નિરાળી Nirali Patel

Tragedy Thriller

4.0  

નિરાળી Nirali Patel

Tragedy Thriller

છઠ્ઠી ઇન્દ્રિય

છઠ્ઠી ઇન્દ્રિય

1 min
111


એક સવારે વહેલું કામ પતતાં લંબાવવાનું મન થયું. સૂતાં પહેલાં હંમેશની જેમ ફોન સાયલન્ટ કર્યો. એ સાથે જ વિચાર ઝબક્યો. સ્કૂલમાંથી ફોન આવશે તો ? એટલે વાયબ્રેટ પર મૂક્યો ને ત્યાં જ વાયબ્રેટ થયો. જોયું તો અજાણ્યો નંબર ! ઉઠાવ્યો તો સામેથી અવાજ આવ્યો, જલ્દી સ્કૂલ પર આવી જાઓ, તમારા દીકરાને બોલ વાગ્યો છે, ને પડી જવાથી ગંભીર ઈજા થઈ છે. ખડા રુંવાડા જોડે માથાનાં વાળનું ય ધ્યાન રહ્યું ને ગાડી હંકારી સ્કૂલે પહોંચી. 

જોયું તો મોમાંથી લોહી વહેવાનું બંધ નહોતું થયું, વહ્યે જતું હતું લગાવેલ હળદર ભેગું. શું કરવું કયાં ડોક્ટર પાસે જવું એ સમજતાં વાર ન લાગી કારણ પેલી છઠ્ઠી ઇન્દ્રિય કામ કરતી હતી ને ! ડોકટરે જ્યારે દીકરાને મોમાં દાંત વાગવાથી ફાટેલ ચામડીને ટાંકા લેવા મથ્યા ત્યારે હું વિચારતી રહી ગઈ કે આ છઠ્ઠી ઇન્દ્રિય કામની કે નકામી ? વિચાર્યું ને થયું કે થવાનું પહેલી જ પામી ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy