Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

Kavish Rawal

Others


3  

Kavish Rawal

Others


છેલ્લું રાસન

છેલ્લું રાસન

5 mins 14.9K 5 mins 14.9K

"બેન, હવે આ રાસન કાર્ડ નહિ ચાલે. હવે સરકાર નવા ફોર્મ ભરાવે છે. ફોટા આપવા પડશે અને બધાને સહી કરવા લાવવા  પડશે."

"પણ ભાઈ આ વખત નું રાસન તો મળશે ને?" અમથી એ ગભરાટમાં પૂછ્યું. જવાબ હામાં આવતા જ તે ફટાફટ રાસન લઈને ભાગી. હાડપિંજર પર ચામડી ચડાવી હોય તેવું શરીર, બેસી ગયેલા ગાલ અને મોટી બહાર નીકળી ગયેલી આંખો. જાણે હેંગર પર ટીંગાડ્યા હોય તેવા કપડામાં તેને શોધવી પડે. લાંબા વાળ અને કપાળમાં મોટો ચાંદલો. જાણે સૌભગ્યવતી હોવું  એક સન્માન હોય તેમ ગળામાં દેખાય તેમ ચાંદીનું મંગળસૂત્ર પહેર્યું હતું. દુકાનથી નજીકમાં જ આવેલા ઝુંપડામાં તેણે સ્ટવને પિન મારી અને પમ્પ મારવાનું શરુ કર્યું. પંદર મિનિટમાં ખાવાનું બનાવીને મજૂરીએ જવાનું હતું. ફટાફટ રોટલા બનાવીને બાજુમાં ચૂલામાં તેણે શેકી નાખ્યા.  મજૂરીએ પહોંચી ત્યારે તે હાંફી ગઈ હતી. જમલાએ તેના હાથમાંથી ખાવાનું લઈ લીધું હજીન તો બન્નેએ પહેલો કોળીઓ મોંમાં મુક્યો અને ઠેકેદારની ગાળ સંભળાઈ. "તું ખાઈ લે." કહીને અમથી તગારું લઈને ઉભી થઈ ગઈ.

અમથી હતી સારા ઘરની. દસ ધોરણ ભણેલી પણ ખરી. નાનપણમાં જમલા સાથે લગન થયા હતા એટલે મા બાપે જોયા જાણ્યા વિના વળાવી દીધી. મા બાપ વિનાનો એ કાકા સાથે નાનપણથી મજૂરીએ જતો એટલે અમથી પણ તેને મદદ કરવા જોડાઈ ગઈ. લગન કરીને ને આવી ત્યારે તે ખુબ સુંદર દેખાતી. પણ સમય સાથે તેનું રૂપ ઓસરી ગયું. તે જમલાને ખુબ જ પ્રેમ કરતી. ક્યારેક તેની મા પૂછતી કે કંઈ જોઈએ છે? તો હસી ને કહેતી,"પેલા કંકુના થાપા એમનેમ નથી માર્યા મેં. એનો અર્થ છે કે હવે તમારું સૌભાગ્ય અને આબરૂ મારા હાથમાં છે. અમે વર વહુ અમારું કરી લઈએ છે, અને વળી અમારી જરૂરિયાત પણ કેટલી?" તેને મજૂરી કરતી જોઈને મા નિસાસો નાખતી.  બંને એક બીજાને ખુબ જ પ્રેમ કરતા અને મોટાભાગે તેનું કારણ અમથી જ રહેતી. સાસરીમાં તેનું નામ માનભેર લેવાતું. પણ માત્ર વખાણથી પેટ થોડું જ ભરાય છે?

ફોટા પડાવવાના ચાલીસ રૂપિયા જતા રહ્યા. એક આખો દિવસ જાત જાતના કાગળિયાની ક્ષેરોક્ષ કરવામાં અને ફોર્મ ભરવામાં જતો રહ્યો. દોઢસો રૂપિયાનો ખર્ચો થયો અને રોજ પડ્યો તે નફામાં. દુકાનદારે પૈસા માગ્યા. પરચુરણ ભેગું કરીને માંડ બાવન રૂપિયા થયા એટલે પેલાએ ગુસ્સામાં ફોર્મ ફેંકી દીધું. અમથી વાંકી વળી અને ફોર્મ ઉપાડીને પાછું ટેબલ પર રાખી દીધું. "ભાઈ, મજુરીયાત માણસ છીએ. આટલાથી ચલાવી લો. વધારે હોત તો આપી દેત. તમે જ અમારા અન્નદાતા છો. તમારા વિના અમારે થોડું જ ચાલવાનું છે?" પેલો માણસ જાણે સાંભળતો જ ન હોય તેમ બેસી રહ્યો. અંતે અમથીએ પગના વિછિયા કાઢી ને મૂકી દીધા ત્યારે જ કાગળ ફાઈલમાં ગયો. "હવે આવતા અઠવાડીએ મામલતદાર કચેરીએ જઈને આંગળાની છાપ આપી આવજો." કચેરીનું સરનામું લઈને તે ઘરે પહોંચ્યા ત્યારે પેટમાં ગલૂડિયાં બોલતા હતા અને થાક પણ લાગ્યો હતો. ખીચડી ખાઈને બંને સુઈ ગયા.

સવારે વહેલા મજૂરીએ પહોંચી ગયા રખેને ઠેકેદાર કોઈ બીજાને રાખી લે તો? ખર્ચને પહોંચી વળવા બંને હવે છૂટ્યા  પછી બીજા કામે જતા. વળી અમથીના વિછિયા પણ જમલાને યાદ હતા. અઠવાડિયા પછી બંને મામલતદારની ઓફિસે પહોંચ્યા તો સાહેબ આવ્યા ન હતા. બે કલાક પછી ખબર પડી કે તે કદાચ ન પણ આવે. આવા અર્ધા રોજ વાળા ચાર પાંચ દિવસ નીકળી ગયા. અંતે અમથી એ એકલા જ કામ પતાવી દેવાનું નક્કી કર્યું. દસ દિવસે મેળ પડ્યો. પટાવાળાએ સમજાવ્યું કે પાંચસોની નોટ મૂકી દેજો કામ પતી જશે. દુકાળમાં અધિક માસ જેવી હાલત હતી. અમથીએ સોની નોટ બતાવીને કહ્યું કે આટલા જ છે. પેલાની નજર મંગળસૂત્ર પર પડી એટલે અમથીથી બોલાઈ ગયું,"એ જીવે છે હજી. અને સાહેબ જેની પાસે પાંચસોની નોટો હોય એને રાસનના અનાજની શું જરૂર? તમે  મારા ભાઈ જેવા છો. સાહેબને સમજાવી દો ને. હવે ખાલી દસ દિવસ બાકી છે મહિનો પૂરો થવાને. અનાજ નહિ મળે તો ખાઈસુ શું?" પેલાને દયા આવી અને કામ પતી ગયું. અમથીએ સોની નોટ આપી તો તેણે પાછી આપી. "એકતો ભાઈ બનાવો છો ને પૈસા આપો છો? રહેવા દો બેન તમને કામ લાગશે." અમથીને નાનપણમાં ગુજરી ગયેલો પોતાનો ભાઈ યાદ આવી ગયો. તેની આંખો ભીની થઈ ગઈ. તેણે પેલાના માથે હાથ મુક્યો અને ડુસકા ભેર બહાર દોડી ગઈ.

નવું કાર્ડ આવી ગયું. જમલો બધાને કહેતો કે જો અમથી ન હોત તો આ કામ થયું જ ન હોત. અને અમથીના ગાલ પર રતાશ આવી જતી. તે નીચી નજરે જમીનને જોવા મંડતી. અંતે રાસન લેવાની તારીખ આવી ગઈ. અમથી લાઈનમાં ઉભી રહી ગઈ. નંબર આવ્યો એટલે પેલાએ દુકાન બંધ કરી. "બસ આજનો કોટા પૂરો.."

"પણ ભાઈ, મારે કાલનો રોજ પડશે. હું એકલી જ તો બાકી છું. પેલાએ અમથીના પાટલા સામે જોયું. "નવા કાર્ડના પૈસા બાકી છે. કાર્ડ આવ્યા પછી કોઈ પેંડા આપવા પણ આવ્યું નથી. અમથીની માના પાટલા આપવાની ના પાડતા તે ચાલતો થયો. દરરોજ સવારે અમથી દુકાનની બહાર બેસી જતી." આશાપુરા મંડળી નામ તેના મગજમાં કોતરાઈ ગયું પણ દુકાન ખુલતી નહિ. તે પાછી જાય એટલે બે મિનિટમાં દુકાન ખુલતી એવું આસ પાસ વાળા બધા કહેતા.

તેને વિશ્વાસ આવી ગયો કે તેની રાસનની આશા પુરી થવાની નથી. હવે તે વધારે મહેનત કરતી અને સાંજે સાંજે આગળ ભણતી. એક કરિયાણા વાળાને ત્યાં જમલો સવારે વહેલા ડિલિવરીનું કામ કરતો એટલે સસ્તા ભાવે અનાજ મળી જતું. આ વાતને સાત વરસ વીતી ગયા. એક દિવસ આશાપુરા મંડળી પર સરકારી ચેકીંગ આવ્યું. દુકાનને સીલ વાગી ગયા કારણ કે સરકારી અનાજ આપવાના તે અલગથી પૈસા લેતા હતા. દુકાનદાર  પેલા સરકારી મેડમને જોઈને વિચારતો હતો,"આમને પહેલા ક્યાં જોયા છે?" મેડમે ડ્રોવર ખોલ્યું એમાં પેલા વિછિયા જોયા. તે હાથમાં લીધા અને પહેરી લીધા. દુકાનદાર હજુ પણ દ્વિધામાં હતો. તેને આ મેડમનો ચહેરો પરિચિત લાગતો હતો. વાત સાચી હતી. અમથી ભણીને હવે સરકારી ઓફિસર બની ગઈ હતી. દરરોજ નવી દુકાન પર સીલ લાગ્યાના સમાચાર છપાતા હતા. અમથી સીલ માર્યા પછી ત્યાં કંકુના થાપા લગાવી દેતી.


Rate this content
Log in