બાળ કલાકાર કે બાળ મજૂર ?
બાળ કલાકાર કે બાળ મજૂર ?
સુમિત પોતાની ગાડી લઈને ઘરથી ઓફિસ જવા રવાના થયો. રસ્તામાં ખૂબ જ ટ્રાફિક હોવાના કારણે તેણે ગાડી બાજુ પર કરી અને ભીડ તરફ નજર કરી. ત્યાં શૂટિંગ ચાલી રહ્યું હતું. તેણે જોયું કે, ત્રણ બાળકો મેલાં ઘેલાં કપડાં પહેરી, માથે પત્થર ભરેલું ટોકર લઈને ઉઘાડાં પગે કોંક્રિટનાં ગરમ રસ્તા પર ચાલી રહ્યા હતાં. સરખું શૂટિંગ ન થતાં ડિરેક્ટરે ૧૦ થી ૧૨ રિટેક લીધાં. બાળકો પણ થકી ગયા હતાં, પરંતુ ડિરેક્ટરનો ઓર્ડર હતો કે શોટ ઓકે થાય પછી જ બેસવાનું છે. સુમિતે પૂછપરછ કરતાં માલૂમ પડ્યું કે બાળમજૂર વિરોધ દિવસની જાહેરાતનું શૂટિંગ ચાલી રહ્યું હતું.
