STORYMIRROR

Shailesh Joshi

Drama

3  

Shailesh Joshi

Drama

ચેક

ચેક

1 min
14.8K


એક મારા અંગત મિત્રએ અચાનક મારા હાથમાં એક ચેક મુક્યો અને કહ્યું;

‘લે આ મારા તરફથી તને ભેટ!’

હું આશ્ચર્યચકિત એની સામે જોઈ રહ્યો.

મેં આજ સુધી મિત્રભાવે પણ એમની કોઈ આશા નહોતી કરી,

ને મારે એવી કોઈ મદદની જરૂર પડી હોય એવું યાદ નથી.

છતાં આજે એ મને કહે; 

'અરે મને ઈશ્વરે આપ્યું છે અને તું એનો હકદાર છે, 

હું ખુદ તને આ અધિકાર આપું છું,

જેટલી રકમ જોઈએ તારા હાથે ચેકમાં ભરી દે.'

હું ચેકને હાથ ના લગાવી શક્યો,

હું એના ભાગનું કઈ રીતે લઈ શકું?

એટલામાં એણે જાતે ટેબલ પરથી ચેક ઉઠાવ્યો,

ખિસ્સામાંથી પેન કાઢી ને મારી આંખો ફાટી રહી.

એક એકડો ને પછી એક.. બે.. ત્રણ.. એમ મીંડા એ મૂકવા લાગ્યો,

ને એક એક મીંડે મારા શ્વાસ અદ્ધર થતાં ગયાં ને 

ચેકબુકના આંકડાં સદ્ધર થતાં ગયાં.

હું આખીય જિંદગીમાં ના કમાય શકું એટલી રકમ હતી એમાં, 

આ ચેક મારા હાથમાં મૂકતા એ કહે;

'ખબર નહિ કેટલાંય જન્મનું ઋણ છે તારું મારા પર...'

મારાથી એની આ લાગણીનો અનાદર ના થઈ શક્યો,

મનની ના છતાં હું એ ચેક લઈ નીકળી ગયો,

આ ઘટનાને ઘણો સમય થઈ ગયો,

એક દિવસ એનો ફોન આવ્યો....મને કહે;

'આઈ એમ સોરી યાર, 

એ દિવસે લાગણીના આવેગમાં હું ચેકમાં સહી કરતા જ ભૂલી ગયો...'

છતાં આઉટ ઓફ ડેટ થયેલા એ ચેકને મેં આજેય જીવની જેમ સાચવી રાખ્યો...

એ ચેક મારા હાથમાં મૂકતી વખતે એનાં શબ્દોમાં જે લાગણી હતી 

એનું મૂલ્ય ચેકબુક આંકડાથી તોલી શકાય એમ નહોતું.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati story from Drama