Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

Kavish Rawal

Others


3  

Kavish Rawal

Others


છેલ્લું વાદળ

છેલ્લું વાદળ

6 mins 13.9K 6 mins 13.9K

સખત ઉકળાટ હતો. સમુદ્રની લહેરો કિનારા પાસેથી અથડાઈને પાછી આવતી હતી. બાજુમાં પક્ષીના બચ્ચાં રમતા હતા. જેવા મોજા નજીક આવે કે તે દૂર ભાગતા અને તે મોજાની પાછળ દરિયા તરફ જતા. અચાનક એક બચ્ચાંએ ચીસ પડી. "પેલું જોયું? દરિયામાંથી કૈક ધોળું ધોળું નીકળ્યું." દરિયામાંથી વરાળ તો બનતી હતી પણ પૃથ્વી ની ગરમીના લીધે ઘણા સમયથી વાદળો બન્યા ન હતા એટલે બિચારા બચ્ચાંઓએ ક્યાંથી જોયા હોય? એ એક નાનકડું વાદળ બની રહ્યું હતું. જરાક બન્યું અને વિખેરાઈ ગયું. બચ્ચાં ગભરાઈને મા તરફ ભાગ્યા. તેમણે વાદળનો ડર લાગતો હતો. માએ પાંખો પ્રસારીને બચ્ચાંને એની નીચે સમાવી લીધા. એક બચ્ચાંએ વાદળ તરફ ઈશારો કરીને પૂછ્યું,"પેલું શું છે?" માએ હરખથી કહ્યું."અરે , આ તો વાદળ છે. કેટલા વરસ થયા વાદળો ને જોયાને! હું નાની હતી ત્યારે વાદળો બનતા. વરસાદ પડતો." એક બચ્ચાંએ પૂછી જ નાખ્યું,"એ વરસાદ પડતો તો પછી વાગતું?" મા હસી. તેને પોતાના વરસાદ ના સંસ્મરણો યાદ આવી ગયા. જરાક પાંખ સંકોચીને તે ધીરેથી બોલી." અરે વરસાદ પડે તો જીવનમાં રંગ આવી જાય. જાણે સૃષ્ટિનું રૂપ બદલાઈ ગયું હોય તેવું લાગે. બસ બધું જ વ્હાલું વ્હાલું લાગે. એક જમાનામાં વાદળો પણ બનતા અને વરસાદ પણ આવતો. પણ આ માણસો! એમની મોતે જ મરતા ગયા. અમે પણ જંગલોમાં રહેતા. બસ વૃક્ષો જ વૃક્ષો. કેટલી મજા આવતી! પણ માણસ વૃક્ષો કાપતો ગયો. વૃક્ષો વાવતો તો પણ એવોર્ડ માટે. તેને જાણે કુદરત માટે લાગણી જ રહી ન હતી. દરિયો તો વાદળો બનાવી આપતો પણ વાદળો ને વરસવા માટે વાતાવરણ ક્યાં હતું? અંતે તે હિમાલય સુધી જઈને ફાટી પડતા. કેટલા બધા માણસો મરી જતા. પણ?" તેની આંખમાં આંસુ આવી ગયા. બચ્ચાંઓને હવે માને વધારે દુઃખી ન હતી કરવી એટલે તે પાછા મોજાઓ સાથે રમવા ચાલ્યા ગયા.

એક બચ્ચાંને પેલા વાદળ વાળી વાતમાં રસ પડ્યો. તે પાછું મા પાસે ગયું. મા તું પેલા વરસાદની વાત કરને! વાદળ કેવું હોય? માએ તેને વાદળ અને વરસાદ વિષે સમજાવ્યું અને ધીમે ધીમે તેની આંખોની ચમક બદલાતી ગઈ. અંતે તે ફરી રડી પડી. પેલા બચ્ચાંનું નામ હતું સંગમ. માએ એક વાર તેને સંગમનો અર્થ સમજાવ્યો ત્યારે નદી અને દરિયાના સઁગામની પણ વાત કરી હતી. આજે તેને ફરી એ વાત યાદ આવી. તેણે માને પૂછ્યું કે," નદી અને દરિયાના સંગમ પાસે ઠંડક હોય તો ત્યાં વાદળો બને ખરા?"

