Bhanu Shah

Inspirational

3  

Bhanu Shah

Inspirational

બાળકો પ્રેમનાં પયગંબર

બાળકો પ્રેમનાં પયગંબર

1 min
152


"લ્યો,ફરી રસ્તા પર,

 રોતાં દી'ઠાં મેં બાળકો.

  તેં જે સર્જી'તી જગત

 માટે ખુશી ! ઓછી પડી."

હરિન્દ્ર દવે

આજે જ્યારે બાળકોને સિગ્નલ ઉપર ભીખ માગતાં, ચાની કિટલીએ, સ્ટેશન ઉપર, હોટલમાં, મંદિરની બહાર જોઈએ છીએ ત્યારે હંમેશાં વિચાર આવે છે.,"શું આ છે આપણાં દેશનાં ભવિષ્યનાં નાગરિકો !"

આજનાં બાળકો તો આપણી મહામૂલી સંપત્તિ છે. કુટુંબ, સમાજ, દેશનાં વિકાસની બુનિયાદ છે.

એમનાં જીવનનો ખાસ હિસ્સો ભણતર, પૌષ્ટિક ખોરાક, સંસ્કાર વગેરે તો છિન્નભિન્ન થઈ ગયું છે. આ સમસ્યા આંતરરાષ્ટ્રીય સ્તરે છે, એનાં વિરોધને વાચા આપવા માટે વર્ષ ૨૦૦૨થી ૧૨,જૂનનો દિવસ ફાળવવામાં આવ્યો છે.

આ કોઈ એક દિવસનું કે એક વ્યક્તિનું કામ નથી.

વિશ્વની દરેક વ્યક્તિ આ દુષણને ડામવા કટિબધ્ધ થાય તો જ એની અસર દેખાશે.

બાળમજૂરની વ્યાખ્યા એટલે, 'સાતથી ચૌદ વર્ષનું બાળક શાળાએ જતું ન હોય અને મજૂરી કરતું હોય .'

બાળમજૂરીનાં કારણે એનો શારીરિક તેમ જ માનસિક વિકાસ અવરોધાય છે.

એનાં ચહેરા પર એક સ્મિતની લહેરખી લાવવા માટે નિદા ફાજલીએ લખ્યું છે કે ,

"ઘરથી મંદિર મસ્જિદ દૂર છે તો શું થયું !આવો એક નેક કામ કરીએ, કોઈ રોતા બાળકનાં ચહેરાને સ્મિત બક્ષિયે."

કુદરતની પ્રેમનાં પયગંબર છે, ઘરની રોનક છે, કુદરતની સુંદરતા છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational