હાસ્ય રચના
હાસ્ય રચના
એક ગામડાંનાં કાકા એ પોતાનું વિમાન બનાવી લોન્ચ કર્યું અને નક્કી કર્યું કે
આમાં મારે મારા ગામની ઝ સોડીને એર હોસ્ટેસ બનાવવી સ.
મારે હાઈ હેલો વાળી સોડી હાલહે નય”. ગામની સારી દેખાવડી મંગુને એરહોસ્ટેસ બનાવી.
પહેલાં દિવસે જ વિમાન ઉપડવાની તૈયારી હતી એટલે મંગુ આવીને બોલી “ જય યુ બાયુ ને ભાયુ બાકીના સોકરા. બધાં હંભાળીને બેસી ઝાઝો, હમણાં વિમાન ઉપર સડશે એટલે ખુરશીમાં બાંધેલું દોરડું કડે કઠણ બાંધી દેઝો. બધાં સાનામાના રે'જો અને શાંતિ ઝાળવજો. એટલામાં એક છોકરો ઊભો થઈને બારીમાં જોવા જતો હતો એટલે મંગુ બોલી અલ્યા સોકરા ખબર નય પડતી, ક્યારની ગળાં ફાડું હું તે નવરી હું,હાંભળતો નહીં. હેઠો પડી જાયને તો કોની ઘેર પોગીને તય ખબર નય પડે. બેહીઝા સાનોમુનો.”
એટલામાં વિમાન ઉપડે છે. જેવુ ટેક ઓફ થાય છે કે મંગુ બોલે પાયલોટ ને બોલે છે” અલ્યા ડ્રાઇવર હળવે હળવે હંકારને, ક્યાંક હેઠાં પડહુ ન તો નારિયેળ વધેરય ઝાહે ન તાર
ી ન મારી નોકરી ઝાહે ઈ નફામાં”. પાઇલોટ અંગ્રેજી માં બોલ્યો” ડોન્ટ વરી.” તો મંગુ બોલી અંગ્રેજી ફાડા વગર હંકારવામાં નજર નાંખ. તારી વાટ ઝોવાવાળાં નય હોય મારે તો ઘણાં સ. એટલાંમાં વિમાનમાં બેઠેલાં અંગ્રેજ મુસાફરે તેને બોલાવી ને કહ્યું કે” પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર” મંગુ વિચારમાં પડી કે હા મારો બેટો હું બોલ સ. તેણે હાથના ઈશારાથી સમજાવ્યું કે એક મિનિટમાં આવું. થોડીવાર સુધી મંગુ તો ડોકાણી જ નહીં.ફરીવાર પેલા અંગ્રેજે બોલાવીને પાણી માગ્યું પણ મંગુ સમજી નહીં. અંગ્રેજી વાક્ય હતું એટલે યાદ પણ નહોતું રહેતું નહીં તો પાયલટને જઈને પણ પૂછે. મંગુ મુંજાણી તે હવે શું કરવું. મંગુ નો મગજ છટક્યો અને પેલા અંગ્રેજ નાં ગાલ પર એક ઝાપટ મારીને બોલી ,” તારા બાપનાં નોકર સીએ કે વારેઘડીએ બોલાય બોલાય કર સ.અમારે બીજા કોઈ કામ જ નય હોય.એકધારો મંડાણો સ.” હાથ પકડીને મંગુ એ મુસાફરને પાયલોટ પાસે લઈ જાય છે અને કહે છે કે” આયા ભહ તારે જે ભહવું હોય તે મારે ટેમ નહીં તારી બકવાહું હાંભળવાનો.
બીજા દિવસે એરહોસ્ટેસ બદલાઈ ગઈ.