Asha bhatt

Inspirational Others Children

4.3  

Asha bhatt

Inspirational Others Children

ભાવેણું અને મહારાજા કૃષ્ણકુમાર

ભાવેણું અને મહારાજા કૃષ્ણકુમાર

4 mins
209


આજે ભાવનગરનો ૨૯૮મો જન્મ દિવસ છે, ભાવનગર ૨૯૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ભાવનગર અને ભાવનગરવાસીઓને સ્થાપના દિવસની ઘણી ઘણી શુભકામઓ.

શિહોરનાં મહારાજા ભાવસિંહજી (બિજા) એ શિહોરથી ૨૨ કિમિ દૂર વડવા ગામ ભૌગોલિક દ્રષ્ટિએ સાનુકૂળ જણાતા વિક્રમ સંવત ૧૭૭૯ વૈશાખ સુદ ત્રીજ ( અખાત્રીજ)નાં દિવસે પોતાનાં નામ પરથી ભાવનગર રાજયની સ્થાપના કરી હતી.

૧૭જુલાઈ ૧૯૧૯નાં મહારાજા ભાવસિંહજીનું દુઃખદ અવસાન થતાં ૧૯ જુલાઈ ૧૯૧૯ ના રોજ યુવરાજ કૃષ્ણકુમારસિંહજીને ૭ વર્ષની ઉંમરે ગાદીવારસ જાહેર કરી, રાજતિલક કરવામાં આવ્યું. સર પ્રભાશંકર પટ્ટણીનાં ૧૨વર્ષ સગીર વહીવટ બાદ ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહજી પુખ્ત વયનાં થતાં ૧૮એપ્રિલનાં રોજ કૃષ્ણકુમારસિંહજીનો રાજયભિષેક કરવામાં આવ્યો.

૧૯૪૭માં અંગ્રેજ શાસનમાંથી હિન્દુસ્તાન આઝાદ થતાં, સરદાર વલ્લભભાઈ પટેલનાં અખંડ ભારતનાં સ્વપ્નને સાકાર કરવાં, ૧૮૦૦ પાદરનાં ધણી આપણાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સામે ચાલી સૌ પ્રથમ પોતાનું રાજ્ય દેશના ચરણે ધરી દઈ ભાવનગર માટે ઈતિહાસની એક મિશાલ ઊભી કરી.

હાલમાં નિલમબાગ પેલેસ ખાતે રાજવી કુટુંબ મહારાજા વિજયરાજસિંહજી, મહારાણી સંયુક્તા કુમારી, યુવરાજ જયવિર રાજસિંહ, યુવરાણી કૃતિરંજનીદેવી, રાજકુમારી બ્રિજેશ્વરી કુમારી છે.

ભાવનગર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યમાં આવેલ એક જિલ્લો છે, ગુજરાતની રાજધાની ગાંધીનગરથી ભાવનગર ૨૨૦કિમિ દૂર છે. ભાવનગર ખંભાતની અખાતની પશ્ચિમે આવેલ છે. ભાવનગરની મુખ્ય બોલી ગુજરાતી છે. પણ રોજગારી માટે ભાવનગરમાં રાજસ્થાન, બિહાર, યુપી, એમપી વગેરે રાજ્યનાં લોકોએ આવીને વસવાટ કર્યો છે.

ભાવનગરની કેટલીક વિશિષ્ટતાઓ આંખે ઊડીને વળગે એવી છે... ગાંધીજીએ ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો છે, કૃષ્ણકુમારસિંહજી જયારે ભાવનગર રાજયને દેશનાં ચરણે ધરવા ગાંધી બાપુને મળવા ગયા ત્યારે આ વાતનો તેણે ભારપૂર્વક ઉલ્લેખ કર્યો છે. સૌરાષ્ટ્રમાં ભાવનગરની ગાંધીસ્મૃતિ મ્યુઝિયમ એક જ એવું છે જે ગાંધીજીના નામ પરથી પડ્યું છે, જે ગાંધીજીના જીવન ચરિત્ર વિશે સંપૂર્ણ માહિતી આપતું મ્યુઝિયમ છે.

તો આખા દેશમાં ભાવનગર રેલવે સ્ટેશન એક માત્ર એવું રેલ્વે સ્ટેશન છે કે જ્યાં મહિલા કુલી છે, બાકી આખા રાષ્ટ્રના મોટામાં મોટા રેલવે સ્ટેશનો પર પણ મહિલા કુલી નથી. ભાવનગરની વાત થતી હોય અને ભાવનગરી ગાંઠિયાનો ઉલ્લેખ ન કરીએ તો ભાવનગરની વાત અધૂરી ગણાય. ભાવનગરનાં ગાંઠિયા માત્ર ગુજરાત જ નહીં ગુજરાત બહાર અને દેશવિદેશમાં પણ એટલાં જ ખ્યાતિ પામ્યા છે. ભાવનગર આવો તો ભાવનગરનાં ગાંઠિયાનો સ્વાદ જરૂર માણજો.

ભાવનગર રાજયની આસપાસનાં ગામોમાં મુખ્યત્વે ઘોઘા, અંલગ, તળાજા, મહુવા, સાવરકુંડલા, શિહોર, સોનગઢ, પાલીતાણા, ઉમરાળા, વલ્લભીપુર, ગઢડા, બોટાદ, ધંધુકા વગેરે તાલુકા આવેલાં છે.

ગુજરાતની પવિત્ર ભૂમિ પર કેટલાય સંતો થઈ ગયા, તેમાં 'રાષ્ટ્રીય સંત' નું બિરૂદ પામનાર (ભક્તિ રામ) બરંગદાસ બાપાનો જન્મ ભાવનગરનાં અધેવાડા નજીક આવેલ ઝાંઝરિયા હનુમાનજી મંદિરે થયેલો. 11વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસે ભકિરામે દિક્ષા લઈ ભાવનગર નજીક મહુવા તાલુકાના બગદાણા ગામે બગડ નદી કિનારે આશ્રમ સ્થાપ્યો. રૂંવે રૂંવે રામ નામનું રટણ કરતા, દિનદુઃખીયાની સેવા કરતાં આખા જગતમાં બજરંગદાસબાપા તરીકે ઓળખાયા. આજે બગદાણા એક મોટું ધામ બની ગયું છે.

ભાવનગરનાં મહત્વનાં તાલુકામાં ઘોઘા બંદરનો સમાવેશ થાય છે. ભાવનગરથી ઘોઘા 20 કિમિનાં અંતરે આવેલું છે. માછીમારી માટે ઘોઘા મહત્વનો દરિયા કિનારો ધરાવે છે. તો મીઠા ઉધોગ માટે પણ ઘોઘા વિશાળ ખારો પટ ધરાવે છે. ઘોઘાબંદરનો ઉલ્લેખ કરવાનું મહત્વનું એક કારણ " ઘોઘા-હજીરા રો રો ફેરી સર્વિસ " સૌરાષ્ટ્રનાં લાખો લોકો ધંધાર્થે વર્ષોથી સુરત સ્થાયી થયાં છે, પણ તેઓ માદરે વતનને ભૂલ્યાં નથી. વતનમાં સારા નરસા પ્રસંગો, વાર-તહેવારોએ તેમને સૌરાષ્ટ્ર-સુરત વચ્ચે ૧૦થી ૧૨કલાકની મુસાફરી કરવી પડે છે, જે રો-પેકસ સર્વિસનાં કારણે માત્ર ૪ કલાકની થઈ જાય છે. આ રો-પેકસ સર્વિસના કારણે પોતાની સાથે કાર, મોટરસાઈકલ વગેરે પણ લઈ- લાવી જઈ શકે છે. ઘોઘાથી હજીરાનું અંતર ૩૭૦કિમિ છે. સમુદ્ર માર્ગે ઘટીને તે ૯૦કિમિ થઈ જાય છે.

રો રો ફેરી સર્વિસનાં કારણે સૌરાષ્ટ્ર-સુરતની અવરજવર ઓછી ખર્ચાળ અને સુગમ બનતા તેનો લાભ ધંધા ઉધોગને મળતાં સુરતનાં ધંધા ઉધોગ વધારે મજબૂત બન્યા છે.

ભાવનગરને આગવી ઓળખ આપનાર એક ગામ એટલે અલંગ. ભાવનગરથી ૫૦કિમિ દૂર તળાજા તાલુકામાં આવેલું નગર અલંગ. અલંગનો દરિયા કિનારો જહાજ તોડવા માટે વિશિષ્ટતા ધરાવે છે. અંગ્રેજીમાં અંલગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. એશિયામાં સૌથી મોટું જહાજ ભાંગવાનું સ્થળ એટલે અલંગ. અહીં દરેક જાતનાં નાના મોટા જહાજો જેવા કે ટેન્કર, મુસાફરવાહક, માલવાહક જહાજો ભાંગીને તેનાં દરેક ભાગ અલગ કરવામાં આવે છે. તેમાંથી મળતાં લોખંડ, કાચ, પ્લાસ્ટિક, એલ્યુમીનીયમ, લાકડું, મુસાફરી માટે જરૂરી રાચ રચિલું વગેરેનું એક મોટું બજાર અહીં વિકાસ પામ્યું છે.

ભાવનગર શહેરમાં જોવાં લાયક સ્થળોમાં નિલમબાગ પેલેસ, ગૌરી શંકર સરોવર, ગંગાદેરી, ગંગાજળિયા તળાવ, અકવાડા તળાવ, મોતીબાગ ટાઉનહોલ, ગાંધીસ્મૃતિ, સરદાર સ્મૃતિ, બાર્ટન લાઈબ્રેરી, દરબારી કોઠાર, તખ્તેશ્વર મંદિર, રાજ સમાધિ, વિકટરોયા પાર્ક, શામળદાસ કોલેજ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી , આયુર્વેદિક કોલેજ, ગોળીબાર હનુમાન મંદિર, સ્વામિનારાયણ મંદિર, અંધ ઉધોગ શાળા, સરદાર બાગ, જુના બંદર કેબલ સ્ટેઇડ પૂલ, નવા બંદર લોકગેટ, લાખણકા ડેમ, ખોડીયાર મંદિર, રૂવાપરી મંદિર, કોળિયાક નિષ્કલંક મહાદેવ વગેરેનો સમાવેશ થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational