Rahul Makwana

Inspirational

2  

Rahul Makwana

Inspirational

ચંદ્રયાન

ચંદ્રયાન

2 mins
348


મિત્રો, સૌ પ્રથમ તો એ જ વાત ગર્વ લેવા જેવી છે કે આપણો દેશ ભારત છે, અને આપણે બધાં ભારતીય છીએ.


સાહેબ મને એક ભારતીય હોવાને નાતે ખૂબ જ ગર્વ છે, પરંતુ હું અહી એક એવી ઘટના વર્ણવવા માંગુ છું કે જ્યારે મને ભારતીય હોવા પર ગર્વની લાગણી થઈ હતી.


એ દિવસ હતો 22 જુલાઈ 2019 કે જે દિવસે ઇસરોએ ચંદ્રયાન - 2 સફળતાપૂર્વક લોન્ચ કરેલ હતું. આ મિશન સાથે ઇસરોના દરેક વૈજ્ઞાનિક ઉપરાંત દરેક ભારતીયનાં સપના જોડાયેલ હતાં. ચંદ્રયાન - 2 સફળતાપૂર્વક લોન્ચ પણ થઈ ગયું. જેના ઓપરેશન હેડ કે. શિવન હતાં કે જેણે આ સપનું સાકાર કરવાં માટે દિવસ રાત જોયા વગર મહેનત કરેલ હતી...!


આ ચંદ્રયાન - 2 નાં મુખ્ય ભાગોમાં ઓરબીટ અને વિક્રમ લેન્ડરનો સમાવેશ કરવામા આવેલ હતો. જે દિવસે આ ચંદ્રયાન લોન્ચ કરવામાં આવ્યું તે દિવસે દરેક ભારતીય નાગરિક પોતાના ટી.વી સામે ગોઠવાઈ ગયાં હતાં, ખુદ આપણાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ઇસરોના કેન્દ્ર પર બેસીને આ મિશન પોતાની નરી આંખે નિહાળી રહ્યાં હતાં.


આ મિશન સાથે ઘણાબધાં સપનાઓ જોડાયેલા હતાં, પણ કમનસીબે આ ઓપરેશન કે મિશનમાં ભારતને અસફળતાનો સામનો કરવાની નોબત આવી...! પરંતુ આ સમયે નરેન્દ્ર મોદીએ મિશન ચંદ્રયાન - 2 ના હેડ સાઈન્ટીશ કે.શિવનને ગળે વળગાવીને આશ્વાસન કે દિલાસો આપ્યો હતો. માત્ર આપણાં દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ નહી પરંતુ આખો દેશ, દેશમાં રહેતા દરેક નાગરિક કે ભારતીય ઇશરોની સાથે જ ઉભા હતાં, ભલે મિશનમાં સફળતા ન મળી.પરંતુ ભારત દેશે માત્ર એક જ પ્રયત્નમાં જે સફળતા મેળવી હતી તે કાબેલીતારીફ હતી. જ્યારે અમુક દેશોએ એ ચાર પાંચ પ્રયત્નો કર્યા ત્યારે ભારત જેટલી સફળતા મળી હતી...!


આમ જ્યારે ઈસરોને એક નિષ્ફળતા મળવા છતાંય સમગ્ર દેશ તેમની સાથે તેમને હિંમત અને આશ્વાસન આપવાં માટે ખડેપગે ઉભો રહયો હતો ત્યારે મને ખરેખર એક ભારતીય હોવાને નાતે મારી જાત પર ગર્વ કે માનની લાગણીઓ થઈ આવી હતી.....!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational