશે ચંદુનો નંબર લીઘો. મારી મમ્મી થોડી થોડી વારે ભાવેશને યાદ દેવડાવે. " ભાવેશ ચંદુને ફોન કર, પ્લમ્બર આવ્યો ? કામ કેટલે આવ્યું ? પાણી ભરાયુ ? સફાઈ થઈ ગઈ ?" આવા વારંવારના ફોન ચંદુને કરવાં પડતાં. અંતે પ્લાંબરને રૂપિયા ચૂકવ્યા ? એ બાબતે પણ કૉલ ! અરે, આજે તો આખો દિવસ ચંદુ જ ચંદુ. બપોરે ચંદુ બાંઠીવાડા શાળામાં બાળકોને આજનાં દિવસે તિથિ ભોજન આપ્યું ત્યાં પણ કામે ગયો હતો. ત્યાંથી આવ્યા બાદ રૂપલે ચા બનાવી આપી. ચા પીને તરત જ પાછો વાડીએ. આ બાજુ ફરી પછી ચંદુની બોલબાલા શરૂ ! સાંજ થવા આવી હતી. ધીરે ધીરે મહેમાનો પણ વધતાં ગયાં. બધાં જ ચંદુના નામથી પરિચીત થઈ ગયા. સાંજે પાછી મમ્મી ફરી ચંદુના નામની માળા રટવા લાગી.

 "હજુ ચંદુ ના આવ્યો. 

ક્યાં ગયો હશે ! 

ક્યારે આવશે ! 

વાડીએ જવાનું ચંદુને મોડું થશે. "

એટલામાં રૂપલ આવી કહેવા લાગી, " ચંદુ તો ક્યારનોય ચા પીને વાડીએ જવા નીકળી ગયો છે. " હાસ્યનું મોજું ફરી વળ્યુ.

હવે તો બધાં જ ચંદુને નામથી પરિચીત થઈ ગયા. રાતે બધાં વાડીએ જમવા ગયા. ચંદુની આખા દિવસની મહામહેનતને પરિણામે ખૂબ જ સફળતાપૂર્વક વાડીનું તમામ કામ પૂર્ણ થયું. છેલ્લે વાસણ સફાઈ અને ખુરશીઓ ગોઠવતી વખતે, ફરી પાછી મમ્મીની બૂમ !

ઓ, ચંદુ !

બધાનું જ ધ્યાન ચંદુને જોવામાં. ચંદુ તો બા ની એક જ બૂમે હાજર. બધાં જ હસી પડ્યા. ચંદુ પણ. અંતે આજનાં આ યાદગાર દિવસને સફળ બનાવનાર અને આજનાં દિવસે મમ્મીએ સૌથી જેનું વધારે વાખત રટણ કર્યું, તે ચંદુનો ફોટો લેવો સૌને જરૂરી લાગતાં ચંદુનો ફોટો લીધો. ફોટો લેતી વખતે ચંદુ એકદમ અક્કડ થઈને તૈયાર. તે જોઈને ભાવેશને પણ ચંદુ સાથે ફોટો લેવાનું મન થયું. ભાવેશ કહે, મારી સાથે ફોટો લે તો યાદગીરી રહે !

આમ, આજનો દિવસ ચંદુ સાથે આનંદમય પસાર થયો. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy