ભારતીય પરિવારની માનવતા
ભારતીય પરિવારની માનવતા
હું ભારતીય છું, ભારત દેશમાં અલગ-અલગ ધર્મના લોકો રહે છે હિન્દુ, મુસ્લિમ, શીખ, અને ખ્રિસ્તી વગેરે.
એક સવારમાં વહેલા ઊઠીને વિકીભાઈ વોકીંગ કરવા જતાં એમને થોડી તકલીફ હોવાથી ડોક્ટર કહેલું એટલે જતાં હતાં,ત્યાં એક વૃદ્ધ દાદા પણ વોકીંગ કરવા આવતા હતા. દાદા સ્વભાવે ખુબ સરળ અને દયાળુ સ્વભાવના હતા રોજ વિકીભાઈ અને દાદા એક સાથે વોકીંગ કરતાં પછી બંને વોક કર્યા પછી ચા અને નાસ્તો કરવા જતાં અને સમય જતાં બંને પાકા મિત્રો બની ગયા.
સમય જતાં વિકીભાઈ ને ખબર પડી કે વૃધ્ધ દાદાનું કોઈ નહતું, એટલે વિકીભાઈ એ વાતની જાણ થતાં દાદાનું વધારે ધ્યાન રાખવા લાગ્યા. રોજ સવારે તો બંને ચા-નાસ્તો સાથે જ કરતા પણ બપોર નું ભોજન પણ વિકીભાઈ ના ઘરેથી આવવા લાગ્યું અને વિકીભાઈનો પરિવાર દાદાનો પણ પરિવાર બની ગયો.
સમય જતાં દાદા અને વિકીભાઈની મિત્રતામાં વધારો થતો રહ્યો. એક દિવસ દાદાની તબિયત અચાનક બગડી ગઈ ; વિકીભાઈ ચિંતામાં મૂકાઈ ગયા અને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. અત્યારે સુધી ની મિત્રતામાં વિકીભાઈ કયારેય દાદાનું નામ પૂછ્યું ના હતું. અચાનક હોસ્પિટલમાં કેશબારી પર નામ લખવાનું થયું તો વિકીભાઈ ચિંતામાં પડ્યા કે મને તો હજી સુધી નામ નથી ખબર પણ લાગણીઓના સંબંધ હંમેશા નામ વગરના જ હોય છે પણ હોસ્પિટલમાં નામ લખાવવું જરૂરી હતું એટલે વિકીભાઈ કમ્પાઉન્ડરને કહ્યું તમે નામ પૂછી લ્યો મારે એક કોલ આવ્યો છે એમ કહીને દાદાનું નામ લખેલું. વિકીભાઈ સંકોચ અનુભવતા હતા એટલે નામ ન પૂછ્યું ! થોડીવારમાં કેસ પેપર હાથમાં આવતા દાદાનું નામ જાણવા મળ્યું વિકીભાઈ થોડા આશ્વર્ય પામી ગયા કે ઓહ ! જ્ઞાતિ અને ધર્મ બંને અલગ છે છતાં પણ લાગણીઓના સંબંધ યથાવત રહ્યાં હતાં.
થોડા દિવસમાં દાદાની તબિયત વધારે બગડી ગઈ અને વિકીભાઈના પરિવાર એ દાદા ની ખૂબ સેવા કરી. એકાદ અઠવાડિયે પછી દાદા મૃત્યુ પામ્યા વિકીભાઈને બહુ આધાત લાગ્યો પણ હિંમત રાખીને દાદાના રીતરિવાજ મુજબ એમની મરણક્રિયા કરી અને પરિવાર પણ સાથ આપ્યો.વિકીભાઈને દાદાના મૃત્યુથી આધાત બહુ જ લાગ્યો.
ભારત દેશ સેવાભાવી અને મદદરૂપ લોકોથી ભરપૂર છે, દેશનાં લોકો લાગણીશીલ અને પ્રેમાળ સ્વભાવના હોય છે.આ વાસ્તવિક કિસ્સો છે એનું મેં વર્ણન કર્યું છે મેં જ્ઞાતિનો ઉલ્લેખ નથી કર્યો.
આ લેખ પરથી દરેક ભારતીય પોતાના પર ગર્વ અનુભવે તેવી વાત છે કારણ જ્ઞાતિવાદ જોયાં વગર નિ:સ્વાર્થ ભાવે મિત્રતા અને માનવતા બંને આપણી સમક્ષ રજૂ કર્યું છે આજ તો છે ભારતીય લોકો નો નિ:સ્વાર્થ પ્રેમ.
