STORYMIRROR

Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

છડી રે છડી

છડી રે છડી

1 min
319

જાદુગર કાંતનું નામ ઘણું મોટું હતું. કારણકે એને બહુ જ મહેનત કરીને એક છડી બનાવી હતી. એ છડી બનાવવામાં એની વર્ષોની મહેનત હતી. કેટકેટલી વસ્તુઓ અને કેટકેટલા મંત્રતંત્રની મદદથી એ દુનિયાની શક્તિશાળી છડી બનાવી શક્યો હતો. છડી બનાવવા માટે કયાંકથી અમુક પ્રકારના શિંગડા, ખાસ જાતના નખ અરે, ત્યાં સુધી કે કોઈ વફાદાર માણસની આંગળી એવી અનેક વસ્તુઓ ભેગી કરી હતી. એને તો દુનિયાની શક્તિશાળી છડી બનાવવી હતી. એમાં એ સફળ પણ થઈ ગયો.

ત્યારબાદ એ દુનિયાનો શક્તિશાળી માણસ બની ગયો. એને જે વસ્તુ જોઈએ એ છડી પાસે માંગતાં બોલતો,"છડી રે છડી મારા માટે નવા કપડાં આપ." તો કયારેક અગ્નિ પર વાસણ મૂકી એમાં જાદુઈ લાકડી ફેરવી ઈચ્છીત રસોઈ પ્રાપ્ત કરતો.

છડી જેના હાથમાં હોય એ વ્યક્તિ દુનિયાની શક્તિશાળી વ્યક્તિ બની જતી. એકવાર એની છડી એના મિત્રએ ચોરી લીધી. તેણે જોયું કે છડી પાસે ધાર્યું કામ કરાવી શકાય છે. પણ મોટાભાગે એનો દુરોપયોગ લોકો કરશે. તેથી એને છડીની મદદથી ગરીબોને ભોજન આપવાનું શરુ કર્યું. અનેે એની પાસેથી ફરીથી છડી ચોરઈ ગઈ. ત્યારબાદ લડાઈ ઝગડામાં એનો ઉપયોગ થવા લાગ્યો.

આખરે જાદુગર કાંતે જ એ છડી ચોરી, એના ટુકડા કરી ઊંડી ખીણમાં નાંખી દીધી. એ જાણતો હતો કે એનો દુરઊપયોગ સર્વનાશ નોતરશે.

જોકે છડી તોડતી વખતે એ બોલ્યો,"છડી રે છડી હવે તારી જાદુઈ શક્તિ ખતમ કરી નાંખ".


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational