અતુટ દોરનું અનોખું બંધન -૨૮
અતુટ દોરનું અનોખું બંધન -૨૮


નિહાર કૃતિ ને એકદમ ટાઈટ પકડીને તેને કીસ કરી દે છે. પણ અત્યારે કૃતિ તો ભવિષ્યની ચિંતામા હતી. અત્યારે તેને પોતાની જાતને નિહારના બાહોમાંથી છોડાવી મુશ્કેલ હતી.
છતાં આજે તેને આ વાત જણાવવી જરૂરી હતી. કારણ કે કૃતિ માટે આજે જિંદગીનો સવાલ હતો. આંખરે તે નિહાર ને દૂર ખસેડી ને કહે છે, પ્લીઝ નિહાર સાંભળ. આજે મારે તને જે વાત કહેવાની છે એ મારા કરતાં પણ વધારે મહત્વની છે તારા માટે. તું બધુ પહેલાં શાતિથી સાંભળજે. પછી જે હોય તે કહેજે તારો નિર્ણય.
અને કૃતિ તેની વાત ચાલુ કરે છે. બધી જ સાચી વાત કરે છે અત્યાર સુધીની. ફક્ત એટલું નથી જણાવતી કે શ્લોક એટલે કે તેના ભાઈ સિવાય પણ ઘરમાં બીજા કોઈને ખબર છે.
નિહાર તો બધુ જ સાંભળે છે શાંતિથી. આખી વાત પુરી થઈ જાય છે પણ નિહાર એક શબ્દ પણ ઉચ્ચારતો નથી. અને પછી તે બેડ પર કંઈ પણ કહ્યા કે બોલ્યા વિના સૂઈ જાય છે.
કૃતિ તો વધારે ચિંતામાં આવી જાય છે. તેને તો એમ જ થઈ ગયું કે નિહાર ને ખરેખર ખરાબ લાગ્યું છે હવે તે મને માફ કરે એવુ મને જરાય લાગતું નથી.
તે ઘણી વાર રૂમમાં બેસી રહે છે. તેના મગજમાંથી એમ ભાર ઓછો થઈ ગયો હતો પણ આ શું નિહાર તો કંઈ બોલ્યો જ નહી.
તેને અત્યારે એમ થતું હતુંં કે ભલે નિહાર ગુસ્સો કરે જે કહેવું હોય તે કહી દે પણ આવી રીતે ચુપ રહે તો મારે શું સમજવુ. તે થોડી વાર પછી પાણી લેવાના બહાને રૂમમાંથી બહાર આવે છે.
અને જુએ છે કે બધા બહાર જ બેઠા હતા. નીર્વી ને છ એ જણા. પણ કોઈને શક ના જાય એ માટે તેઓ હોમ થિએટર ચાલુ કરીને મુવી જોઈ રહ્યા છે.
તેઓ ખરેખર તો કૃતિ અને નિહાર માટે જ જાગી રહ્યા છે એટલે જેવી કૃતિ બહાર નીકળે છે કે તરત જ તેઓ તેની સામે જોઈને તેને પુછે છે ઈશારામાં.
કૃતિ ઉપરથી નીચે આવે છે. અને કહે છે કે હું તો વધારે ચિંતામા આવી ગઈ છું. તે કંઈ પણ બોલ્યો જ નહી. હવે તેને સામેથી વધારે અત્યારે પુછવાની હિંમત પણ નથી અત્યારે.
ભાભી તમે લોકો હવે સુઈ જાઓ. મોડુ થઈ ગયું છે. હવે જે થશે એ સવારે જોયું જશે. મારા નસીબમાં હશે તે થશે.
નિસર્ગ : આ વસ્તુ તેના માટે સ્વીકારવી અને સમજવી મુશ્કેલ છે. કોઈ પણ પોતાના પાર્ટનરનું આવુ સાંભળે અને જેનો એને કોઈ અણસાર પણ ના હોય. તો તેના માટે તેને થોડો સમય આપવો જોઈએ. તું ચિંતા ના કર સુઈ જા અને અમે પણ રૂમમાં જઈએ.
એટલામા પ્રથમ પર શ્લોકનો ફોન આવે છે. પ્રથમ બધુ કહે છે. અને હવે સવાર પર વાત છોડીને બધા પોતાના રૂમમાં જાય છે.
કૃતિ રૂમમાં આવીને જુએ છે કે નિહાર હજુ જાગતો જ હતો. તે ઊંધો ફરીને સૂતો હતો. કદાચ તેની ઊંઘ હરામ થઈ ગઈ છે.
કૃતિ ત્યાં બેડ પર સુવે છે. પણ આંખી રાત તેને ઊંઘ આવતી નથી. બસ રડ્યા કરે છે અને પોતાની જાતને આ બધા માટે કોસ્યા કરે છે. સવારે વહેલા તે બેડ પર બેસી હોય છે અને ત્યાં જ બેઠા બેઠા તે સૂઈ જાય છે. અને સવારે તેની આંખ ખુલે છે તો નિહારે એક બેગ પેક કરેલું હતું. અને કૃતિ ના ઉઠતા જ એ કહે છે ચાલ તારા કપડાં પેક કરી દે.
કૃતિ : પણ ક્યાં જવાનું છે??
જ્યાં તારે હોવુ જોઈએ. કૃતિ ગભરાઈ જાય છે. પ્લીઝ નિહાર આવુ ના કર. મને માફ કરી દે. હું હવે ક્યાં જઈશ ?? મારે એ નર્કમાં ફરી નથી ફસાવુ.
નિહાર : મારે કંઈ જ સાંભળવુ નથી. બસ તું તૈયાર થા અડધો કલાકમાં.
કૃતિ ફટાફટ તૈયાર થઈને નિહાર ને ખબર ના પડે તેમ નીર્વી ને આવીને કહે છે આ. નીર્વી કહે છે જા હું અને નિસર્ગ આવીએ છીએ નિહાર ને ખબર ના પડે તેમ.
* * * * *
નિહાર કૃતિ ને લઈને બહાર નીકળે તો. બંનેમાંથી કોઈ કશુ બોલતું નથી . એક ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે તે કૃતિ ને લઈને જાય છે. કૃતિ ને સામાન ગાડીમાં રાખવા કહે છે.
ત્યાં તેને અંદર લઈ જાય છે. ત્યાં દરેક કપલ માટે અલગ પ્રાયવસી મળે તેવી વ્યવસ્થા હતી. નિહાર તેને ત્યાં લઈ જાય છે.
નિહાર : તો હવે તું શુ કરવા ઈચ્છે છે વિશ્વા ?
કૃતિ : શું ? હું કંઈ સમજી નહીં ?
નિહાર : તને મારા પર એટલો પણ વિશ્વાસ નહોતો ? તું આટલી કેમ ગભરાઈ ગઈ હતી ?
તે મને મેરેજ વખતે આ વાત કેમ નહોતી જણાવી ?
કૃતિ : સાચુ કહું તો હું તારી સાથે મેરેજ કરીને તો હું તમને લોકોને છેતરવા જ આવી હતી. પણ તારા પ્રેમ અને સાથે આ પરિવારની એકતા અને બધાના પ્રેમે જ મને બદલી દીધી. અને મને પણ બધાની જેવી જિંદગી જીવવાની ઈચ્છા થઈ.
અને આખરે નિહારે કૃતિ ને ભુલીને વિશ્વાની નવી ઓળખ આપે છે અને તે બે દિવસ માટે આ બધાથી દૂર લઈ જાય છે ફક્ત તેને આ બધુ જ ભુલાવી નવી જીંદગીની શરૂઆત કરવા માટે.
* * * * *
આખરે આજે નિહાર પોતે જ બધાને એક સાથે ઘરમાં ભેગા કરે છે. અને કૃતિની બધી જ હકીકત બધાને એ પોતે કહે છે. સાથે જ નિસર્ગ પણ જણાવે છે કે અમને બધાને પણ ખબર હતી આ બધાની.
નિહાર આ બધા માટે એ લોકોનો પણ દિલથી આભાર માને છે.
આ બાજુ નીર્વી ને લોકો પણ બધાને સમજાવે છે અને આખરે બધાની ખુશી વચ્ચે કૃતિ બધાની લાડલી વિશ્વા બની જાય છે.
એટલામાં જ શ્લોક અને પુજા ત્યાં આવે છે અને કહે છે આટલાથી પતી નથી ગયુ બધુ, હજુ એક બહું જ મહત્વનું કામ બાકી છે, નહી તો બહું મોટી બરબાદી થતાં વાર નહી લાગે.
શું કહે છે હવે શ્લોક ? હવે ફરી શું મુસીબત આવી હશે તેમના પરિવારમાં ?