Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Dr.Riddhi Mehta

Thriller Drama

3  

Dr.Riddhi Mehta

Thriller Drama

અતુટ દોરનું અનોખું બંધન -૨૭

અતુટ દોરનું અનોખું બંધન -૨૭

4 mins
248


પ્રથમ રેસ્ટોરન્ટમાં ટેબલ પાસે જઈને કહે છે તમે અહીં ?

સામેથી કહે છે, તું તો બહાર જવાનો હતો ને કામથી ?

પ્રથમ : એ માટે તો આવ્યો છું. મને પણ કાઈ સમજાયુ નહી અને તે શ્લોકની સામે પ્રશ્નાર્થ નજરે જુએ છે.

પ્રથમ એક વાત કહું , કૃતિ એ જ વિશ્વા છે...!! હવે તને બધી વાત સમજાઈ ગઈ ?

પરી : શું કહો છો શ્લોકભાઈ ? તમે કાલે કેમ કહ્યું નહી ?

શ્લોક : સોરી. મે તમને કાલે કહ્યું નહી. પણ હું એના માટે કોઈ જોખમ નહોતો લેવા માગતો. હું પહેલા તમારી આ માટે શું વિચારણા છે એ જાણવા માંગતો હતો.

બાકીના બધાને તો કંઈ સમજાતું નથી. બધા એકબીજાની સામે જોઈ રહ્યા છે.

નીર્વી : કૃતિ અને શ્લોકભાઈ તમારૂ શું રિલેશન છે ?

શ્લોક : ભાભી હું તમને લોકોને બધુ જ કહું છું. પણ એક વાત પ્લીઝ ધ્યાન રાખજો કે જે પણ નિર્ણય કરો તે વિચારીને કરજો આખરે કોઈની જિંદગીનો સવાલ છે. કૃતિ એ મારી બહેન છે. અને તે કૃતિની બધી જ અત્યાર સુધીની વાત કરે છે.

બધા તો એકદમ આઘાત પામે છે કે કૃતિ સાથે આટલું બધું થઈ ગયું છે.

અને ખાસ તો નિસર્ગ તને તારા કિડનેપિગ પાછળ ખરેખર કૃતિ નહી પણ તેના એ ધંધાદારી મમ્મી પપ્પા હતા. એ લોકો પોતે ડાયરેક્ટ ના પકડાય માટે તેના નામની જ બધાને ખબર પડે એ રીતે કહેતા હતા.

નીર્વી : પણ કૃતિ તો હમણાં આવુ છું કહીને ગઈ હતી હજુ આવી નહી.

શ્લોક : તે બહાર જ છે પુજા સાથે. પણ આટલું બધુ થયા પછી તેની તમારા બધા સાથે આંખો મેળવવાની હિંમત નથી.

તમને લોકોને પ્રથમ આ વાત કરવાનો વિચાર તેનો જ હતો. તેને જ કહ્યું હતું કે એ લોકો બહું સમજુ અને લાબું વિચારી ને કોઈ પણ નિર્ણય લેશે. અને આખું ઘરને એક માળામાં ગુંથી રાખનાર એ લોકો જ છે. પરી, સાચી, અને નીર્વી.

એ લોકો જો એક વાર આ સમજશે તો કોઈને પણ સારી રીતે સમજાવી શકશે. એટલો તેનો તમારી સાથે રહ્યા પછી અનુભવ થયો હતો.


શ્લોક : અને ખાસ નિસર્ગ તું બહું હેરાન થયો છે આ માટે. તને એના તરફથી ખરેખર સોરી. અને અત્યારે તું એનો જેઠ છે એટલે તારો નિર્ણય આ માટે બહું મહત્વનો છે.

નિસર્ગ : એ તો બધુ સમય અને સંજોગોવશાત થયું કંઈ નહીં. હવે જો ખરેખર આ ઘરમાં સારી રીતે વહું બનીને જ રહેવા માંગતી હોય તો આપણે શાંતિથી નિર્ણય કરવો પડશે.


શ્લોક : આ વાતની નિહારને કેવી રીતે વાત કરીશુંં ? તમને તો કદાચ થોડીઘણી પણ ખબર હતી.

સાચી : મારા મતે તો એને વાત કૃતિ જ કરે તો સારું. કોઈ પણ સારી કે ખરાબ વાત કોઈ બીજા ધ્વારા ખબર પડે એના કરતાં એ પોતે એકબીજાને વાત કરે તો એકમેક પર વિશ્વાસ જળવાઈ રહે છે.

પરી : જો આપણે વાત કરીશુંં તો કે શ્લોકભાઈ પણ કરશે તો તે પહેલાં તો વિશ્વાસ જ નહી કરે અને આપણા પર ગુસ્સે થઈ જશે અને પછી સાચી હકીકત પછી તેને એવુ લાગશે કે તેને બીજા ધ્વારા ખબર પડી. કૃતિ એ ડાયરેક્ટ ના કહ્યું એને નિહાર પર એટલો પણ વિશ્વાસ નથી એવુ લાગશે.

નીર્વી : સાચી વાત છે અને છતાં નિહાર ના સમજે તો આપણે તો છીએ જ ને.

સાચી : હું કૃતિ ને પહેલાં અંદર બોલાવુ છું બધા તેની સાથે પ્લીઝ પહેલાં જેવુ જ વર્તન રાખજો.

બધા હા કહે છે. અને પછી કૃતિ અને પુજા અંદર આવે છે.

કૃતિ પહેલાં આવીને આંખોમાં આંસુ સાથે બધાને સોરી કહે છે.


નિસર્ગ : પહેલાં તું અહીં બેસ. અમારાથી ગભરાવાની કોઈ જરૂર નથી. અમને બધી ખબર પડી ગઈ છે બધી વાતની. તારા દુઃખના દિવસ હવે પુરા થયા હવે તું કોઈ વાતની ચિંતા ના કર.

નીર્વી : પણ હવે નિહાર ને બધી વાત રાત્રે તું કરજે. બાકીનું બધુ અમે સંભાળી લઈશું.

કૃતિ : પણ એ ગુસ્સે થઈ જશે તો ? મને ના પાડી દેશે તો હું ક્યાં જઈશ? હું હવે નિહાર કે તમને કોઈને પણ ખોવા નથી ઈચ્છતી અને એ નર્કમાં ફરી ધકેલાવા નથી ઈચ્છતી.

શ્લોક : તું ચિંતા ના કર. પોઝિટિવ વિચાર. કંઈ જ નહી થાય અમે બધા જ તારી સાથે છીએ.

કૃતિ : સારૂ આજે રાત્રે જ હું તેની સાથે વાત કરીશ. પણ પ્લીઝ તમે લોકો ત્યાં જ બહાર રહેજો. કારણ કે આજ સુધી મને બધાને કેમ છેતરવા એ જ શીખવા મળ્યું છે પણ પોતીકા ને મનાવવાનું કામ પહેલી વાર કરવાનું છે.

બધા કૃતિ ને ઓલ ધી બેસ્ટ કહીને ઘરે જાય છે....

              *       *        *        *        *


રાત્રે જમવાનું પતાવી ને બધા રૂમમાં સુવા જાય છે. વાસ્તવમાં આ લોકો તો જાગતા જ હોય છે.

કૃતિ તેના રૂમમાં જઈને નિહાર પાસે બેસે છે. નિહાર આજે કંઈ રોમાન્સના મુડમાં હતો. તે કૃતિને પકડીને પહેલાં હગ કરીને એક કીસ કરી દે છે.

કૃતિ કહે છે પ્લીઝ મારે તારી સાથે એક બહું મહત્વની વાત કરવી છે બકા.

નિહાર : તારાથી મહત્વની મારા માટે કોઈ મહત્વની વાત નથી કહીને તેને ચુપ કરાવીને કૃતિના હોઠ પર તેના હોઠ રાખી દે છે....


શુંં કૃતિ નિહારને બધુ વાત જણાવી શકશે ? નિહાર તેનુ કંઈ સાંભળશે આજે ?


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Thriller