Dr.Riddhi Mehta

Thriller Drama

3  

Dr.Riddhi Mehta

Thriller Drama

અતુટ દોરનું અનોખું બંધન - ૩૦

અતુટ દોરનું અનોખું બંધન - ૩૦

5 mins
361


સુધા વિચારે છે કે આ છોકરી બધું કહે તો છે પણ એના પ્લાન પ્રમાણે થશે ખરૂ ? બધા મેરેજમાં ગયાં છે અને કોઈ પાછું આવ્યું તો ?

આમાં કંઈ ફસામણી તો નહી હોય ને ?? પણ વિચારે છે જવું તો પડશે અને વધારે એવુ લાગશે તો એને ફસાવી ને બધુ એના પર ઢોળી દઈશુંં. આમ પણ બધા ધંધામાં આગળ તો એ જ છે અમને તો આમ પણ ક્યાં કોઈ ઓળખે છે. તેનું નામ પર તો બધુ છે.


આવુ વિચારી ને તે પોતાના પતિને લઈને ત્યાં જાય છે. કુલદીપને કંઈ કહેતી નથી. ત્યાં જુએ છે તો મેઈન ગેટ પર વોચમેન નથી હોતો. અને અંદર જોતાં તે સાઈડમાં બેભાન થઈને પડ્યો હતો. અને ઘરના મેઈન ડોર પાસેનો વોચમેન પણ ત્યાં બેભાન પડ્યો હતો.

તે આ શુંં છે વિચારતી ઘરમાં જાય છે, ત્યાં ફક્ત બહાર કૃતિ બેઠી છે સોફા પર. આવો મમ્મી. આજે તો આપણે બાકી માલામાલ...તે કહે છે ચલો એક રૂમમાંથી બધુ બહાર લાવવાનું છે. મે બધુ ભેગુ કરીને જ રાખેલુ છે અને ચોકીદાર બે છે તેમને મે જ ઘેનની દવા પીવડાવી બેભાન કરી દીધા છે. અને એ જાગશે ત્યાં સુધી આપણુ બધુ કામ તમામ થઈ જશે અને આપણે દર વખતની જેમ પલાયન થઈ જઈશુંં.

પણ આપણી ભાગવા માટે ટિકિટ બુક કરાવી છે કે નહી ટ્રેનની ? નહી તો આ લોકો આપણને પકડી લેશે.


સુધા : એ તો માલ મળે પછી જ વાત. કારણ કે આ વખતે કોણ જાણે મને તારા પર ભરોસો નથી.

કૃતિ : મારા પર ભરોસો નહી કરો તો શું કરશો. અને તમે જ તો મારો આધાર છો. આ સિવાય મારૂ દુનિયામાં છે પણ કોણ. પણ મારી એક શરત છે આ જે પણ મળશે તેમાં અડધો ભાગ મારો. આખરે મહેનત તો મારી જ છે ને !!

સુધા :(ગુસ્સે થઈને) એ છોકરી તારી ઓકાત તો તને ખબર જ છે ને. તારા બાપે અમને વેચી દીધી હતી તને હવે અમે તારી પાસે કંઈ પણ કરાવી શકીએ.

કૃતિ : હજુ સુધી મે ક્યાં ભાગ માંગ્યો છે આગળના કોઈમાં.

સુધા : તેની આગળ બે વખતે જેટલી વસ્તુંઓ અને પૈસા લાવી હતી એ કહે છે, એ તો એટલું બહું નહોતુંં. એના તો ફક્ત દસ લાખ મળ્યા હતા એનુ શું થાય. મારે તો હવે કરોડો જ જોઈએ છે. એટલે જ તો આ બકરો પકડ્યો હતો ભલ્લા ખાનદાનનો. અને એ લોકો તો પાગલ છે. પેલા એના છોકરાને કિડનેપ કરવા છતાં બીજા છોકરાના લગ્ન માટે તૈયાર પણ થઈ ગયા. આવા બુધ્ધિ વગરના લોકોને બરબાદ થતાં કોણ રોકી શકે ?

સુધા : હવે વધારે જોઈને તને લાલચ જાગી છે એમ ને ? પણ તારી બધી હકીકત તારા આ ઘરનાને કહી દઈશુંં તો કંઈ મળશે પણ નહી અને તને સીધી જેલ ભેગી કરશે.

કૃતિ : પણ હું તો તમારું નામ પણ કહીશ ને ?

સુધા : કોણ માનશે તારી વાત ? અમે તે એમ જ કહીશું કે અમને કંઈ જ ખબર નથી.

કૃતિ : પણ તારા દીકરા ને તો પુછ કે તે શું કરશે મારા વિના. સામે પાછળ આવેલા કુલદીપને જોઈને કહે છે. જો એને હું જોઈતી હોવ તો આ તો કરવું જ પડશે.

સુધા : તું અહી ક્યાંથી આવ્યો ? તને કોને બોલાવ્યો અહીં ?

કૃતિ : મે બોલાવ્યો છે કેમ શુંં થયું ?

કુલદીપ : મા, હા પાડી દે ને. કૃતિ બસ મારી થાય છે ને. બસ મારે તો એને....

એટલું બોલતા જ સુધા કહે છે બસ તું આના પ્રેમમા પાગલ થયો છે. આવી તો દસ લાવી આપીશ. બસ માલ તો પુરો જ જોઈએ. અને તને અહીં કોણે બોલાવ્યો ? તેને એમ જ નથી સાચવી. રૂપિયા આપીને ખરીદી હતી.


કૃતિ કુલદીપનો ઉપયોગ કરીને સુધા સાથે બધુ સાચુ બોલાવવા માટે તેને ખાસ ફોન કરીને તેની સાથે લગ્ન કરશે એવી વાતો કરીને બોલાવી લીધો છે.

કુલદીપ બહું કહે છે એટલે સુધા હા કહે છે. અને પછી તે કૃતિની સાથે એ રૂમમાં જવા તૈયાર થાય છે. જેવી એ અંદર જતી હોય છે કે ત્યાં કંઈક પડવાનો અવાજ આવે છે. એટલે સુધા ને શંકા જાય છે કે અહીં બીજું કોઈ પણ લાગે છે.

કૃતિ: એ તો ત્યાં અહીંયા આ લોકોની પાળેલી બિલાડી છે એને પાડ્યું હશે કંઈ.

સુધા : તું મને છેતરીશ? એમ કહીને તે સંતાડેલી બંદુક નીકાળે છે અને કૃતિ ના કાન પાસે રાખી દે છે...

આ બાજુ અંદર સંતાયેલા બધા ગભરાઈ જાય છે. વાસ્તવમાં અંદર રહેલી નીર્વી ને લેબર પેઈન શરૂ થતાં તે બેસવા જતી હોય છે કે ત્યાં રહેલો એક જગ પડતા અવાજ આવ્યો હતો.


નિહાર ગભરાઈ ને બહાર આવવા જાય છે ત્યાં જ વિરાટ તેને અટકાવીને અંદર લઈ જાય છે. અને કહે છે પ્લીઝ મારી પર ભરોસો રાખ. એને કંઈ જ નહી થાય. ઉતાવળમાં આખી બાજી બગડી જશે.

કુલદીપ તો કૃતિનો પક્ષ લઈને તેને બચાવવા જાય છે ત્યાં જ સુધાના હાથથી બંદુક ની ગોળી નીકળે છે કૃતિ ને મારવા પણ એ કુલદીપ વચ્ચે આવતા તેના હાથમાં ગોળી વાગી જાય છે.

સુધા એકદમ ગભરાઈ ને તેની પાસે બેસી જાય છે. અને કૃતિ ને કહે છે તને તો હું જોઈ લઈશ...


એટલામાં જ વિરાટ અને તેની ટીમ બહાર આવી જાય છે. સુધા અને તેના પતિને અરેસ્ટ કરી દે છે અને કુલદીપને પહેલાં હોસ્પિટલ લઈ જઈ સારવાર કરાવે છે અને છેલ્લે તેની પણ ધરપકડ કરી દે છે. હવે તમામ પુરાવાઓ તેમની પાસે હોવાથી તેમના છુટવાના કોઈ ચાન્સ નહોતા...

અને કૃતિ હવે વિશ્વા બનીને નિહાર અને તેના પરિવાર સાથે પોતાની ભયમુક્ત નવી જિંદગીની શરૂઆત કરે છે.

             *         *         *         *        *


આ બાજુ નીર્વી હોસ્પિટલમાં એડમિટ થાય છે. અને બીજા દિવસે થોડા કોમ્પ્લિકેશન હોવાથી ઈમરજન્સીમા ઓપરેશન કરે છે અને તે સરસ એક ઢીંગલીને જન્મ આપે છે...

તે સરસ નીર્વી જેવી જ લાગે છે...અને આખા પરિવારમા એક નાનકડી દીકરીની કિલકિલાટ સંભળાય છે.

થોડા દિવસ પછી પરી ટ્વીન્સ એક દીકરો અને એક દીકરી ને જન્મ આપે છે. તે પણ પરી જેવા મસ્ત ગોલુ મોલુ છે.

            *         *         *         *        *


થોડા મહિનાઓ બાદ સાચીને એક સરસ દીકરી જન્મે છે.અને પછી ધીરે ધીરે ત્રણેય મોટી થાય છે. ફરી ત્રણેય બહેનો કરતાં ફ્રેન્ડ તરીકે વધારે રહે છે અને જેવુ પરી, નીર્વી અને સાચીનુ અતુંટ દોરનું અનોખું બંધન હોય છે તેવી જ આ ત્રણ દીકરીઓ પ્રયાગી, નિષ્ઠા, અને સત્યાની એક નવી કહાની શરૂ થાય છે.....એક અનોખા બંધન સાથે !!

     

 "સંપૂર્ણ"Rate this content
Log in

Similar gujarati story from Thriller