Kinjal Pandya

Romance

2  

Kinjal Pandya

Romance

છે કોઈ એવી ભાષા???(2)

છે કોઈ એવી ભાષા???(2)

5 mins
732


કલાકો સુધી બંને વચ્ચે કોઈ જ વાતચીત નથી થતી..ફકત બંને ના હૈયા રડે છે ને આંખો બોલે છે..બંને એકબીજાનો હાથ એકદમ ફીટ પકડી ને પ્રેમ વરસાવતા રહે છે.

વિશાલ-સેજલ!!?? સેજલ તરત જ,..હા વિશાલ.!!

બોલ ને મારા વાલા..

સેજલ તું કયાં સુધી મારી રાહ જોઈશ!!????કયાં સુધી??

સેજલ -

હા જોઈશ હું તારી રાહ...

અંત સુધી જોઈશ તારી રાહ...

મળશુ આપણે પણ જલદી.

હા હું જોઈશ એની રાહ..

રાહ તો હું જોઈશ તારી..

પણ,મળશે રાહ મને મારી????

સેજલ વિશાલ ને પોતાની લાગણી ને કવિતા રૂપે પ્રગટ કરે છે..

વિશાલ પણ કંઈ પાછળ પડે એમ નથી..એ પણ ખૂબ સરસ કવિતાઓ અને આર્ટીકલ લખે છે..

વિશાલ પ્રેમથી સેજલનો હાથ પકડીને...

એક ચાહ છે બેવ ની,

અને અલગ રાહ છે,

એકને કરવો સર દરિયો,

બીજા ને હિમાલય,

ડીલ અલગ છે પણ દિલ એક છે,

રાહ અલગ પણ ચાહ એક છે,

હૈયા અલગને,શ્વાસ એક છે..

(કવિ)

સેજલ અને વિશાલ ઘણી વખત ડુએટ (duet)કવિતાઓ લખતા અને "કવિ" નું ઉપનામ આપી પોતાના પ્રેમને માણતા..

પ્રેમમાં ગળાડૂબ બંને હંમેશા એકબીજાનું જ વિચારતા..

ઉપરના કાવ્યાત્મક સંવાદ પતાવી પોતાની સંવેદનાને લઈ એકબીજાને આઈ લવ યુ કહી જેમ તેમ હાથ છોડી ને છૂટા પડે છે.

હાથ છૂટયા પણ સાથ કયાં છૂટયા હતા!!????

વિશાલ ગમે તે કહે પણ સેજલ આમ જ કંઈ હાથ અને સાથ છોડે એમ ન હતી. બે દિવસ સેજલ અને વિશાલ ખૂબ તડપે છે એકબીજા માટે. નથી રહી શકતા બંને એકબીજા વગર..સેજલ એના પ્રેમને ટકાવી રાખવા વલખાં મારે છે..સામે વિશાલ પણ મક્કમ મન કરીને સેજલથી દૂર જવાની જ વાત પર અડગ રહે છે. સેજલ એની જીદ ને માન આપીને છેલ્લી વાર પૂછે છે.

વિશાલ તું હા કે ના માં જ જવાબ આપજે, તારે મારી સાથે રહેવું છે કે નહીં ??? વિશાલ કહે, રહેવુ પણ છે અને નથી પણ..

ના વિશાલ...તું સરખું કે, તારે રહેવું છે કે નહીં??? વિશાલ ના રુડિયા માં પારાવાર પીડા થાય છે,સેજલ એ અનુભવે છે.

કરાવે છે ઝઘડા

ચિંતા એકમેકની

આતે કેવી પ્રિતની રીત

એ ન સમજાણી...

વિશાલ મક્કમ મન કરીને કહે છે કે, હા સેજલ મારે નથી રહેવું તારી સાથે. તું તારી જાતને સાચવજે...એમ વિશાલ લાગણીશીલ વાતો કરવા જાય છે ત્યાં જ સેજલ એને અટકાવી દે છે..ફકત એ જાઉં એવું કહી વિશાલ નો ફોન નંબર delete કરી નાખે છે, એટલે વિશાલ ને સેજલ નો વોટ્સએપ dp માં નો ફોટો દેખાતો બંધ થઈ જાય છે.એ સેજલ ને એનો ફોટો રાખવા કહે છે પણ સેજલ એને જવાબ આપી શકે એ હાલત માં નથી હોતી. નથી એ કહી શકતી કે નથી વિશાલ વગર રહી શકતી. બસ રડયા કરે છે..પોતાનુ મોઢું ઓશિકામા દાબી ને છૂટે હૈયે રડે છે.બસ એના મનમાં જાણે કે વિશાલના નામના જાપ ચાલે છે.વિશાલનો નંબર હોય તો ફોન કે મેસેજ થાય ને!! આમ વિચારી નંબર કાઢી નાખે છે,હવે એ વિશાલ માટે પરિસ્થિતિ વધુ ખરાબ નથી કરવા માંગતી..

બંને જણ Instagram, Facebook પર એકબીજાની story જોતાં જાય અને જીવ બાળતા જાય છે..

સેજલ Instagram પર આમ જ સમય પસાર કરતી હોય છે ત્યાં રાધા કૃષ્ણનો ફોટો જોવે છે તેના પર લખેલું હોય છે,

"તમે ભલે કોઈ ના થી દૂર થઈ જાઓ પણ તમારો dp માં રહેલો ફોટો ન કાઢતા ,કારણ એને જોઈ ને કોઈ જીવતું હોય છે "

ત્યાં એને વિશાલ ના વાકયો યાદ આવે છે.એ બાવરી થઈ જાય છે એનાથી સહન નથી થતું એણે અજાણતાં માં વિશાલનું કેટલું દિલ દૂભાવ્યુ...એ વિચાર એને ગાંડી કરી મૂકે છે,જેમ તેમ પોતાની જાતને સંભાળી ને એક ડગલું ભરવા પગ ઉપાડ્યા ત્યાં જ જાણે એ અટકી ગઈ. એ બાવરી બાવરી વિશાલનો નંબર શોધવા માંડે છે.એને કશે પણ નંબર મળતો નથી.. રડતી જાય અને વિશાલનો નંબર શોધતી જાય, પોતાની જાતને કોશતી જાય,પોતાને જ ધિક્કારતી જાય. ત્યારે જ એ ને યાદ આવે છે કે truecaller માં હશે જ. ઘણાં બધાં નંબરો જોઈ ને સેજલ પારાવાર મૂંઝાય છે, હવે એણે અજાણતા માં વિશાલ ને આપેલા દુખ ની અગ્નિમા બળે છે. આખરે આશરે વિશાલનું જ નામ દઈને એક નંબર પર ટચ કરે છે.નંબર ડાયલ થાય છે ત્યાં જ વિશાલનું નામ ડિસ્પ્લે થાય છે, એ રાજીની રેડ થઈ જાય છે પણ પછી એ ફોન cut કરી નાખે છે .

સેજલ વિશાલ ને કવિતા લખી મોકલાવે છે..

તારા થકી જ તો હું છું..

અને મારા થકી તું..

એકમેક માં ભલે ભળ્યા નથી

પણ આતમ એક જ તારો ને મારો..

તું મારો જીવ તો હું તારી ધડકન ..

મારા થકી જ ચાલે સંસાર આ તારો..

આવ પોરવી લઈએ હાથ..

છૂટશે ના કદી આ તારો ને મારો સાથ..

રહેશે અમર પ્રણય તારો ને મારો..

ઉજવશું પ્રણય તારો ને મારો..

તારા થકી જ તો હું જીવું છું

મને હંમેશાં ખુશ અને ફરી જીવતી કરવામાં જીવ રેડયો છે તે તારો...

વિશાલ એને સરસ સરસ કહી પ્રતિસાદ આપે છે. સેજલ વિશાલ નો મેસેજ વાંચતાંની સાથે જ રડી પડે છે. હજી રહી રહીને એના મનમાં વિશાલ સાથે રહેવાનાં જ વિચાર આવે છે. બંને જણ મેસેજથી ઔપચારિક વાતો કરે છે. બંને ને હૈયે હવે હાશ થઈ છે.સેજલ વિશાલ ને પોતાના પ્રેમ ને એક ચાન્સ આપવા આજીજી કરે છે. એ વિશાલ ની બધી જ શરતો માનવા તૈયાર છે ફકત એને એ પ્રેમ કરતા પોતાની જાત ને રોકી શકતી નથી એમ જણાવે છે.સામે વિશાલ પણ એના વિના અધીરવો અને અધૂરો હોવાનું મનોમન કબૂલે છે. સેજલ વિશાલ ની સામે પોતાના પ્રેમ ની ભીખ માંગે છે..કેટકેટલા જતન કરે છે સેજલ વિશાલ ને I love you ...I lv u.....I lv u.... નથી ખબર કેટલી વાર લખે છે આખરે "કવિ" એટલે કે સેજલ અને વિશાલ ના પ્રેમ ની જીત થાય છે ને આખરે વિશાલ સેજલ ને I love you મારી ગાંડી એમ કહે છે..બંનેની આંખોમાં આનંદના આંસુ આવે છે.બંને જણ ફોન હાથમાં પકડી ને બેસી રહે છે કંઈ જ બોલતા નથી.એ બંને ના પ્રેમ માત્ર ને માત્ર એક જ સાક્ષી એવા ચંદ્ર એમના પ્રેમને વધાવી લે છે..

તું મારા માં

ને હું તારા માં..

પછી કયાં મઝા ભૂલવા માં

To be continue.....


Rate this content
Log in

Similar gujarati story from Romance