Shalini Thakkar

Inspirational

4.0  

Shalini Thakkar

Inspirational

છાયડો

છાયડો

3 mins
181


ન્યૂયોર્કથી રવાના થયેલી ફ્લાઈટમાં ભારત પહોંચતાની સાથે જ વિશાખાને રોમાન્ચનો અનુભવ થયો. ચાર વર્ષ પછી પોતાના બેનાના બાળકો કેયા અને કુણાલને લઈને વિદેશથી પોતાના વતન પહોંચ્યાનો રોમાંચની સાક્ષી એના હૃદયના વધતા ધબકારા આપી રહ્યા હતા. એનું મન પોતાના વતન જઈને પોતાના માતા-પિતા અને પરિવારજનોને મળવા માટે બેબાકળું થઇ રહ્યું હતું. આ બધા ઉત્સાહ વચ્ચે ચિંતા માત્ર એક જ વાતની હતી કે વિદેશના ઠંડા વાતાવરણમાં ઉછરેલા એના બેનાના બાળકો એના વતનમાં ગરમી સહી શકશે ?

ભારત પહોંચતા પહેલા એને પોતાના મનની મૂંઝવણ પોતાના માતા-પિતાને બતાવી હતી અને એટલે એના માતાપિતાએ અગાઉ પોતાના ઘરમાં એરકન્ડીશનની સુવિધા કરી રાખી હતી જેથી કરીને વિદેશમાં ઉતરેલા વિશાખાના બાળકોને તકલીફના પડે. ભારત પહોંચતા જ વિશાખા ગાડી કરીને પોતાના વતન પહોંચી ગઈ. પોતાના ગામમાં દાખલ થતાં જ ચારે બાજુ લીલા ઝાડ પાન અને હરીયાળી જોઈને વિશાખા બાળકો આનંદિત થઈ ઊઠ્યા. સિમેન્ટ અને પથ્થરથી બનેલા મહાનગરના ગગનચુંબી એપાર્ટમેન્ટમા બંધ રહેતા વિશાખાના બાળકોનું મન ગામના ખુલ્લા ખેતરો અને મેદાનો જોઈને પ્રફુલ્લિત થઇ ઉઠ્યું. બાળકોના ચહેરા પર આનંદ જોઈને વિશાખાને રાહતનો અનુભવ થયો.

ઘરે પહોંચતાની સાથે વિશાખા અને એના બાળકોનું ભાવભીનું સ્વાગત થયું. કેયા અને કુણાલને વૃદ્ધ નાનાનાની અને અન્ય પરિવારજનો દ્વારા મળેલા સ્નેહ અને લાગણીથી એક પ્રકારની હૂંફનો અનુભવ થયો. વિશાખાનું ઘર ખૂબ જ મોટું હતું અને એની ચારે બાજુ ખુલ્લી જગ્યા હતી જેમાં જાતજાતનાં ઝાડ પાન અને વૃક્ષો હતા. આજુબાજુ મોટા વૃક્ષો હોવાને કારણે ગરમીનો અનુભવ પણ નહોતો થતો. ચારે બાજુ પક્ષીઓનો કલરવ આખા વાતાવરણને મનમોહિત કરતો હતો. વિદેશમાં હંમેશા પોતાના ઘરમાં કેદ રહેતા વિશાખાનાના બાળકોને પણ રમવાની મોકળાશ મળી ગઈ હતી. ચારે બાજુ લીલોતરી અને કુદરતની સમીપ રહેવાથી બંને બાળકોને ખુશખુશાલ રહેવા લાગ્યા. બાળકોને ખુશ જોઈને વિશાખા અને ઘરના બધા જ સભ્યોની ચિંતા દૂર થઇ ગઇ. બાળકો આખો દિવસ આજુબાજુ રહેતા બીજાનાના ભૂલકાઓ સાથે મળીને ઘરની બહાર બગીચામાં કુદરતના સાનિધ્યમાં રમતા. ઘરની બહાર આખો બગીચો જાતજાતના ફૂલ અને છોડથી સુશોભિત હતો. આજુબાજુ મોટા મોટા વૃક્ષો ઘરને ઠંડો છાયડો આપતા હતા .

વિશાખાને પણ નાનપણથી જ ઝાડપાન રોપવાનો ખૂબ જ શોખ હતો. એને બરાબર યાદ છે કે એમાં કેટલાય ફુલ છોડ એણે પોતાના હાથેથી વાવ્યા હતા. અને એમાં પણ ખાસ કરીને ઘરની પાછળના ભાગમાં એક મોટું વૃક્ષ હતું જે વિશાખા અને એની બહેનપણીને મળીને વાવ્યું હતું જે આજે એક મોટા અડિખમ વૃક્ષોના પરિવર્તિત થઈ ગયું હતું. વિશાખાના બાળકો અને આજુબાજુના રહેતાનાના ભૂલકાઓ, જે વિશાખાના બાળકો સાથે રમવા આવતા હતા એ બધા માટે એ વૃક્ષ મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર હતું. રોજ બધા બાળકો ભેગા થઈને એ મોટા વૃક્ષની નીચે રમતા અને જાતજાતની પ્રવૃત્તિઓ કરતા. ત્યાં બધા બાળકો ક્યારેક સાથે બેસીને ભણતા તો ક્યારેક એમની પિકનિક થઈ જતી. ક્યારેક વૃક્ષની ડાળ પર દોરડું બાંધીને હીંચકા ખાતા તો ક્યારેક વૃક્ષની ડાળ પર ચડીને ત્યાં બેસી જતા. વૃક્ષ એટલું ઘટાદાર હતું કે એના છાયડા નીચે બાળકોને ભર બપોરે પણ ઠંડકનો અનુભવ થતું. ન તો ક્યારે એસી યાદ આવતું કે ન તો એસી જઈને બેસવાનું મન થતું. વર્ષો પહેલા એક ઝાડ રોપીને વિશાખા પોતાના બાળકને ભવિષ્યમાં આટલો બધો આનંદ આપી શકશે એવું એણે ક્યારેય નહોતું વિચાર્યું.નાનપણમાં પોતાના ઝાડપાન અને વૃક્ષો રોપવાના શોખનું ભવિષ્ય માં આટલું સુંદર પરિણામ જોઈને એને પોતાના એ કાર્ય કરવાથી ગર્વ અનુભવ થયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational