ચીંથરે વિટ્યું રતન
ચીંથરે વિટ્યું રતન
નિલય ગરીબ માતા -પિતાનો દીકરો હતો. ગામડામાં રહેતો હતો. એના ઘરમાં વીજળીનું કનેક્શન પણ નહોતું.
નિલય સ્ટ્રીટ લાઈટના અજવાળે પોતાનું લેસન પૂરું કરી લેતો. એ ઉપરાંત એ પસ્તીવાળા પાસેથી લઈને વિજ્ઞાનની ચોપડીઓ લઈને વાંચતો. વિજ્ઞાન એનો પ્રિય વિષય હતો. થોડોક મોટો થયો એટલે એક શેઠની દુકાનમાં પાર્ટ ટાઈમ કામ કરીને પોતાની ફી જેટલાં પૈસા કમાઈ લેતો. એની ભણવા પ્રત્યેની ધગશ જોઈને શેઠે એનાં માતા- પિતાને મળીને એના ભણતરનો ખર્ચ ઉપાડી લેવાની ઈચ્છા દર્શાવી.
નિલય તો ઉત્તરોત્તર પ્રગતિ કરતાં કરતાં ક્યાંય આગળ નીકળી ગયો. તેણે 'નાસા' (અમેરિકાની સ્પેસ એજન્સી)માં પોતાનાં રિસર્ચ પેપરો રજુ કર્યા. આજે ત્યાં એક સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત છે.
આજે પૃથ્વી સિવાયનાં બીજો ગ્રહો પર જવું અને એની માહિતી મેળવવી, આ વિજ્ઞાનના આધારે જ શક્ય બન્યું છે. એમાં કેટલાયે 'નિલયો' નો માતબર ફાળો હશે.
