બાપ એવા બેટા, વડ એવાં ટેટા
બાપ એવા બેટા, વડ એવાં ટેટા
"કુ.મણીબેન પટેલ"
થોડો વિચાર કરવાની જરૂર છે કે રાષ્ટ્ર માટે નિષ્ઠા અને વફાદારીથી કામ કરતા લોકો અને એના પરિવાર પ્રત્યે રાષ્ટ્રના નાગરિક તરીકે આપણી કોઈ ફરજ ખરી ? કહેવાય છે કે બાપ એવા બેટા અને વડ એવાં ટેટા . મારે સરદારના દીકરી મણીબેન પટેલ વિશે વાત કરવી છે .
અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં સરદાર મેમોરીયલ બનાવેલું છે. એક વૃદ્ધ સ્ત્રી આ મેમોરીયલની મુલાકાતે રોજ આવતી હતી. મેમોરિયલમાં આવવાનો રોજનો એનો નિત્યક્રમ હતો. સવારે એક ઓટોરિક્ષામાં બેસીને આવે,થોડો સમય મેમોરિલમાં રોકાય અને બીજી રીક્ષામાં બેસીને જતા રહે.
એક દિવસ એ વૃદ્ધા સરદાર મેમોરિયલમાંથી બહાર નીકળી રોજ રિક્ષામાં બેસીને ઘરે જતી એ વૃદ્ધા આજે ચાલવા લાગી. એક રિક્ષાવાળાએ આ વાતની નોધ લીધી કે આ માજી રોજ રિક્ષામાં જાય છે. આજે કેમ ચાલતા-ચાલતા જાય છે. એ રીક્ષા લઈને પેલા માજી પાસે પોહચ્યો અને કહ્યું,"માડી બેસી જાવ રિક્ષામાં.ક્યાં જવું છે તમારે ?"
માજી એ રિક્ષાવાળાની સામે જોઇને કહ્યું "ભાઈ, રિક્ષામાં બેસવું તો છે પણ તને ચૂકવાનું ભાડું નથી મારી પાસે"
રિક્ષાવાળા એ કહ્યું."માજી આવી પરિસ્થિતિ છે, તો પછી અહીંયા રોજ શું કરવા આવો છો ? અહીંયા એવું તો શું છે કે રોજ સવારે પોહચી જાવ છો ?"
માજીએ સહેજ સ્મિત સાથે કહ્યું "હું મારા બાપને મળવા માટે રોજ અહીં આવુ છુ"
રિક્ષાવાળાએ કહ્યું,"તમે શું કહો છો તે કંઈ સમજાતું નથી."
પેલી વૃદ્ધ સ્ત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું "અરે મારા ભાઈ, હું સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી મણીબહેન છુ."
પેલો રિક્ષાવાળો તો ભારત ના એક વખતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન રહી ચૂકેલા હિંદના સરદારની દીકરીની આવી દશા જોઈને ચોકી ઉઠ્યો.
મિત્રો આવા હતા આપણા હૃદયસ્થ મણીબેન પટેલ જેઓને મે મારા કોલેજકાળમા ઘણીવાર સીટી બસ(લાલબસ)મા મુસાફરી કરતા જોયા છે.ન્ય છે તને સરદાર દીકરી આને કહેવાય સોનામાં સુગંધ.
