ચંદ્રનો પ્રકાશ
ચંદ્રનો પ્રકાશ
એક સૂનગઢ નામનું ગામ હતું તે ગામમાં વીજળી ન હતી. આથી બધા લોકો આ સમસ્યા થઈ પરેશાન હતા. લોકો સૂર્ય આથમતા પહેલા જ ખાઈ લેતા.
તે ગામમાં વિનુ નામનો એક વ્યક્તિ પોતાની માં શારદા અને પોતાની પત્ની સવીતા સાથે રહેતો હતો તે એક ખેડૂત હતો જેથી તેને ખેતરથી આવતા સાંજ થઈ જાય. તેથી તેને ખાવાની સમસ્યા ઊભી થતી. આથી તે શાંતિથી પણ ખાવા ન ખઈ શકતો. તેથી તેની પત્ની ખુબ જ દુઃખી થતી.
એકવારની વાત છે વિનુ ને આવતા અડધી રાત થઈ ગઈ. તેથી તે અંધારામાં જ આવવું પડ્યું. તે દિવસ પૂર્ણિમા હતી તેથી તેને દરરોજની જેમ ન આવવું પડ્યું. આ વીજળીથી ગામનો સરપંચ પણ દ્વિધામાં મુકાયો હતો. લોકો દરરોજ સરપંચ પાસે આવે પણ તેનો હલ ના શોધી શકે, એકવાર વિનુ ના સપનામાં એક પરી આવી અને કહ્યું "વિનુ, હું જાણું છું કે તમારા ગામમાં વીજળીની સમસ્યા છે તેથી હું તારા સપનામાં આવી છું. તમારા ગામમાં જે નદી છે તે નદીની બાજુમાં એક વાય આકારનો વૃક્ષ છે તેની નીચે એક ખાડો ખોડીને જે બોક્સ મળે તેને બહાર નિકાલીને તેની ડાબી બાજુની સાઈડમાં કમળ જેવી આકૃતિનું ચિત્ર હશે તે કમળની આકૃતિ પર ગામમાં આવેલી નદીનું કમળનું ફૂલ લઈ તે આકૃતિ પર મૂકતા જ તે બોક્સ ખુલી જશે અને તે બોક્સમાં હજી એક બોક્સ હશે તે બોક્સ ને ખોલવા એક સજ્જન માણસના સ્પર્શથી તે બોક્સ ખૂલશે. તે બોક્સમાં એક અરીસો હશે તે અરીસા પર ચંદ્રનો પ્રકાશ પડતા જ તે અરીસા પર ચમક થઈ ને સામે એક ઘર પર પડશે તે ઘર, જે માણસે બોક્સ ખુલ્યું હશે તેનું ઘર હશે. તે ઘર પર ચમક પડતા જ તે ઘરની બાજુમાં એક વીજળીની ફેક્ટરી બની જશે. અને તમારા ગામમાં વીજળી આવી જશે. ત્યાં તો વિનુની પત્ની આવી અને કહ્યું "સરપંચ જી તમને બોલાવે છે. ત્યાં તો અચાનક વિનુની આંખ ખુલી.
વિનુ એ સરપંચ ને બધી વાત કરી. સરપંચે વિનુની વાત માનીને નદીના બાજુમા વાય આકારના વૃક્ષની નીચે ખાડુ ખોદીને તેમાંથી બોક્સ નીકળ્યો તે બોક્સ ની અંદર બીજો બોક્સ નીકળ્યું. તે બોક્સ માં અરીસો નીકળ્યું. તે અરીસા ને ચાંદની રાતમાં વિનુ ના ઘર પર ચમક પડતા જ તે ઘરની બાજુમાં એક વીજળીની ફેક્ટરી આવી ગઈ અને તે ફેક્ટરીનો માલિક વિનુ બન્યો. હવે વિનુ પાસે વીજળી, પૈસા, અને ઈજ્જત પણ થઈ ગઈ. હવે તે ગામમાં વીજળીની કોઈ કમી નથી.
