nayana Shah

Inspirational

4  

nayana Shah

Inspirational

ચારધામ

ચારધામ

5 mins
648


જોનારને જરૂર ઈર્ષા આવે એવું જોડું હતું. આશ્લેષ અને અમીનું. કોઈક તો એ કાવ્ય ની લીટી પણ બાેલી રહ્યું હતું," અહાે...કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દિસે. "ખરેખર સુંદરતામાં તો કામદેવ અને રતિ જ લાગે. ભણતરમાં તો બંને એ બબ્બે વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી.નોકરી તાે બંને સાથે જ કરતાં હતાં. બંનેને તગડું પેકેજ મળતું હતું. આશ્લેષ એકનાે એક હતો અને સામે અમી પણ એકની એક. બંને શ્રીમંત કુટુંબના. અઢળક સંપત્તિની છોળો વચ્ચે ઊછરેલા. બંને કુટુંબ સંસ્કારી. બંને કુટુંબ લક્ષ્મી અને સરસ્વતીને વરેલા. બંનેના જીવનમાં એક જ શબ્દની કમી હતી અને એ શબ્દ એટલે-' દુઃખ'. જો કે ભાગ્યશાળીના જીવનમાંથી જ આ શબ્દ નાબૂદ થઈ જાય.

લગ્નના થોડા વર્ષો તો હસી-ખુશીને પસાર થઈ રહ્યાં હતા. બંને જોડે જ નોકરી પર જતા અને જોડે જ પાછા ફરતાં. ઓફિસમાં પણ બંને લોકપ્રિય હતા. વાણીની મીઠાશે સે તો એમને બધાના દિલ જીતી લીધા હતા. પરંતુ એવામાં અમીના મમ્મી દાદરેથી પડી જતાં ફેક્ચર થઈ ગયું. બંને પગે પાટો આવી ગયો. ત્યારે આશ્લેષના મમ્મીએ કહ્યું, " અમી, તારા મમ્મી પપ્પાને અહીં જ બોલાવી લે. આપણું ઘર મોટું છે. અમને પણ તારા મમ્મી-પપ્પા આવવાથી ગમશે. અમે સરખે સરખા ભેગા થઈ વાતો કરીશું. "પરંતુ અમીના મમ્મી દીકરીના સાસરે આવવા તૈયાર ના થયા. આખરે આશ્લેષના મમ્મી બોલ્યા, "બેટા, તારા મમ્મી ભલે' કેરટેકર' રાખે પણ દીકરી જેવી ચાકરી કોઈ ના કરે. તું તારા મમ્મી સાજા થતાં સુધી ત્યાં જ રહેજે. અહીં અમે છીએ. તું સહેજ પણ ચિંતા ના કરીશ. તારા મમ્મીને એમ ના થવું જોઈએ કે મારે દીકરો નથી તો ચાકરી કોણ કરશે ? તારી મમ્મીને બિલકુલ ઓછું આવવું ના જોઈએ."અમી પિયર રહેવા ગઈ. થોડા દિવસ તો રજા લીધી. પછી એ ઓફિસ જવા તૈયાર થઈ ત્યારે એની મમ્મીની આંખમાં આંસુ હતા. એ ઉદાસ થઈ ગયા હતા. અમી કશું બોલી નહીં પરંતુ ઓફિસ જઈને રજા લંબાવી. એના મમ્મીને ખબર પડતા બોલ્યાં, " બેટા, મારા માટે તું કેટલું કરીશ ? આશ્લેષના ઘરનાએ તને મારી ચાકરી કરવા માેકલી એ એમની મોટાઈ છે. બાકી આ જમાનામાં કોણ કોનું કરવા નવરું છે ?"બે મહિના સુધી પથારીવશ માતા માટે એ બધું જ કરતી રહી. ક્યારેક તો એની મમ્મી બોલી ઉઠતાં, " મારા બગડેલા કપડા તું સાફ કરે છે,મારું માથું ઓળી, કપડાં બદલાવે છે. તું મારું કેટલું કરે છે ? "અમી એની માના માથે હાથ ફેરવતા બોલી, " મમ્મી, હું નાની હતી ત્યારે તું મારું બધું જ કરતી હતી. ત્યારે મેં તને ક્યાં કહેલું કે તું મારું કેટલું કરે છે ? મને તો બોલતા કે ચાલતાં પણ આવડતું ન હતું. તારી આંગળી પકડીને ચાલતાં શીખી. મારી નાની નાની જક પણ તેં અને પપ્પાએ પૂરી કરી છે. અડધી રાત્રે હું રડતી તો મને ઊંચકીને તમે આંટો મરાવવા પણ બહાર લઈ જતા. આજે હું જે કંઈ પણ છું એ તમારે કારણે....હવેથી તું આવી વાત કરીશ તો હું મારા સાસરે જતી રહીશ. "

બે મહિના બાદ અમી એના સાસરે પાછી આવી. ફરીથી એ જ ક્રમ ચાલુ થઈ ગયો. અમીના મમ્મી અવારનવાર આશ્લેષના મમ્મીને ફોન કરી આભાર વ્યક્ત કરતાં. પતિ- પત્ની નોકરીએ જતાં. પરંતુ એમનો આ નિત્યક્રમ લાંબો ટક્યો નહીં. આશ્લેષના પપ્પા થોડા દિવસોથી દવા લેવાનું ભૂલી જતાં હતાં. આમ તો એ નિયમિત હતાં એટલે કોઈ યાદ કરાવતું નહીં. તેથી જ એમને લકવા થઈ ગયો અને દવા કર્યા બાદ પણ પથારી પકડી લીધી હતી. જો કે ડોક્ટરે કહેલું કે થોડા સમય બાદ સારું થઈ જશે.એ દરમ્યાન નિયમિત કસરત કરાવવી પડતી. આશ્લેષના મમ્મીની ઉંમર થઈ ગયેલી તેથી પતિને પડખું ફેરવવામા પણ મદદ કરી શકતા ન હતા. જો કે પાંચ છ મહિનામાં એમને સારું તાે થઈ ગયું. એ સમય દરમિયાન અમી અને આશ્લેષ વારાફરતી રજા લેતા હતા. અમી અને આશ્લેષ એમનો પડતો બોલ ઝીલતાં હતાં. કદાચ એમને યોગ્ય અને વધુ પડતી સંભાળને કારણે જ આશ્લેષના પિતા જલદી સાજા થઈ ગયા હતા. પરંતુ થોડાક જ મહિનાઓ બાદ અમીના મમ્મીનું એકાએક અવસાન થતાં અમીના પપ્પા એકલા પડી જવાથી નિરાશામાં સરી પડયા હતા. યાદશક્તિ લગભગ જતી રહી હતી. અમી એના ઘરે પપ્પાને લઈ આવી. પરંતુ ઓફિસથી આવ્યા બાદ એક મા જેમ બાળકની સંભાળ રાખે તેમ એ તેના પપ્પાની સંભાળ રાખતી હતી. પરંતુ આ પરિસ્થિતિ બહુ લાંબી ના ચાલી. એ ઈશ્વરને ત્યાં પત્ની પાછળ ચાલી ગયા. અમી જ્યારે ઓફિસ ગઈ ત્યારે એના પટાવાળાએ પ્રસાદનું પેકેટ આપતાં કહ્યું, " અમીબહેન, તમે રજા ઉપર પર હતા. મેં પ્રસાદ તમારા માટે સાચવી રાખ્યો હતો. મારે ચારધામની જાત્રા કરવી હતી પણ થોડા પૈસા ખૂટતા હતા. પરંતુ આશ્લેષભાઈને આ વાતની ખબર પડી તો મને સામેથી ખૂટતા પૈસા આપ્યા. હું પાછા આપવા ગયો તો સાહેબે પૈસા ના લીધા. બહેન, ભગવાન તમારી જોડી સલામત રાખે. "જતાં જતાં એ એવું પણ કહી ગયાે, " બહેન, જુવાનીમાં જ ચારધામ થાય. ઘડપણમાં તો ઘણું અઘરું પડે. જિંદગીમાં એકવાર તો ચારધામ કરવા જ જોઈએ. "

અમીના મગજમાં પણ આ વાત ઠસી ગઈ. સાંજે એને આશ્લેષને વાત કરી, " આપણે ચારધામ કરી આવીએ. " બે મહિના બાદ બંનેને રજા મળે એમ હતું. તેથી તો આશ્લેષ ટ્રાવેલ કંપનીમાંથી બે મહિના પછીની ટિકિટ લઈ આવ્યો. બંને જણા ખુશ હતા. ગરમ કપડાં, રેઈનકોટ, વગેરેની ખરીદી ચાલુ કરી દીધી હતી. પરંતુ જવાના આગલા દિવસે જ અમીના સાસુ ને છાતીમાં દુખાવો ઉપડયાે. ડોકટરે કહ્યું, " એટેક છે." ત્યારબાદ તો બાયપાસ સર્જરી કરાવવી પડી. ટિકિટ તો કેન્સલ કરાવી દીધી. પરંતુ અમીએ કહ્યું, " હવે આપણે મમ્મીનુ ખાવા-પીવાનું સાચવવું પડશે. રસોઈવાળી બાઈ નહીં ચાલે. કારણ કે તે તેલ-ઘી વધારે વાપરશે તો મમ્મીને નડશે. અને રસાેઈવાળીની રસોઈ અને ઘરની પુત્રવધુની રસોઈમાં ફેર હોય છે જ. આવતા વર્ષે જઈશું. પછીના વર્ષે અમીને સારા સમાચાર હતા તેથી ચારધામ જઈ શકે એમ ન હતું. પરંતુ અમી કહેતી હતી, " આશ્લેષ,આપણે તો ચારધામની જાત્રા થઈ ગઈ છે. હવે ફરી થાય કે ના થાય શું ફેર પડે ? " " ચારધામની જાત્રા ક્યારે થઈ ? " આશ્લેષ આશ્ચર્ય સાથે બોલ્યો. અમી હસતાં હસતાં બાેલી, " આશ્લેષ, આપણે તારા મા બાપ અને મારા મા-બાપની સેવા કરી, એ ચાર જણની સેવા એ જ ચારધામ. આપણે દિલથી સેવા કરી છે, એ જ આપણી યાત્રા છે. ઘરના જીવતાં જાગતાં ભગવાનની સેવા છોડી ચારધામ જવાનો શું અર્થ ? આપણા મા-બાપ જ આપણા ભગવાન છે.અને એ જ આપણી ચારધામ જાત્રા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational