Kinjal Pandya

Romance

5.0  

Kinjal Pandya

Romance

છે કોઈ એવી ભાષા ? ભાગ ૫

છે કોઈ એવી ભાષા ? ભાગ ૫

3 mins
680


"રાધા રાધા રાધા રાધા

ક્રિષ્ન ક્રિષ્ન ક્રિષ્ન

રાધા ક્રિષ્ન રાધા ક્રિષ્ન..."


સેજલ નો ફોન રણકી ઉઠે છે. આ સેજલના ફોનની રીંગટોન છે. 'હલો...વિશાલ.. હલો...વિશાલ.. હલો... હલો વિશાલ...'

'બોલ ને મારી ગાંડી...'

'વિશાલ તે તો મારો જીવ જ કાઢી નાખ્યો.'

'અરે ગાંડી હું તને જ સાંભળવામાં ખોવાઈ ગયો.'

'બોલ હવે આમ કેમ અચાનક ફોન કર્યો. પપ્પા જોઈ લેત તો ?

'એમ જ કર્યો હવે, તારો અવાજ સાંભળવા નું ખૂબ મન થયું.'

'મારા વાલા હવે કહી દે ને તને પણ મારી યાદ આવે છે.'

'હા હવે, એતો આવવાની જ ને.પણ શું કરું યાર.'

'વિશાલ હું તને જલદી મળવા આવીશ.'

'ના ના ગાંડી જરાય ઉતાવળ ના કરીશ.'

'વિશાલ ઘણો સમય થઈ ગયો છે મેં તને જોયો પણ નથી. પંદરેક દિવસ થોભી જા. હું ચોક્કસ આવીશ. આપણે જલદી મળીશું. ચાલ, હવે ફોન મૂકું. આઈ લવ યુ જાન.'

'હા મારી ગાંડી હા આઈ લવ યુ એ સેજલી આઈ લવ યુ.'

'હા મારા મીઠડા હા આઈ લવ યુ કહી.' સેજલ ફોન મૂકી દે છે..

બંને લવ યુ, લવ યુ કરતા અંદરથી દુખી પણ ચહેરો હસતો રાખી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.


કોઈ તડપે છે તારી યાદમાં,

કોઈ ઝૂરે છે તારા વિરહમાં,

આવને શ્યામ જલદી મળવા,

નહીં તો પ્રાણ જાશે મારા,

પળવારમાં


જાણું છું બધું જ,

સમજું છું બધું જ,

પણ હવે,

હૈયું ન રહે મારા હાથમાં.


જાણું તારા હૈયાના હાલ કાના,

એ પણ દેખાય મને તારી આંખોમાં,

બસ હવે તો ભળી જવું એકમેકમાં.


સેજલ ગમે એમ કરીને વિશાલને મળવા જવા વિચારે છે. બસ કંઈ પણ કરીને એણે વિશાલ પાસે જવું છે. હવે એનાથી જરાય રહેવાય એવું નથી. સામે વિશાલ પણ સેજલને મળ્યા વિના રહી શકતો નથી. પરંતુ એ સેજલને મુશ્કેલીમાં પણ મૂકવા નથી માગતો.


આ કેવો પ્રેમ છે યાર,

બંને મૌન છે પણ બધુંજ સમજાય જાય છે.


મૌનની ભાષા પણ અદભૂત હોય છે,

એ કયાં બધાને સમજાતી હોય છે,

પ્રેમમાં કહી દેવું સહેલું હોય છે,

પણ મૌન રહેવું કઠીન હોય છે.


મૌનની ભાષાને સમજનારા કયાં મળે છે ?

અને મળે તો એ કયાં આપણા થતાં હોય છે ?

આથી જ તો કહું છું કે,

" મૌન પણ એક વાણી છે,

સમજાય તો ઠીક નહીં તો બધું પાણી છે"


વિશાલ સેજલને મેસેજ કરે છે, 'સેજલ... હોળી આવી છે. હું કંઈ તને આપી તો નથી શકતો કારણ તારાથી ખૂબ જ દૂર છું. પણ હું જાણું છું કે તને હંમેશાની જેમ જ ઉપહારમાં કવિતા જ જોઈશે. તો સાંભળ મારી ગાંડી.


અને એના રંગે તો ત્યારેજ રંગાઈ ગયા,

જયારે એના દિલથી અથડાઈ ગયા,


જયારે એના ચહેરો જોઈ અંજાય ગયા,

જયારે એના હોઠથી ભીંજાય ગયા,



જયારે એના સ્મિતથી અથડાઈ ગયા,

અને થયો સ્પર્શ જયારે એમના દિલનો,


અને ત્યારેજ,

એના રંગે રંગાઈ ગયા


'અરે વાહ, વિશાલ સર તમે તો કમાલ કરી. આજે તો માંગ્યા વિના જ. લવ યુ મારા વિશલા, મારા જીવલા.


ઉડાડ અબીલને ગુલાલ કાના,

રંગ મને તારા રંગમાં કાના.


જોઉં પછી મારા પર તારો રંગ ચડે,

કે પછી, રંગાઈશ મારા રંગે તું કાના.


'વિશાલ હું તને જલદી મળવા આવીશ મારા વહાલા. લવ યુ, મિસ યુ. આમ જોવા જઈએ તો એટલું બધું કહેવુ છે. પણ કહેવાતુજ નથી, અને મારે તને કંઈક કહેવું છે એ કીધા વિના રહેવાતું પણ નથી.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance