પૈસા છે પણ સુખ નહીં
પૈસા છે પણ સુખ નહીં
એક રાજા હતો અને તે તેના સિપાઈઓને કહે છે કે જે વ્યક્તિ પાસે સુખ હોય તે સુખી રહી શકે. તેના જીવનમાં તેવા વ્યક્તિનું શર્ટ ( ખમીશ) મને લાવી આપો. સિપાઈઓ તેવા વ્યક્તિની શોધમાં નીકળે છે. આખો દિવસ ફરે છે પરંતુ તેમને ક્યાંય એવો વ્યક્તિ જોવા મળતો નથી. સિપાઈઓ એક જગ્યાએ બેઠા બેઠા ચા પી રહ્યા હોય છે એક સિપાઈએ એક વ્યક્તિને પૂછ્યું કેમ છો ? તો પાછળથી અવાજ આવ્યો સુખમાં છું સિપાઈઓ ખુશીથી પાછળ જુએ છે તો એક ગાડું ચલાવનાર વ્યક્તિ દેખાય છે. તેના પાસે જઈ ભાઈએ કહ્યું કેમ છો ? સુખમાં છું -ફરીથી તેને ઉત્તર આપ્યો. આ ઉત્તર સાંભળતા જ સિપાહી બોલ્યો તેમ ખરેખર સુખી છો તો ગાડાવાળા એ કહ્યુ: હા ત્યારે સિપાઈએ કહ્યું તમારું ખમીશ અમને આપી દો. તેના બદલે તમે માંગશો એ અમારા રાજન આપશે ત્યારે તે ગાડા વાળો કહે છે કે મારી જોડે કોઈ ખમીશ નથી. હું ખમીશ પહેરતો પણ નથી. તેમ કહી ગાડા વાળો સુઈ ગયો. અને સિપાઈઓએ રાજનને કહ્યું કે એક વ્યક્તિ છે જે સુખી છે પરંતુ તેની પાસે ખમીશ નથી.
રાજને સેનાપતિને આદેશ કર્યો કે તમે જઈ ને એ ગાડાવાળા ને લઈ આવો. ત્યારે સેનાપતિ સિપાઈઓ સાથે ગયા અને તે સમયે ગાડાવાળા સૂતો હતો.
સેનાપતિએ ગાડાવાળા ને કહ્યું કે ચાલ મારી સાથે અમારા રાજાએ તને તેડાવ્યો છે. ગાડાવાળા એ કહ્યું મારે રાજાની કોઈ જરૂર નથી રાજા ને મારી જરૂર હોય તો આવે એમ કહી પોતાના બળદો પાસે જતો રહ્યો. સેનાપતિ પાછા જઈ રાજાને વાત કરી. રાજા બીજા દિવસે પોતે સિપાઈઓ, હાથી, ઘોડા સાથે ગાડાવાળા પાસે ગયો અને ગાડાવાળા ને કહ્યું કઈ રીતે સુખી થવાય ગાડાવાળા એ કહ્યું અત્યારે મારી જોડે સમય નથી. તમે પછી આવજો રાજન પાછા મહેલમાં ગયાએ પછી બે-ત્રણવાર રાજાએ ગાડાવાળા પાસે ગયો પરંતુ હંમેશાં સુખી રહેવાનું કારણ જાણ્યા વગર પાછો આવ્યો. એકવાર રાજા ખમીશ વગર સાદાઈથી ગાડાવાળા જોડે એકલો ગયો. ત્યારે ગાડાવાળા એ કહ્યું બેસો રાજન ત્યારે કહ્યું કે સુખી રહેવાનું કારણ શું ? ત્યારે ગાડાવાળા એ કહ્યું કે સુખી રહેવાનું કારણ મનુષ્યના ખમીશ નહિ. પરંતુ તેના આત્મામાં હોય છે ગમે તે વસ્તુ કે વ્યક્તિથી પોતાના આત્માને સંતોષી શકો તે તમારું સાચું સુખ છે. ક્યારેક વધારે કમાવવાની લાલચમાં આપણો આત્માને એટલો પ્રબળ બને છે કે તેથી થોડામાં સંતોષ નથી મળતો અને આથી જ તમે તમારા મનથી દુઃખી છો. હંમેશા સુખનું કારણ જાહો જલાલી નથી હોતું. આત્માની શાંતિ એ જ સાચું સુખ છે. આ રીતે ગાડાવાળા એ રાજનને સમજાવ્યો કે સુખ ક્યાં છે. અને રાજન સમજી ગયો અને પોતાના મહેલમાં જઈ સુખીથી જીવન જીવવા લાગ્યો.
બોધ:-- સુખ માટે પૈસા અગત્યના નથી આત્માની શાંતિ અને સંતોષ જ અગત્યનો છે.