જવાબ મળ્યો કે નદીમાં પાણી જ ક્યાં હોય છે? માણસે બધું જ પોતાની મરજી પ્રમાણે કરવાનું રાખ્યું અને તેનાથી જ આ દુર્દશા થઈ."

"પણ મા આપણે ફરિયાદ જ કર્યા કરીએ એના કરતા આપણે વાદળો બનાવીએ તો? વાદળોની જરૂર તો આપણ ને પણ છે જ ને?"

બીજા દિવસે સંગમે મા પાસેથી બી લીધા. જમીનમાં કાણા પાડીને તે જમીનમાં નાખ્યા. ચાંચમાં પાણી ભરીને તે એનાપર નાખ્યા કરતો. થોડા દિવસ પછી તેમાંથી એક નાનકડો સફેદ ભાગ બહાર આવ્યો. તે રાજી થઈ ગયો. હવે તે વધારે પાણી નાખવા લાગ્યો . અઠવાડિયામાં તે સુકાઈ ગયું. સંગમને દુઃખ થયું. પણ તેને વાદળ બનાવવું જ હતું.. તે ફરીથી જમીન ખોદવા લાગ્યો. આ વખત તેને વધારે મહેનત પડી પણ તેણે ફરીથી બી નાખી દીધા. આ વખતે તે માની સલાહ પ્રમાણે કામ કરતો. થોડા દિવસમાં ફરી અંકુર ફૂટ્યા. આ વખતે તેણે ધીરજ થી કામ લીધુ. એકાદ મહિનામાં તો થોડા છોડ બહાર આવી ગયા. હવે બધાજ બચ્ચાં તે જોવા આવતા. કેલતાંક તેણે ચાંચ માં પકડવા જતા અને તોડી પણ નાખતા. આજુ બાજુના બચ્ચાંઓ તેના પર હસતા કે,"આવું તો થતું હશે? પાગલ છે. રમવાનું છોડીને છોડ વાવવા નીકળી પડ્યો છે." તેના પ્રયત્નો થી હવે છોડ મોટા થવા લાગ્યા. સંગમ ને હવે વધારે મહેનત પડતી. તેણે બીજા બચ્ચાંની મદદ માંગી. માત્ર બે જણ તૈયાર થયા. એ પણ એમના સમય મુજબ મદદ કરતા. એક વરસની અથાક મહેનત પછી થોડાક વૃક્ષો ઉગ્યા. એની  માએ તેમાં માળો બનાવ્યો. બધાને લાલચ જાગી કે અમારો પણ માળો હોય!

સંગમે બીજા વૃક્ષો ઉછેરવાની શરતે પેલા ઝાડ પર માળા બનાવવાની મંજૂરી આપી. શરૂઆતમાં બધાએ મદદ કરી પણ પછી બધા કોઈ ને કોઈ બહાના બનાવી ને છટકી જવા લાગ્યા. હવે સંગમે નિયમો બદલ્યા. એક દિવસ માળામાં રહેવા માટે એક ઝાડને એક દિવસ પાણી પીવરાવવાનું. બધાએ વિરોધ કર્યો. ઝાડના પાંદડા તોડી નાખ્યા. મૂળમાં ચાંચો મારી અને સંગમ વિરુદ્ધ નારા પણ લગાવ્યા. સંગમે વાવેલા અમુક છોડ પણ ઉખાડી નાખ્યા. હવે સંગમે નિયમો બદલ્યા. તેણે બધાને માળા ખાલી કરવા માટે કહી દીધું. તેણે પોતાની સાથે કામ કરતા લોકોને હતાશ ન થવા સમજાવી પેલી વાદળ અને વરસાદ વાળી વાત પણ કહી. હવે તેની માફક વાદળ બનાવવાનો ઉત્સાહ ઘણા બધામાં હતો. એક તરફ વિરોધ અને બીજી તરફ વધતું કામ. સંગમે કામ માટે જે તે બચ્ચાંઓની પસંદગી કરી લીધી. તેમણે સારી રીતે કામ કરવાની પદ્ધતિ કેળવી. હવે તેઓ ચાંચની સાથે પાંખમાં પણ થોડું પાણી ભરી લાવતા અને પાંખો ફફડાવીને પાણી છાટતાં. બીજા એક વરસમાં તો ઘણા બધા વૃક્ષો ઉગી ગયા.

બાકીના પક્ષીઓને સંગમની ઈર્ષા આવતી. તેમણે નક્કી કર્યું કે સંગમ અને તેના પરિવાર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો નહિ. અને જે પણ સંગમને સાથ આપશે તેણે પણ સમાજમાં ગણવામાં નહિ આવે. સંગમની મા બહુ દુઃખી થઈ. તે બધાને સમજાવવા ગઈ કે જો વાદળ બનશે તો ફરીથી પૃથ્વી પર હરિયાળી આવશે. પણ કોઈએ તેની વાત સાંભળી નહિ અને તેની ઉપર રેતી ઉડાડી. હવે સંગમની મા પણ તેને મદદ કરવા આવતી. સંગમના પરિવાર ઉપરાંત બીજા ચાર જ પક્ષી મદદ કરતા. એક દિવસ સંગમે સવારમા મધુર અવાજ સાંભળ્યો. તેણે નજર ફેરવી તો તેની મા ગીત ગાતી હતી . તે ખુબ જ ખુશ હતી. તેણે સંગમને વૃક્ષ પર આવેલા ફૂલ બતાવ્યા. હવે બધાનો ઉત્સાહ વધી રહ્યો હતો. જોત જોતામાં તો ફળ પણ આવી ગયા. ફળ વધારે હતા અને ખાવા વાળા ઓછા. એક દિવસ એક પક્ષી નજીકથી ઉડી રહ્યું હતું. તેણે બધાને ફળ ખાતા જોયા. તેણે પણ ઈચ્છા થઈ. તે રાતે તે સંગમને મળ્યું. સંગમે પ્રેમથી તેણે પણ ફળ ચખાડ્યું. બીજા દિવસથી એક સાથીદાર વધી ગયો. જોત જોતામાં તો બીજા સાત પક્ષીઓ આ તરફ આવી ગયા. હજુ પણ સામે પક્ષેથી વિરોધ ચાલુ જ હતો.

વધુ થોડા સમયમાં હવે સંગમ પાસે ચાલીસ પક્ષીની સેનાએ તૈયાર હતી. સંગમની મા હવે ઢીલી પડી હતી. એક દિવસ તેનાથી ઉભા થવાતું ન હતું. એને લઈને સંગમ દરિયા કિનારે આવ્યો. અચાનક જ મા બેઠી થઇ ગઈ. દરિયા પર વાદળ બની રહ્યું હતું. તેણે સંગમને સમજાવ્યું અને પવનની પરવાહ કર્યા વિના સંગમ ઉપર ઉડ્યો. તે બે ચાર વાર પાછો પણ પડ્યો પણ અંતે તે વાદળ સુધી પહોંચી ગયો. વાદળને તે પોતાના વૃક્ષો સુધી લઈ આવ્યો અને ત્યાં વરસવા જણાવ્યું. વાદળને પણ સંગમ સાથે મજા આવી. પક્ષીઓ દાણા વાવતા અને વાદળ પાણી પીવરાવતું. સાંજ પડે તે પણ થાકતું. તે સાવ ખાલી થઈ જતું. થોડાક દિવસોમાં સંગમની મા તેને છોડીને જતી રહી. સંગમનો પણ પરિવાર ઉભો થવા લાગ્યો. તેની પત્ની તેને હવે સાથ આપતી. હવે વૃક્ષોથી જંગલ બની રહ્યું હતું. મોટા ભાગના પક્ષીઓ હવે સંગમના પક્ષે હતા. બધાના માળા વૃક્ષો પર હતા. પણ વાદળ બિચારું એકલું પડી જતું. સંગમ તેને સાચવવા ખુબ પ્રયત્ન કરતો પણ તો પણ વાદળની ઉદાસી જતી નહિ. હવે સંગમની પણ ઉંમર થઇ હતી. તેને વાદળની ચિંતા હતી. તે દરિયા કિનારે બેઠો હતો અને તેની નજર ચમકી. નાના નાના બે વાદળો બની રહ્યા હતા.


Rate this content
Log in