Shailesh Joshi

Inspirational

1  

Shailesh Joshi

Inspirational

રંગ દે તું મોહે ગેરુઆ.

રંગ દે તું મોહે ગેરુઆ.

2 mins
1.6K


રંગ દે તું મોહે ગેરુઆ...

આજે રંગોથી રોળવાની જરાય હોંશ નથી... આજે ફકત પાણીથી રંગોને ધોવા છે... હોળીના દિવસે કોઈ આપણા રંગો ધોઈ નાખે એ ન ગમે... ગુસ્તાખી માફ...

'હોળી'નો સીધો સંબંધ રંગો સાથે જ જોડવો હોય તો આપણા બધા દિવસો 'હોળીડે' છે... હવે આપણા 'હોલીડે' અને 'હોળીડે'માં બહું ફર્ક દેખાતો નથી... જીવનમાં રોજ નાની-મોટી હોળી હોય જ છે... ત્રણસો ને પાસઠ દિવસમાં આપણે કેટલાંય રંગોથી રોળાતા ને ચોળાતા હોઈએ છીએ... ક્યારેક આતંકનો લાલ રંગ લોહીલુહાણ કરી જાય છે... કયારેક ભ્રષ્ટાચારનો ભૂરો રંગ આપણને આખેઆખા ભરડી જાય છે... બ્લેક મનીના બ્લેક રંગે તો આપણે આપણને પણ ઓળખી ના શકીએ એટલી હદે રગદોળ્યાં છે... બેકારીના બ્લ્યૂ રંગે આપણા જીવનની બ્લ્યૂ પ્રિન્ટને બરબાદ કરી નાખી છે... પશ્વિમની પિચકારીમાંથી નીકળેલાં પર્પલ રંગે આપણા ગાલ પરના  ડિમ્પલને ચપ્પલ ફટકારીને લાચારીના લાલ રંગે રંગી નાખી, જે લાલાશને આપણે મોડર્ન નામનો મરુન રંગ ગણી લીધો... જાતિવાદના જાંબલી રંગે આપણા આંગણાની આંબલીને ખટ્ટરતા બક્ષી છે... પોતે જૂનો સાબિત ના થઈ જાય એ માટે બીજાને ચૂનો લગાડતા લગાડતા માણસ સાવ સૂનો થઈ રહ્યો છે... પ્રેક્ટિકાલિટીએ આપણી આંખમાં પીળા રંગના શમણાં આંજી આપણને કમળાગ્રસ્ત કરી નાખ્યાં છે.. આ કમળાથી બચવા આપણી પાસે મીરાંનો કાળો કામળો પણ નથી.. યેલ્લોએ આપણી જીભ પર પણ હાય-હેલ્લોનું સ્વીટ પોઇઝનનું લેબલ ચોટાડી દીધું છે.. આપણે એટલા બધાં રંગોમાં રગદોળાયા છીએ કે હવે આપણા ઢંગના નક્શા ને કક્ષા વેરવિખેર છે... ઢોંગમાં ને ઢોંગમાં આપણે કેટલાં રૉંગમાં જતા રહ્યા છીએ એનો અંદાજો લગાવવો શક્ય નથી રહ્યો...

આપણા પર એટલાં રંગો લાગ્યાં છે કે હવે એમાંથી સાત રંગોનું મેઘધનુષ્ય રચી ના આપણે પ્રકૃતિ માતાનો તાજ રચાવી શકીશું, કે નાતો નવરંગી ચૂંદડી રચી સંસ્કૃતિ માતાની લાજ બચાવી શકીશું..

આપણો ભીતરનો ભેરું એટલે ગેરું... જેનું ક્યાંય નથી પગેરું...

આપણને હવે સહજતા અને સરળતાસભર (ગુજરાતી) ગેરું રંગ ગમતો નથી.. એટલે જ જયારે કોઈપણ જગ્યાએ રંગ પસંદગીની બાબત આવે તો આપણે ઇંગ્લીશ રંગ માગીએ છીએ ને ત્યારે આપણે ભૂલી જઈએ છીએ ઇંગ્લીશ રંગને ચમકતો અને ટકાવી રાખવો હોય તો પ્રથમ ગેરું લગાવવો પડે છે...એટલે જ કદાચ બધા રંગોને બાજુ પર મૂકી એક ગીતકાર લખે છે, "રંગ દે તું મોહે ગેરુઆ."

એટલે જ કદાચ મીરાંને બધાં રંગોમાંથી એક કાળો જ રંગ ગમ્યો હશે...

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational