બેકારીની બુનિયાદ
બેકારીની બુનિયાદ
સોનુ, મોનુ,વીનુ અને સંજુ ચારેય બાળગોઠિયાં.
નાનપણથી સાથે રમેલાં અને એક જ ક્લાસમાં ભણતાં.
સંજુને ભણવામાં ખુબ જ રસ.પહેલી બેંચ ઉપર બેસે અને એક એક શબ્દ ધ્યાનથી સાંભળે.
બાકીનાં ત્રણેય ' લોર્ડ ઓફ ધ લાસ્ટ બેન્ચ '
મસ્તી, તોફાનમાં મશગુલ, હોમવર્કમાં ઠેકાણાં નહીં.
સંજુને સારી કોલેજમાં એડમીશન મળ્યું અને ભણવાનું પુરું થતાં જ પ્લેસમેન્ટમાં જ સારી જોબ પણ મળી ગઈ. ઉત્તરોતર પ્રગતિ કરીને ટોચ ઉપર પહોંચી ગયો.
સોનુ,મોનુ અને વીનુ ત્રણેય જેમતેમ કરીને ગ્રેજ્યુએટ થયાં. હવે આગળ ભણવાનો તો કોઈ સવાલ જ નહોતો.
હવે ત્રણેય સાથે બેસીને છાપામાં આવતી નોકરીની જાહેરાતમાં લાલ ચકરડાં કરવાં લાગ્યાં.
પૂછપરછ કરતાં કાં તો પગાર ઓછો લાગે કાં મજૂરી જેવું કામ કરવું પડે જે તેમને મંજૂર નહોતું.
તેઓ હમેશાં સંજુને મળી તેવી જ જોબની અપેક્ષા રાખતાં પણ એવું તેમનું ક્વોલિફીકેશન
નહોતું. એમને એટલી સમજણ નહોતી કે કામ
કયારેય નાનું નથી હોતું. કામ જ કામને શીખવે છે.
ભણતર સાથે ગણતર પણ જરૂરી છે.
આમને આમ વર્ષો વિતતાં ગયાં અને તેઓ બુરી સોબતે ચડીને રખડી ખાતાં.આપણાં દેશમાં બેકારોની સંખ્યા આમ જ વધતી રહે છે.
