Kavish Rawal

Inspirational

2.7  

Kavish Rawal

Inspirational

છેલ્લો શિકારી

છેલ્લો શિકારી

6 mins
14.1K


હિમાલય એ એક સંશોધન નો વિષય છે. કેટલાય લોકો હજારો વર્ષથી તેના વિવિધ ભાગોને સમજવા પ્રયત્ન કરતા રહ્યા. એક દિવસ એક માણસ તેના સર્વોચ્ચ શિખર પર ચડી ગયો ને દુનિયાને કહી દીધું કે હિમાલયને જીતવો આસાન છે. જેમ એક બુદ્ધિશાળી માણસને નોકરીમાં રાખીને તેને વસ કર્યા ની  લાગણીમાં લોકો રાચે છે તેમજ તો. તેજસિંગ પણ આ મહાન હિમાલયનું જ બાળક. તેના દાદા સાથે રહે અને મોજ કરે. નિશાળ તેની કોઈ પણ પેઢીએ જોઈ ન હતી એટલે તેના વિષે કોઈ માહિતી ન હોય તે સવાભાવીક બાબત ગણાય. દાદા તેને પર્વત પર ચડતા શીખવાડે. અલગ અલગ વનસ્પતિનું જ્ઞાન આપે અને જાત જાત ની વાતો કરે. ઊંચાઈ પરથી ચાન્દો પણ ખાસ લાગે એટલે રાત્રે આકાશ દર્શન પણ ચાલે.  તેજ સીંગનું આખું નામ કદાચ વધારે લાંબુ હતું પણ બધા તેને તેજ પણ કહેતા એટલે તેજ સીંગ તો તેને ઘણું સારું લાગતું. દાદા ને બહાર ના માણસો શિકારી કહેતા એટલે તેને બહુ નવાઈ લાગતી. એક વાર એણે પૂછી જ  લીધું કે બધા આમ કેમ કહે છે? અને તેને પોતાની સાચી ઓળખ ખબર પડી.

હિમાલયમાં ઘણી બધી પ્રજાતિઓ રહે છે તેમાંની એક પ્રજાતિ  શિકારી તરીકે ઓળખાતી. આ લોકો જીવના જોખમે અલગ અલગ પહાડો પરથી મધ શોધી લાવતા. તેમને વનસ્પતિનું સાચું અને સારું જ્ઞાન હોવાથી વિવિધ રોગની સારવાર માટેના વિવિધ મધ પણ તે લાવી શકતા . આઝાદી પહેલા અંગ્રેજોને આ પ્રજાતિની ખબર પડી અને તેમને રસ પડ્યો. અને એ સમયમાં મધ ના સારા પૈસા પણ મળતા પણ પછી દેશ આઝાદ થયો. બધીજ વસ્તુઓના ભાવ નક્કી થવા લાગ્યા. કૃત્રિમ મધ સાથે આ જીવના જોખમે ભેગું કરેલું મધ સરખાવા લાગ્યું. અને રોજના વિસ પચીસ રૂપિયા માટે જીવ સટોસટની બાજી લગાવવાનું યોગ્ય ન લાગતા જુવાનિયાઓ યા તો ટુરિસ્ટ ગાઈડ બની ગયા કે પછી કોઈક શહેરમાં ચોકીદાર બની ગયા. તેમની કલા સાથે પ્રજાતિ પણ લુપ્ત થવા લાગી. એક જમાનામાં જે ગામ માણસો થી છલકાતું હતું તેમાં માત્ર વિસ માણસો રહી ગયા. અને તેમાં શિકારી તો માત્ર બે જે. એક તેજ સીંગના દાદા અને બીજા તેમના મિત્ર. 

