HARDIK JOSHI

Inspirational Tragedy

3.8  

HARDIK JOSHI

Inspirational Tragedy

બાળકની મહાનતા

બાળકની મહાનતા

2 mins
14.3K


(૧) નાના બાળકની મહાનતા

એક નાનું ગામ હતું. તેમાં એક શિક્ષિકા રહેતા હતા. તેમનો એક ભાઈ હતો જેનું નામ મોહન હતું. એક દિવસ મોહને કહ્યું :

‘હે બહેન! માર્ગમાં ક્યારેક ક્યારેક દુર્ઘટનાઓ બને છે. ત્યાં પથ્થરો જેવા કાઠા પદાર્થો, ગાયો જેવા પશુઓ અને મનુષ્યો ત્રણેય સાક્ષીરૂપ બને છે. એ પછી મોહને એકવાર ભયાનક એકસીડન્ટ જોયો. એક ભાઈ સખત ઘાયલ થયા હતા. મોહન કેટલાક લોકોની મદદથી નજીકના ગામમાં દવાખાનામાં દવા અને મલમ પટ્ટી કરાવી. ત્યારબાદ એ ભાઈને પૂછ્યું :

‘હવે તમને કેમ છે?’

‘તે ભાઈની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ‘હું મારી આ બીમારીની સારવાર માટે પૈસા ક્યાંથી લાવીશ! મારા પરિવારનું ભારણ-પોષણ મારી મજુરી પર ચળે છે. હવે હું થોડાક દિવસ કામ પર નહિ જઈ શકું તો મારું ઘર કેમ ચાલશે!’

આ સાંભળી મોહનને દયા આવી. કેમકે તેની બહેનને શિક્ષિકા તરીકે નોકરી મળી તે પહેલા તેઓ પણ દારૂન ગરીબીમાં રહેતા હતા. મોહને કહ્યું તમે ચિંતા ના કરો, અમે તમને મદદ કરીશું.’ એ પછી મોહને ત્રણ ચાર ભાઈઓને વાત કરી. તેમાંથી એકાદ બે જણ તૈયાર પણ થયા. એ જ વખતે મોહનના મગજમાં એક ગજબનો વિચાર આવ્યો. તેણે આજુબાજુના ગામમાં જઈને ભિક્ષા માંગીને માળા મેળવવાનું નક્કી કર્યું.

તેણે વેશપલટો કરીને આજુબાજુના ગામમાં જઈને ભિક્ષા માંગવાનું શરુ કર્યું. તેની શિક્ષિકા બહેનને પણ નવાઈ લાગી તેનો ભાઈ અમુક સમયે ક્યાંક ગાયબ થઇ જતો હતો. પણ જયારે તેણે હકીકત જાણે ત્યારે તેણે પોતાના ભાઈ પર ગર્વ થયો. પણ આ કામમાં મોહનને ઘણીવાર તો લોકો તરફથી જાકારો અને તિરસ્કારનો સામનો કરવો પડતો હતો. એમ છતાં મોહને હાર માન્યા વગર પ્રયત્નો ચાલુ રાખ્યા. મોહને જોયું કે દુનિયામાં ખરાબ માણસોની સાથે કેટલાક સારા માણસો પણ છે. એ લોકો મોહનની વાત સંભાળે છે અને તેને યથાશક્તિ મદદ પણ કરે છે. મોહન એ બધી જ મદદ અકસ્માત બનેલા ભાઈને આપે છે.

એ માણસ ઉપકર્ભારી નજરે મોહન સામે તાકી જ રહ્યો. મોહનના મનને પણ ઘણો આનંદ થયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational