jignasa joshi

Others

2  

jignasa joshi

Others

લોકડાઉન દરમ્યાનની આપવીતી

લોકડાઉન દરમ્યાનની આપવીતી

5 mins
121


પૃથ્વી ! પૃથ્વી એટલે કોઈ છોકરો કે છોકરીનું નામ નહીં પરંતુ આપણી ધરતી માતા.

રોજ-બરોજના સમયમાં તો આપણને આપણી સગી મા વિશે પણ વિચારવાનો સમય નથી. ધરતીમાતાનો વિચાર કરવાનો તો સવાલ જ ઊભો થતો નથી, પરંતુ હાલના સમયમાં કોરોનાવાયરસ ને હિસાબે લોકડાઉન ચાલુ છે ત્યારે ઘરે રહીને આપણને આપણી મા વિશે તો હું જાણવા, સમજવા, વિચારવા મળ્યું કે જે પોતાના સુખ ને છોડી પરિવારનો ખ્યાલ રાખે છે. પોતે દુઃખ સહન કરી પરિવારને હસતો રાખે છે. શારીરિક, માનસિક અને આર્થિક દુઃખ સહન કરી તે પરિવારને પૂરેપૂરો પ્રેમ, મદદ અને સહાનુભૂતિ આપે છે. તે તમારા સુખે સુખી અને તમારા દુઃખે દુઃખી થાય છે,પરંતુ ધરતી માતા કહે છે કે આ મા તો ગમે તેની સાથે વાત કરીને, રડી ને પોતાનું દુઃખ હળવું કરી લે છે, પણ હું કોની પાસે જાઉં. હું મારી વ્યથા કોને કહું. એટલે આજે તમને પણ સમય છે અને મને પણ સમય છે.લોકડાઉનનાં કારણે માણસોની અવરજવર નથી કે નથી વાહનોની ભીડ ભાડ. નથી ધગધગતી ફેક્ટરી કે નથી મારા શરીરને બગાડવા તૈયાર માણસો. કેમકે આજે પોતાના ઘર અને આસપાસના વાતાવરણને ચોખ્ખું રાખ્યાં વગર ચાલે તેમ જ નથી. હવે તમે જ વિચાર કરો કે તમારા શરીર પરનાં કપડાં કે તમારી મનગમતી વસ્તુ કોઈ બગાડે તો તમને કેવો ગુસ્સો આવે છે જ્યારે તમે લોકો તો કરોડોની સંખ્યામાં છો અને તમે બધાં મારા પર કચરો, એંઠવાડ,પાનની પિચકારી,થુંક નાંખી મને બગાડો છો.જ્યાં શૌચાલયો નથી ત્યાં તો મારી પરિસ્થિતિ મરવા કરતાં પણ ખરાબ થાય છે. તમે બધા ભણેલા-ગણેલા છો અને ઘણી જગ્યા પર વાંચતાં કે બોલતા પણ સાંભળો છો કે કચરો કચરાપેટીમાં જ નાંખો, અહીં થુંકવાની મનાઈ છે, સ્વચ્છ રહો સ્વસ્થ રહો વગરે વગેરે.... પરંતુ આવા વાક્યોનું ઉલંઘન કરવું એતો તમારા માટે રૂઆબ નો વિષય છે. જાણે પોતે કઈ મોટું પરાક્રમ કર્યું હોય તેમ રૂઆબ કરો છો છતાં આ બધા દુઃખ હું હસતા મોઢે સહન કરી લઉં છુ કે વાંધો નહીં મારા સંતાનો છે કાલે સુધરી જશે.

        મારા પર વસ્તીનો આટલો બોજો,વાહનોનો, કારખાનાનો ભારેખમ વજન, વધારે પડતું પ્રદૂષણ, મકાનો, ઇમારતો વગેરેનું વજન એ પણ મારી સહનશક્તિ કરતાં વધારે છે.

તમને વીસ કિલો વજન ઉંચકવાનું કહ્યું હોય તો સ્કૂટર કે રિક્ષાની રાહ જુઓ છો તો મારે કોને વજન ઊંચકવાની કહેવું. તમે બસો વાર ના પ્લોટમાં પણ નાનું મકાન બનાવી તમારા પરિવાર સાથે ખુશીથી રહી શકો છો પરંતુ તમારે તો 1000 વાર નો પ્લોટ લઈને તેના પર વીસથી ત્રીસ માળો ફ્લેટ બનાવી મોટો રાયગઢ જીત્યા હોય તેમ નવાબસાહેબીથી રહેવું છે. ઘરમાં ચાર પાંચ ગાડી એશો આરામ પરંતુ આ બધું કોના ઉપર છે તેનો કોઈ એ વિચાર કર્યો છે. મોટી મોટી ફેક્ટરી બનાવી મારા પર વજન વધારો છો તેનો મને વાંધો નથી પરંતુ તેનો બધો કચરો નદી તળાવ કે દરિયામાં ફેંકી મારા વાતાવરણને કેમ બગાડો છો ? ભગવાને તમને આ બધું ભેટમાં આપ્યું છે તેની તમને કોઈ કદર નથી. તમે હજારો રૂપિયાના કપડા, બુટ અને શણગાર પહેરી સુંદર દેખાવા પાર્લરમાં અઢળક પૈસા ખર્ચો છો. તો આ નદી, તળાવ, સરોવર, દરિયા, જંગલો વગેરે મારો શણગાર છે. આમારા શણગારને બગાડવાનો તમને કોઈ અધિકાર નથી.છતાં મુંગા મોઢે બધું સહન કરું છું કારણ તમે મારા સંતાનો છો.

       આ બધાં કષ્ટો તો હું સહન કરી લઉં છું પરંતુ મારી સહનશક્તિનો અંત ત્યારે આવે છે જ્યારે મારા પર પાપનો ભાર વધી જાય છે. ભાઈ ભાઈ અને મિત્રો મિત્રો વચ્ચે દુશ્મનાવટ આવી જાય છે, લાંચ રુશ્વત, ચોરી ,ઠગ અને અત્યાચાર નો ભાર વધે છે. રાગ, દ્વેષ આને ઈર્ષા જોર પકડે છે એકબીજાનું અહિત કરવું, સ્વાર્થ અને અહંકારની ભાવના વધે, ભૃણ હત્યા અને બળાત્કાર જેવા પાપો વધતાં જાય છે.માણસો સંસ્કાર અને સંસ્કૃતિને ભૂલતાં જાય છે.જ્યારે પાપનો ભરાવો થાય છે ત્યારે માણસ ભગવાનથી પણ ડરતો નથી.આ બધો ભાર સહન કરતાં કરતાં જ્યારે હું થોડી હલું એટલે સર્જાય ધરતીકંપ, જ્વાળામુખી, વાવાઝોડું જેવી હોનારતો. આ હોનારતથી થોડો ભાર હળવો કરું. બાકી મચ્છરો કે જીવજંતુ થી ડેંગ્યૂ, સ્વાઇન ફ્લૂ જેવાં નાનાં મોટાં રોગો ઉત્પન્ન કરી વજન હળવું કરું, પરંતુ અત્યારે મારે તમને આ વાત એટલે કરવી પડે છે કે માણસ પશુ પક્ષીને મારીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવા લાગ્યો છે. અને આ વાત માટે પોતને અમીર અને આધુનિક હોવાનું ગર્વ અનુભવે છે. તે વધારે પડતો ફૂલવા લાગ્યો કે જાણે તેને હરાવી શકવાવાળું કોઈ નથી. તેથી જ મારે આકોરોના વાયરસને અસ્તિત્વમાં લાવવો પડ્યો. જે વાયરસ નહીં પરંતુ વાઈસર બન્યો અને પુરી માનવજાતની હવા કાઢી નાંખી. આમાં તમે મને ખુશ છું એવું ના સમજતાં. તમે લોકોએ તમારું અસ્તિત્વ, સંસ્કાર, સંસ્કૃતિ, પરસ્પરની ભાવના, પારિવારિક લાગણી કે જે તમે મૂળમાંથી નાશવંત કરી હતી તેને ઉજાગર કરવા માટે મારે આ વાયરસને ઉત્પન્ન કરવો પડ્યો છે. તેમાંથી ઉગારવા માટે રસ્તો પણ સહેલો કર્યો કે ઘરમાં રહો, કોઈને સ્પર્શ ન કરો, ઘરમાં અને આજુબાજુ સાફ-સફાઈ રાખો, પોતાની કાળજી પોતે જ રાખો તો કોઈ નુકસાન નથી. સાથે સાથે પારિવારિક ભાવના લાગણી, સાથે રહેવાનો આનંદ, નવા નવા ઘરના ભોજનનો આસ્વાદ, એક બીજાના વિચારો સમજવાનો સમય, બાળકો ની લાગણી અને તેના ભવિષ્યનો વિચાર, એવું ઘણું બીજું બધું કે જે તમે રોજિંદા સમયમાં કરી શકતા નહોતા એટલે કે તેના માટે તમારી પાસે સમય ન હતો એવા કામ કરવાનું આ સરસ સમય મેં તમને આપ્યો છે જેને તમે માનો તો એક સુવર્ણકાળ છે. લોક ડાઉન નાં હિસાબે પ્રકૃતિએ પણ એક નવું સ્વરૂપ મેળવ્યું છે. હાલના સમયમાં મારા પર જ સ્વર્ગ બન્યું હોય એવું મને લાગે છે. હું પણ જે સપના જોતી હતી તેને આજે સાકાર થતાં જોયાં છે. તમને પણ ખ્યાલ આવી જ ગયો છે કે આપણા માટે શું સારું અને શું ખરાબ છે, છતાં હજુ પણ વડાપ્રધાન, નેતાઓ, સ્વયંસેવકો અને ડોક્ટરોનું વારંવાર કહેવું છે કે ઘરમાં રહો સુરક્ષિત રહો. પરંતુ કોઈનું કીધેલું માનવું એ આપણી ફિતરત નથી. એના લીધે જ આજે દિવસેને દિવસે દર્દીની અને મરણ ની સંખ્યા વધતી જાય છે. જેનું મને ખૂબ ખૂબ ખૂબ જ દુઃખ થાય છે પરંતુ આમાં હું મારી જાતને દુઃખ સિવાય કશું આપી શકતી નથી. આમાં પણ મારે જ દુઃખી થવાનું છે છતાં માનવજાતને પોતાની સાચી ઓળખ આપવાનો સંતોષ છે. આનાથી વધારે મારાથી કશું થઇ શકે તેમ નથી. બાકી વાવો તેવું લણો અને ખાડો ખોદે તે જ પડે એ કહેવત અહીં સાચી પુરવાર થાય છે.

      એટલે મારા વ્હાલા સંતાનો છેલ્લે એટલું જ કહીશ કે મારા પરથી પાપનો ભાર ઓછો કરો. માતા તરીકેનું મારું અસ્તિત્વ ટકાવી રાખવા, મારી સુંદરતા અને શણગારની ટકાવી રાખવા જરૂરી કાળજી રાખો. જેથી તમે પણ આનંદ અનુભવશો અને હું પણ ખુશ થઈ તમને હાનિરુપ નહીં થાઉં. ફક્ત મારા ઉપર સ્વર્ગની કલ્પના કરવાથી જો તમે આનંદ અનુભવતા હો તો પછી મને જ સ્વર્ગ બનાવી નવું આનંદદાયક જીવન જીવો.


Rate this content
Log in