તેજને આ કલા માં રસ પડ્યો. તેને પેલું મધ ખાવામાં પણ રસ પડ્યો. બીજા દિવસે તેને ઘર ની નજીક જ એક મધપૂડો દેખાયો. મધ લેવા જેવો હાથ નાખ્યો કે બધી મધમાખીઓ ઉડી અને શરીર પર ચોંટી ગઈ. જોકે ત્યાં સુધીમાં તેજ સીંગે જરાક મધ ચાખી લીધું. તે જેમ ભાગતો ગયો તેમ માખીઓ પાછળ ભાગતી ગઈ. ઘરે પહોંચતા સુધીમાં તો શરીર દડા જેવું થઇ ગયું હતું અને તાવ પણ આવી ગયો હતો. તેને આ હિમાલયની મધમાખીની તાકાત સમજાઈ ગઈ. તે જેવો ખાટલા પર પડ્યો કે દાદા દોડીને આવ્યા અને તેની ઉપર ધાબળો નાખી દીધો. બે દિવસ સુધી તે જાત જાત ની વસ્તુઓ લગાડતા રહ્યા. અને તેજ  સાજો થઇ ગયો. દાદા એ અભરાઈ પર પડી રહેલા કુંડા ઉતાર્યા અને તેમાંથી એક લાકડાના ચમચા માં કોઈ પ્રવાહી કાઢ્યું. તેજ ને ખાવા માટે ઈશારો કર્યો અને તેજ કઈ પણ વિચાર્યા વિના તે ખાઈ ગયો. ક્યાંય સુધી તે ચમચો ચાટતો રહ્યો એટલે દાદાએ પૂછ્યું કેવું લાગ્યું? અને તેજે બે આંગળી ભેગી કરીને ગોળાકાર કરીને દેખાડ્યું કે મસ્ત હતું. હવે તેને સામાન્ય મધ અને પહાડો પરથી ભેગા કરેલા મધ નો ફર્ક સમજાયો. તેણે પૂછ્યું ," મને શીખવાડશો?" દાદા એ માથું ધુણાવી ને ના પાડી દીધી.

એક દિવસ બે સાહેબ જેવા દેખાતા માણસો તેજ ના ઘરે આવ્યા. તેમને અસાધ્ય રોગની સારવાર માં આ પ્રકારના મધ કામ લાગે છે તેવી ખબર હતી. તેમણે સારા પૈસા આપવાની લાલચ આપી પણ દાદા એ ના પાડી દીધી. કારણ પૂછતાં દાદા એ જણાવ્યું કે તે ચીની લોકો હતા. જે લોકો આપણા દેશ નું અહિત વિચારતા હોય તેમને તાકાતવાન થોડા જ બનાવાય? તેજ ના બીજા બે દિવસ ભારત ચીન ના યુદ્ધની વાત સાંભળવામાં નીકળી ગયા. તે દરરોજ જીદ કરતો કે મારે મધ લાવવાનું શીખવું છે અને દાદા ના પાડતા. કારણ પૂછતાં તેમની આંખમાં આંસુ આવી જતા. આવુજ તેમના મિત્ર સાથે પણ થતું. અંતે એક દિવસ દાદાની હાર થઇ અને બંને દાદાએ ગામના છોકરાઓને મધ નો શિકાર શીખવાડવાનું નક્કી કર્યું. હજુ તો નીચાણ વાળી જગ્યાઓ પર જ બધું ચાલતું હતું અને પેલા લોકો ફરી આવ્યા. આ વખતે તેમની સાથે હથિયાર ધારી માણસો પણ હતા. બધાની પાછળ બંદૂકો રાખી ને મધ પાડવા માટે ખેંચી ગયા. દાદા અને તેના મિત્ર  આંઠ કલાકે મધ લઈને આવ્યા. તેઓ ખુબ જ થાકેલા લાગતા હતા. તેજ અને તેના મિત્રો ને એકજ દોરડા થી બાંધેલા એટલે શરીર પણ દૂખતા હતા અને ભૂખ પણ લાગી હતી. જો કોઈ વાત પણ કરવા માંગે તો તેઓ ચાબુક મારતા.

દાદાએ મધ ગાળ્યું અને એક નાની કોઠી માં કાઢી ને આપ્યું. " શ્રેષ્ઠ મધ છે સાહેબ. એના ગુણ તો ખબર નથી પણ આવો સ્વાદ નહિ મળે. હવે મારા છોકરાઓને છોડી દો. એમને બિચારા ને તો ભૂતકાળની કોઈ વાત ખબર જ નથી અને મધ કાઢતા નવા નવા શીખે છે એટલે સારું કે ખરાબની સમજ પણ આવી નથી." સાહેબ હોશિયાર હતા. એમણે મધ માંથી થોડું આ ભૂખ્યા છોકરાઓ ને પણ આપવા કહ્યું. અને દાદાએ પેલું માખી વાળું મધ લઈને તેમાંથી થોડું કાઢી ને બધાને ચટાડી દીધું. સાહેબ ને હવે ધરપત થઇ. વળી બોલ્યા પણ ખરા ," તારા દીકરાનો પ્રસંગ તો તને યાદ જ હશે એટલે તું આવી ભૂલ ફરી નહિ કરે." મધ લઈને તેઓ ચાલતા થયા એટલે દાદાએ દોરડું છોડ્યું અને બધાને ભેટી ને રડી પડ્યા. " દીકરા મેં ના પાડી પણ તું માન્યો નહિ અને આલોકો ફરી આવી ગયા." તેમના ચહેરા પર દુઃખ અને ભય ની મિશ્રીત લાગણી હતી. " મારા બાપુનું શું થયું હતું દાદા? સવાલ નો જવાબ આપ્યા વિના જ દાદા ચાલવા લાગ્યા. ઘરે જઈને સામાન બાંધવા લાગ્યા. તેજ પણ હવે વિચાર્યા વિના દાદાને મદદ કરવા લાગ્યો. તેને દાદાની દરેક વાત માં વિશ્વાશ આવી રહ્યો હતો.

ગામ ખાલી કરીને તેઓ અન્ય જગ્યાએ જઈ રહ્યા હતા. પેલા કુંડા પણ સાથે હતા. બે પહાડ દૂર એક જગ્યાએ ગાઢ જંગલ માં તેઓ અટક્યા અને દાદા ઝાડને ટેકો દઈને બેસી ગયા.

" તારો બાપ આ ગામ નો છેલ્લો શિકારી હતો. એની પેઢીમાં આ કલા માત્ર એ જ શીખેલો. એક વાર તેને પૈસા ની લાલચ જાગી અને આ લોકોને મધ વેચ્યું. આતો વિદેશી માણસો અને તે પણ ચીના. શરૂઆત માં બહુ રૂપિયા દીધા પછી એમણે એવા મધ જોતા હતા જેનાથી ગોળી વાગે તો તરત જ તેનો ઘા રૂઝાઈ જાય. જેના માટે તારા બાપે ના પાડી. અને આ લોકોએ તેને પાણી ભરેલા પીપડામાં નાખી. ખાલી માથું બહાર રાખીને બાફી નાખ્યો. બિચારો ચીસો પાડતો રહ્યો અને અમે બધા બંધાયેલી હાલત માં તેને જોતા રહ્યા. મારે તને આ કલા એટલેજ  નહોતી શીખવાડવી. પણ બધુજ થવા કાળ છે. તેજ ની આંખો માંથી આંસુ નીકળી ગયા. " દાદા હું ભારતીય સૈન્ય માં જોડાઉં તો?" દાદા માર્મિક હસ્યાં અને ઝૂંપડી બનાવવા લાગ્યા.

આ વાત ને દસ વરસ વીતી ગયા અને સરહદો પર ચીન ના સૈનિકો પોતાની જગ્યા બનાવતા ગયા. એક દિવસ યુદ્ધ ના નગારા વાગી જ ગયા. ચીન પાસે સૈન્ય બળ વધારે હતું પણ ભારત જીતી રહ્યું હતું. અંતે ભારતનો વિજય થયો. બધાને આશ્ચર્ય હતું  કે આટલા ઓછા સમયમાં આટલી મોટી જીત કેવી રીતે મળી ગઈ? સરહદોને વધારે સુરક્ષિત કરવાનું કામ ચાલતું હતું. છેવાડાના ગામોમાં હવે વિકાસ  કાર્યો પણ થઇ રહ્યા હતા. છવ્વીસમી જનયુઆરી એ સન્માન સમારોહ માં આર્મી ઓફિસર તેજ સીંગનું ખાસ સન્માન થતું હતું. બધાને નવાઈ લાગતી હતી કે ગોળી વાગવા છતાં સૈનિકોને તરત જ રુજ આવી જતી એવું પ્રવાહી કોણ લાવ્યું હતું?

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational