અતુટ દોરનું અનોખું બંધન -૨૯
અતુટ દોરનું અનોખું બંધન -૨૯


બધા શ્લોકની સામે જોઈ રહે છે એટલે શ્લોક કહે છે નિહારની સામે જોઈને, જીજાજી આ બધી ખુશીમા ભુલી ગયા કે તમારા હજુ પેલા તમારા સાસુ, સસરા અને સાળાજીને એમની જગ્યાએ પહોંચાડવાના છે.
નિસર્ગ : હા શ્લોકની વાત સાચી છે. એ લોકોને આ વસ્તુંની ખબર પડશે તો વિશ્વા અને આપણા કોઈનો પણ જીવ જોખમ માં મુકાઈ શકે છે. કારણ કે મારી સાથે જે પણ થયુ હતું એના પછી મને ખબર છે એ લોકો બહું ખતરનાક છે. પૈસા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
સાચી : જે એક માસુમ છોકરી પાસે આવો ધંધો કરાવી શકે એ કંઈ પણ કરી શકે.
શાશ્વત : આપણે હમણાં આ ચાલુ રાખવુ જોઈએ નાટક. અને વિશ્વા જ ત્યાં જશે એમના ઘરે રહેવા.
નિસર્ગ ના પપ્પા : આ તું શું કહે છે?? આપણે તેને ત્યાં કેવી રીતે મોકલી શકીએ?? એમનો શું વિશ્વાસ.
શાશ્વત : કાકા અમે જે કૃતિ માટે બધુ જાણવા માટે જે પ્રયોગ ફરી કરવો પડશે. આપણે તેમને એમ થોડી પકડાવી શકીશુંં કે તેમને જેલમાં લઈ જાઓ કોઈ પણ સાબિતી વગર.
પરી : આપણે તેને ત્યાં મોકલીએ અથવા તે અહી આવે એવો કંઈ પ્લાન કરીએ, બધા પુરાવા ભેગા કરવા કૃતિ તરીકે જ . એમને હાલ કોઈ જ ખબર ના પડવી જોઈએ કે આપણને બધાને કંઈ પણ ખબર છે. અને એ લોકો એક પ્લાન બનાવે છે. અને પ્લાન શરૂ થઈ જાય છે.....
* * * * *
ફોનમાં રિંગ વાગે છે....બે ત્રણ વાર આખી રિંગ જાય છે ફોનમા પણ કૃતિ ફોન ઉપાડતી નથી. તેના એ મમ્મી સુધાદેવી ગુસ્સે થઈ જાય છે. પણ વધારે સમય સુધી કંઈ વાત થતી નથી. એટલે એ ઘરના લેન્ડલાઈન પર ફોન કરે છે. ફોન દાદી ઉપાડે છે અને વાત કરે છે કહે છે કૃતિની તબિયત ખરાબ છે એટલે કદાચ ફોન નહી ઉપાડ્યો હોય સૂઈ ગઈ છે.
હું તેની પાસે વાત કરાવુ ??
કૃતિની મમ્મી : હાય ! હાય ! મારી દીકરી બિમાર થઈ ગઈ છે. હું હમણાં જ આવુ છું તેને મળવા માટે.
દાદી : હા આવો. તે તમને બહું યાદ કરતી હતી.
આખા ઘરમાં કેમેરા લગાવી દીધા છે અને સાથે કૃતિની રૂમમાં રેકોર્ડિંગની ખાસ વ્યવસ્થા કરી છે અત્યારે. આ માટે શાશ્વતનો એક દોસ્ત વિરાટ તેમને બધી હેલ્પ કરે છે જે પીએસઆઈ છે.
ઘરમાં બધા જ લેન્ડલાઈન અને કૃતિના ફોનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
* * * * *
કૃતિના એ મમ્મી ત્યાં આવીને તેની ચિંતા કરવાનું નાટક કરે છે અને તેને રૂમમાં મળવા જાય છે. ત્યાં તે અંદર જઈને જ પહેલાં કોઈને ખબર ના પડે એમ રૂમ બંધ કરે છે.
કૃતિ ત્યાં ઓઢીને સૂવાનું નાટક કરે છે. તેઓ જઈને તેનો બ્લેન્કેટ નીકાળી ને ફેકે છે બહું વધી ગયા છે તારા નાટક આજ કાલ. મારો ફોન તું ઉપાડતી નથી. તને ખબર છે ને મે તને શુંં કામ સોપ્યું છે. એમ કહીને તે પોતાના કમરમાંથી એક વીટેલો પટો કાઢીને તેને મારે છે.
આ વખતે તો અહીંથી તે મને કંઈ જ માલ અપાવ્યો નથી. શું કરવાનુ છે અને અહીંથી બધુ પતાવ એટલે હું તને લઈ જાઉ. મારો કુલદીપ તારા માટે રાહ જોઈ રહ્યો છે. હવે તો તારે એને તારી જાતને સોંપવી જ પડશે....
આ બધુ ત્યાં બાથરૂમમાં સંતાઈને ઉભેલો નિહાર સાંભળી રહ્યો છે તેનું લોહી ઉકળી રહ્યુ છે પણ અત્યારે કંઈ પણ કરે તો બાજી બગડી જાય એવુ હતું એટલે એ પોતાની જાત પર કંન્ટોલ કરે છે.
સાથે જ કહે છે આજ માટેનો માલ જોઈએ છે મને તું કંઈ પણ કર. કૃતિ કહે છે હું બતાવુ છું ત્યાંથી લઈ લેજો...બાકી બધુ કાલે ફાઈનલી કામ થઈ જશે. અને સાથે કુલદીપ અને પપ્પાને પણ લાવજો માલ વધારે છે બધાની જરુર પડશે.આ સાંભળતા કૃતિની મમ્મી સુધાદેવી રૂમની બહાર નીકળે છે.
સુધાના બહાર જતાં નિહાર બહાર આવીને કૃતિ ને પકડીને કહે છે તને વાગ્યુ તો નથી ને ? મને તો એટલો ગુસ્સો આવતો હતો કે....
કૃતિ તેને વચ્ચે જ અટકાવી ને કહે છે આ તો કંઈ નથી બકા મારા માટે, આટલો માર તો હવે મારા માટે સામાન્ય છે. અને પ્લીઝ બકા ગુસ્સાથી કંઈ જ નહી થાય. મન તો મને પણ થતું હતું એ કુલદીપ નુ નામ સાભળીને કે એનુ શુંં કરૂ કે તે આ દુનિયામાં જ ના રહે.
નિહાર : બસ બકા હવે કાલનો દિવસ છે પછી બધુ જ સારૂ થઈ જશે આપણી લાઈફમાં.
સુધાદેવી બંગલામાં એક જગ્યાએ કૃતિ એ કહ્યા મુજબ જાય છે અને જુએ છે કે ત્યાં આજુબાજુ કોઈ નથી. એટલે ત્યાં એક કોથળી જેવુ હોય છે અને અંદર કંઈ પેક કરેલુ હોય છે. ત્યાં થોડું ખુલ્લી જગ્યા દેખાય છે બોકસમા એટલે ખોલીને જુએ છે તો તેમાં દાગીના જેવુ દેખાય છે એટલે તે ખુશ થઈને જતી રહે છે.
જેવી સુધાદેવી બહાર જાય છે બંગલાની ત્યાં જ પાછળ ઉભેલો એક વ્યક્તિ બહાર આવે છે જે શાશ્વતનો ફ્રેન્ડ છે અને બધુ રેકોર્ડ કરે છે અને હસી રહ્યો છે.
તે અંદર જઈને કહે છે આજનું કામ પતતા અડધા પુરાવા તો થઈ ગયા. બાકીનું મેઈન કામ કાલે કરવાનું છે પ્લાનને અંજામ આપવાનું....
* * * * *
સવારના દસ વાગ્યા છે. બધી જ તૈયારી થઈ ગઈ છે. કૃતિ સુધાદેવીને ફોન કરીને કહે છે આજે સરસ મોકો છે ભલ્લા હાઉસને પાયમાલ કરવાનો.
સુધાદેવી : આજે અહી મારા સિવાય કોઈ નથી. બધા એક મેરેજમાં ગયા છે. મે મારી તબિયતનું બહાનુ બનાવી દીધું એટલે હું નથી ગઈ. નિહાર પણ મારી સાથે રોકાવાનું કહેતો હતો પણ મે તેને સમજાવી ને મોકલી દીધો. એટલે બધા જ ગયા છે. બધો માલ મે સરસ તૈયાર કરી એક જગ્યાએ રાખી દીધો છે.
આ લોકો બહુ મુર્ખ છે કે બધા જ દાગીના અને મહત્વના કાગળો પૈસા બધુ ઘરમાં જ રાખે છે. બધા જલ્દી અહી આવી જાઓ. બસ ભાગીએ એટલી વાર... પછી તો આપણે માલામાલ !!!
શુંં પ્લાન ખરેખર અંજામ આપશે ? સુધાદેવી પણ માસ્ટર માઈન્ડ છે. તે આટલા વર્ષોમાં ક્યારેય આટલા ખરાબ ધંધા કરવા છતાં પકડાઈ નથી. તો શુંં તે જાળમાં ફસાઈ જશે ?