STORYMIRROR

Shanti bamaniya

Inspirational Children

3  

Shanti bamaniya

Inspirational Children

ભગવાન કોણ ?

ભગવાન કોણ ?

2 mins
225

ઊંચી ઊંચી બિલ્ડીંગો અને લાંબી લાંબી ગાડીઓથી ભરેલું આ શહેર એટલે અમદાવાદ.

લોકોની ભરચક અવરજવર કરતી ભીડવાળી સડકના કિનારે ફૂટપાથ પર બેઠેલો એક નવ વર્ષનો ભૂખ્યો છોકરો.

આ શહેરની જાહોજલાલી જોઈ રહ્યો હતો.

એ રાહ જોઈ રહ્યો હતો કે કોઈ આવી જાય અને તેને કહે કે શું જોઈએ છે તારે.

એટલામાં એક ગાડી આવીને ચાર રસ્તા પર ઊભી રહી.

તે જોઈને એ છોકરો દોડતો દોડતો પાસે ગયો તેને લાગ્યું મારા ભગવાન આવી ગયા મને ખવડાવવા.

પણ આંસુ તે છોકરા ને જોઈને પેલા એ તો ગાળો આપીને ભગાડી મૂક્યો 'જા અહીંથી હાથ લાંબો કરીને બસ માંગવા આવી જવાનું.'

આ સાંભળીને તેનો મોટો ભ્રમ દૂર થઈ ગયો મને લાગે છે કે આ વ્યક્તિ મારી 'મા' કહેતી હતી કે કોઈક એવી વ્યક્તિ આવશે જે મને કહેશે કે લે તારે જે ખાવું હોય તે તું ખાઈ લે....પણ આ તો એ નથી ....ફરી તે સડક કિનારે જઈને બેસી ગયો.

કોણ છે આ અમિર જે મને જોઈને મને ગાળો આપે છે..‌ મારી મા તો કહેતી હતું કે ભગવાન જરૂર આવશે !

મને જોઈને સ્મિત કરશે... મને પ્રેમથી બોલાવશે અને મારા વગર માંગે મને જે જોઈએ તે આપી દેશે..

એટલામાં જ એક પોલિયોગ્રસ્ત યુવાન તેની સાયકલ લઈને ત્યાંથી જતો હતો.

તેણે જોયો સડક કિનારે આ બાળક.

બાળકને જોઈને તેની સામે સ્મિત કર્યું !

તેણે જોઈ ને સામેથી પાસે બોલાવ્યું અને પૂછ્યું.

લે બેટા ભૂખ લાગી છે ...તે તેની પાસેથી એક રોટલી તેને આપે છે અને એક રોટલી જાતે ખાય છે.

ફરિશ્તા, ભગવાન પૈસા ગાડીવાળા નહીં પણ જે દુઃખમાં મદદ કરે તે જ કહેવાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational