બનીએ આત્મનિર્ભર
બનીએ આત્મનિર્ભર
આત્મનિર્ભર એટલે બીજા કોઈની આશા કે મદદ વગર પોતાની મહેનતથી પોતાની ઉપર નિર્ભર રહેવું. આજે બધાં પોતપોતાની રીતે આત્મનિર્ભર જ છે પણ ક્યારેય કોઈએ આ દેશનો વિચાર કર્યો છે કે તે આત્મનિર્ભર છે કે નહીં ? ના આવું કોઈ વિચારતું જ નથી અને દેશને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ તો એક બાજુ રહ્યો પણ વિદેશોને આત્મનિર્ભર બનાવી તેનો વિકાસ કરે છે. તમને બધાને થતું હશે કે એ કઈ રીતે ? તો તમને બધાંને સમજાવું છું કે આજનાં આ યુગમાં રોજેરોજ અનેક વસ્તુઓ અને અનેક સુવિધાઓ વિકસે છે જેને ભોગવવા આપણે નીત નવા મોલ, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવાં માધ્યમો દ્વારા ઓનલાઇન શોપિંગ કરીએ છીએ જેને લીધે આપણા તરફથી તો તેમને નફો મળે જ છે પરંતુ એ વસ્તુ ભારત વિદેશોમાંથી આયાત જ કરતો હોવાથી આપણાં દેશની આર્થિક મૂડી વિદેશોમાં જાય છે જેથી તે વધુ સધ્ધર બને છે અને આપણું અર્થતંત્ર નબળું બને છે.
હાલમાં આ કોરોનાની મહામારી માં આપણે સમાચારો ટીવી અને વોટ્સએપ મેસેજ દ્વારા જાણ્યું જ છે કે આપણા દેશની મોટી મોટી કંપનીઓ જેવી કે બિરલા, ટાટા, અદાણી, અંબાણી, ઓલા, મહિન્દ્રા વગેરે કંપનીઓએ કરોડો રૂપિયાના દાન કર્યા છે જ્યારે વિદેશી કંપની જેવી કે એમેઝોન ફ્લિપકાર્ટ ડોમિનોઝ હુ
ંડાઈ વગેરે એક ફૂટી કોડી પણ આપણને આપી નથી તો આપણે શું કામ તેને મદદ કરી તેનો વિકાસ કરીએ. હવે આપણે આપણાં નાણાં આપણાં દેશમાં જ રાખી અર્થતંત્રને સધ્ધર બનાવવાનું છે. આપણે આત્મનિર્ભરની વ્યાખ્યાને આ રીતે સમજવાની છે કે આત્મનિર્ભર એટલે સ્વદેશી વસ્તુઓનું સ્વાવલંબન. 15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ તિરંગો લઈને નીકળીએ એટલે સ્વદેશી કહેવાઈએ ? જો ખરા અર્થમાં સ્વદેશી બનવું હોય તો પહેલા દેશને આત્મનિર્ભર બનાવો. તેના વિકાસમાં આપણો વિકાસ છે.
વિદેશી વસ્તુ વાપરવી ગમતી હોય અને તેને જ કમાણી કરાવી ગમતી હોય તો આવી હાલની પરિસ્થિતિમાં તેણે તમને કેમ કોઈ મદદ ન કરી. માટે હવે થોડાં જાગૃત થઈએ અને આપણા દેશને વેગવાન બનાવીએ નહીં કે આપણી સંસ્કૃતિને નષ્ટ કરનાર અને આર્થિક રીતે આપણને લૂંટનાર વિદેશો ને. સોયથી માંડીને કોઈ પણ મોટી વસ્તુ ભારતની જ બનાવેલી ઉપયોગમાં લેવી એવો મક્કમ નિર્ધાર કરી લઈએ તો દુનિયામાં કોઈની તાકાત નથી કે ભારતને પાછો પાડી શકે પરંતુ એ માટે પહેલા આપણે આત્મનિર્ભર બનવું પડશે, જાગૃત થવું પડશે અને મનને મક્કમ રાખવું પડશે.
તો તૈયાર થઈ જાઓ ભારતને પોતાના પગ પર ઊભો કરવા.