ચાલશે - ૧
ચાલશે - ૧
વીસ માર્ચે બે હજાર વીસ,વડોદરાના એરપોર્ટ પર ઉતરી ત્યારે ખબર નહોતી કે હું ચાલશે શબ્દને ઓળખતી થઈ જઈશ.
બધાજ રાહ જોઈ રહ્યા લોકડાઉન ને ખૂલવાની..ઘરે ઘરે આખા વિશ્વમાં પૃથ્વીની ગતિ ધીમી પડી ગઈ છે. કેટ કેટલું લખાયું, કેટકેટલી વ્યથાને વર્ણવાય, અરે જે આપણા જીવનની પટરી પર આપણી સાથે હતા આપણા કારીગરો..તેની સાચી ઓળખ પામ્યા.
સગવડો ખાતર જીવતા હતા તે સગવડો ધીરે ધીરે આદત હતી તે સમજતા થયા. જીવનમાં પ્રવેશ્યો શબ્દ..ચાલશે. આ નથી ઘરમાં તો મન બોલી ઉઠ્યું ચાલશે, કબાટ ગોઠવ્યું તો ખ્યાલ આવ્યો અરે જીવનમાં હજું બે વરસ સુધી જો એકપણ કપડું નહીં વસાવું તો ચાલશે. મને જ નહીં આજ દરેકને કહું છું મનને પૂછો કે તમારી પણ આજ મનોવ્યથા છે ને..? અરે ચાલવા માટે ચંપ્પલ કે ઓફિસે જવા બૂટ પણ એટલા છે કે બે વરસ ચાલશે...! ખાવાનું બનાવા અલગ અલગ વાસણ કુસણ એટલા છે કે એક પેઢી પછી પણ વાપરી શકશે..એટલા ચાલશે, અનાજ શા માટે સંગ્રહ કરી રાખવું બે ટંક બ
નાવતા શીખ્યા હમણાં હમણાં જ તે પણ ખપ પૂરતું જ જેથી પેટ ભરાય એટલું જ ..વધ્યું તો સવારનું સાંજે ખાય -પી લઈશું ..ચાલશે..વાશી તો ન જ ખાઉની વાતો કરનારા ન મળતા શીખ્યા કહેતા...ના ના ચાલશે !
બસ તો એક વાત સમજી લો...હજુ પણ કાંઈ જ નથી બગડ્યું ન આર્થિક પરિસ્થિતિ ન વિંટબણા.બે વરસ અપનાવી લેજો આ ચાલશેના રણકારને, ન તકલીફ લાગશે અમીરને , મધ્યમ વર્ગને કે ન ગરીબને.
બે ટંકના રોટલા માટે મહેનત કરી લેવી પડશે તો જરૂર કરો..ખડકાયેલા ઢગલાબંધ દુકાનોના માલને ન નફો ન ખોટમાં વેચી જરૂરિયાતમંદને પહોંચાડશો..કપડાં,વાસણ કે અન્ય જરૂરિયાત...એટલી છે કે ક્યાંય ખોટ નથી. તો એ પણ તકલીફ ને ચાલશે ના માધ્યમથી સ્વીકારી લેશે..મનથી હકારાત્મક બની લોકોને જીવવાની ધગશ અર્પો વિચારો આટલા બદલ્યા, છો, થોડા વધું દરિયા જેવા વિશાળહૃદયી બની જુઓ..ઘેર ઘેર તકલીફને પહોંચી વળવાની ઊર્જા અર્પો પછી જુઓ આવેલી ને અટકેલી જિંદગીની ગાડી બે પાટા છે ને ચાલશે પર જરૂર દોડશે. વિચારને અભિગમ બદલો.