ભાષા તો ગુજરાતીજ
ભાષા તો ગુજરાતીજ


"યુ નો મમ્મી.. આ..... શું છે ? થશે.. ચાલશે... ફની.. વેરી..ફની...ચીપી ચીપીને બોલવું. 'મમ્મી ..યુ .. ઈંગ્લીશ લેગ્વેજ સાથે એડજેસ્ટ થા.'લાલો બોલ્યો.
આમ તો આ લાલો તો મોટો છોકરો જ છે. પણ એની ભાષામાં ગુજરાતી કરતા અંગ્રેજી વધુ આવે.
"બેટા મને આ અંગ્રેજી ના ફાવે. કેટલી સરસ ગુજરાતી ભાષા છે, જેમાં પ્રેમ છે.. લાગણી ભાવ છે.અને ખાસ તો આત્મિયતા છે." લાલાની મમ્મી બોલી.
આ સાંભળીને લાલો હસ્યો અને બોલ્યો. મારા ઓલ ફ્રેન્ડસ ઈંગ્લીશમાંજ બોલે. આ ગુજરાતીમાં બોલતા શરમ..."
મમ્મી બોલી," એમાં શાની શરમ આપણી માતૃભાષા છે. હ્રદયના ભાવ જગાડતી માટીની સુગંધ લાવતી, લાગણીસભર ભાષા છે."
અરે મમ્મી મારા ફ્રેન્ડ તો મેરેજ માટે ઈંગ્લીશ લેગ્વેજ બોલતી ગર્લસ જ શોધે છે." .....
"બેટા તને ઈંગ્લીશ ગોરી મમ્મી ગમે કે દેશી મમ્મી બોલ..વ.હાલુ કોણ લાગે ?.."
"હા મમ્મી મને તો તારા જેવીજ અને તું જ ગમે વ્હાલનો દરિયો પ્રેમાળ."
"તો બેટા ગુજરાતી માતૃભાષા એ આપણી "મા"છે અને ઈંગ્લીશ એ માસી. સમજી ગયો. બેટા હવે બોલ તારા માટે ફક્ત અંગ્રેજી માધ્યમવાળી છોકરી લાવું કે પછી."
"શું તું ય.. મમ્મી."