STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

ભારતી કોલેરાની શિક્ષણ સેવા

ભારતી કોલેરાની શિક્ષણ સેવા

2 mins
189

આજથી દોઢ વર્ષ પહેલાંની આ વાત છે. કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન હતું અને શિક્ષણકાર્ય ઓનલાઈન ચાલતું હતું. દિલ્હીની એક સરકારી શાળામાં વાઈસ પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા ભારતી કોલરા ઓનલાઈન કલાસમાં વિદ્યાર્થીઓની વધુ પડતી ગેરહાજરીને કારણે વ્યથિત હતા. માંડ 25% વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ ભરતા હતા. સરકારી શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના માતા-પિતા પૈકી મોટા ભાગના નબળી આર્થિક સ્થિતિને કારણે બાળકોને સ્માર્ટફોન અપાવી શકે તેમ નહોતા અને એટલે વિદ્યાર્થીઓ પણ ક્લાસ એટેન્ડ કરી શકતા ન હતા.

બારમા ધોરણમાં અભ્યાસ કરતો એક હોશિયાર છોકરો અને 10માં ધોરણમાં અભ્યાસ કરતી એની બેન ઓનલાઈન ક્લાસમાં ક્યારેય હાજર ન હોય એટલે ભારતી કોલરાએ એ છોકરાને મળવા બોલાવ્યો અને ક્લાસ ન ભરવાનું કારણ પૂછ્યું. છોકરાએ કહ્યું, 'મેમ, ભણ્યા વગર તો મારાથી પણ નથી રહેવાતું પરંતુ ઘરે સ્માર્ટફોન નથી તો ક્લાસ કેવી રીતે ભરવા. થોડા દિવસ પહેલા મારા પપ્પાનું પણ અવસાન થયું છે એટલે હવે તો મોબાઈલ લઈ શકાય તેમ જ નથી આથી મને ઈચ્છા હોવા છતાં ક્લાસ તો નહીં ભરી શકું."

પોતાના વિદ્યાર્થીની પરિસ્થિતિની આ વાત સાંભળ્યા પછી ભારતી કોલરાને તે રાતે ઊંઘ ન આવી. એવા કેટલાય વિદ્યાર્થીઓ હશે જે પરિવારની પરિસ્થિતિને કારણે મોબાઈલ નહીં લઈ શકતા હોય અને ક્લાસ નહીં ભરી શકતા હોય ! આવા વિદ્યાર્થીઓને જો મોબાઈલ મળી જાય તો એના અભ્યાસમાં અડચણ ઊભી ન થાય. ભારતી કોલરાએ નક્કી કર્યું કે પોતે જેટલા વિદ્યાર્થીઓને મોબાઈલ અપાવી શકશે એટલાને મોબાઈલ અપાવીને એનો અટકેલો અભ્યાસ આગળ વધારાવશે.

બીજા જ દિવસે પોતાની અંગત બચતમાંથી 8500ની કિંમતનો સારો સ્માર્ટફોન ખરીદીને પેલા વિદ્યાર્થીને આપ્યો જેથી એ અને એની બેન ઓનલાઈન ક્લાસ ભરી શકે. બીજા કેટલાક વિદ્યાર્થીઓને પણ મોબાઈલ અપાવ્યા પણ વિદ્યાર્થીઓની સંખ્યા એટલી મોટી હતી કે એકલા હાથે બધાની જરૂરિયાત પૂરી થઈ શકે તેમ નહોતી. પોતાની શાળાના ગરીબ વિદ્યાર્થીઓને મોબાઈલ અપાવવા એણે સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા એક અભિયાન શરૂ કર્યું. લોકોએ રોકડ રકમ નહીં પણ જે આર્થિક રીતે સક્ષમ છે એ વિદ્યાર્થી માટે મોબાઈલ ખરીદીને આપે. 

ભારતી કોલરાનું આ અભિયાન રંગ લાવ્યું. કેટલાય લોકો અને સંસ્થાઓ આ અભિયાનમાં જોડાયા અને કૂલ મળીને 27 લાખથી પણ વધુ રકમના 320 કરતા વધુ મોબાઈલ એમણે શાળાના વિદ્યાર્થીઓને ભેટ અપાવ્યા. 

શુદ્ધ હૃદયથી અને નિ:સ્વાર્થભાવથી કોઈ કામ કરવામાં આવે ત્યારે અશક્ય લાગતું કામ પણ શક્ય બનતું હોય છે.

ઓનલાઈન એજ્યુકેશન માટે ભારતી મેડમને વંદન.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational