Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Dr.Riddhi Mehta

Drama Thriller


3  

Dr.Riddhi Mehta

Drama Thriller


અતુટ દોરનું અનોખું બંધન -૨૫

અતુટ દોરનું અનોખું બંધન -૨૫

4 mins 370 4 mins 370

શ્લોક ની ગાડીમાં બેસીને શ્લોક કૃતિ કહે તે મુજબ ગાડી લઈ જઈ જાય છે. રસ્તામા ઘણી વાર સુધી બંનેમાથી કોઈ કશું બોલતુંં નથી.

થોડે આગળ જતાં એક મંદિરમાં લઈ જાય છે. એ મંદિર જોતા જ શ્લોક ને થોડું યાદ આવે છે કે તે પહેલાં એ અહી બહું વાર આવેલો છે. પણ એવુ ચોક્કસ યાદ નથી આવતું.

કૃતિ શ્લોક ને કહે તમને કંઈ યાદ આવે છે કે આ મંદિરમાં તમે વિશ્વા અને તમારી મમ્મી દરરોજ આવતા હતા.

શ્લોક : મને થોડું યાદ આવે છે પણ હું બહું નાનો હતો એટલે સરખુ યાદ નથી.

આજે તમારી બહેન ને તમે મળો તો જે પણ નિર્ણય લો બહું વિચારી ને લેજો. એમ કહીને બંને તેની નજીકની જગ્યાએ જાય છે જ્યાં તેઓ રહેતા હતા. તેમનો ખુશખુશાલ અને સુખી પરિવાર રહેતા હતા.


એ ઘર જોઈને શ્લોક કહે છે આ તો એ જ ઘર છે જ્યાં મારો પરિવાર હતો.

અહીંથી જ તમારો પરિવાર વિખુટો પડ્યો હતો ને ?

અહીં જ તમારી બહેન તમને પાછી મળે એમ ઈચ્છું છુંં. પણ તમને આ ઘર યાદ છે ? ત્યારે તો તમે બહું નાના હતા ને ?

હા પણ , મારા ફોઈ મને ઘણી વાર અહી લાવ્યા હતા. પણ એક દિવસ આવ્યા ને શું થયુ કે અહીં ઘરને તાળુ હતું બાજુ મા રહેતા એક બે જણા સાથે કંઈ વાત થઈ અને પછી ફોઈ દુઃખી થઈને મને અહીંથી લઈ ગયા હતા. મારે દીદીને અને પપ્પાને મળવુ હતું. પણ એ પછી મને દીદી તો ક્યારેય મળ્યા નહી.

પણ મોટા થયા પછી ફોઈએ દીદીની બધી વાત કહી. એક બે વાર પપ્પા મને લેવા પણ આવ્યા હતા પણ મને એ પછી તેમનાથી નફરત થઈ ગઈ છે.

કૃતિ : એ ક્યાં છે હમણાં ?

શ્લોક : ખબર નહી છેલ્લે એક વર્ષ પહેલાં આવ્યા હતા પણ મારો તેમની સાથે ઝગડો થયો હતો દીદી માટે થઈને. તો એ જતાં રહ્યાં હતા કદાચ એમને બહું પસ્તાવો હતો પણ હવે શું ? હવે ક્યાં હશે મને કંઈ જ ખબર નથી.

કૃતિની આંખોમાં આંસુ આવી જાય છે. શ્લોક ને તે ભેટી પડે છે અને કહે છે હું જ વિશ્વા છું ભઈલુ.

શ્લોક :પણ તું તો કૃતિ નથી ?

કૃતિ : બધી જ તેની વાત કરે છે તેને તેના પપ્પાએ વેચી હતી ત્યારથી અહીં સુધીની. અને તેની પાસેથી તેનો ફેમિલી ફોટો પડી ગયો હતો એ વાત પણ કરી. અને સાથે તે પોતે જ વિશ્વા છે એવી ઘણી બધી સાબિતી આપે છે જેથી શ્લોક ને પાકો વિશ્વાસ આવી જાય છે કે આ વિશ્વા જ છે.

શ્લોક : તમારી સાથે આટલું બધુ થઈ ગયું . હું કંઈ કરી પણ ના શક્યો. હવે ફક્ત મારે તને આ બધામાંથી છોડાવવાની છે અને તને તારી સાચી ઓળખ દુનિયા સામે લાવવાની છે.

કૃતિ : પણ નિહાર અને તેનો પરિવાર મને અપનાવશે ?

શ્લોક : તમે ચિંતા ના કરો હવે તમે બધુ મારા પર છોડી દો.

એટલામાં નિહારનો ફોન આવે છે. તે શ્લોક ને કહે છે. શ્લોક તેને તેની કોઈ ફ્રેન્ડ ના ત્યાં છે એવું કહેવાનું કહે છે.

એટલે કૃતિ એમ કહે છે હમણાં પહોચુ છું જલ્દીથી. આવીને વાત કરૂ.

નિહાર : હા જલ્દી આવ બધા રાહ જોવે છે.

શ્લોક : હું તમને ફટાફટ અત્યારે ઘરે મુકી જાઉ છું. પછી હું તને આપણા ઘરે લઈ જઈશ. પણ એ પહેલાં હું તારી ભાભી પુજાને બધી વાત સમજાવી દઈશ. એમતો એ બહું સમજુ છે, બહું વાધો નહી આવે છતાં પણ પહેલા તેને બધી વાત કરવી જરૂરી છે. અને ફોઈ તો તને જોઈને બહું ખુશ થઈ જશે.

એમ વાત કરીને બંને ત્યાંથી નીકળી જાય છે.

             *         *         *         *         *


કૃતિ જેવી ઘરમાં આવે છે બધા તેની રાહ જોઈને બેઠા હોય છે. દાદીએ પ્રેમથી કહ્યું, ક્યાં જાય છે કહીને તો જવું હતું ને બેટા ? અમને ચિંતા ના થાય એટલે બીજું કંઈ નહી.

કૃતિ : થોડી ઉતાવળમા ગઈ ને દાદી મારી ફ્રેન્ડ ને કામ હતુંં તો અને મને એમ કે જલ્દી આવી જઈશ પણ થોડું મોડું થઈ ગયું .

નિહાર : થોડુ નહી બહું મોડું.

કૃતિ : (પ્રેમથી કહે છે) ..સોરી બીજી વાર નહી થાય.

નિહાર : સારૂ હવે કંઈ વાંધો નહી જમવા ચાલ.

કૃતિ ને આજે મનમાંથી એક ભાર જતો રહ્યો છે અને ઘરેથી પણ તેને બહું સારૂ રાખે છે એટલે તે ખુશ થઈ જાય છે.

         *         *        *         *        *


સાચી અને નીર્વી એ ચીપ કાઢી લીધી હતી જ્યારે તે કૃતિ અનુસાર નિહાર જમવા બેઠા હતા બધા સાથે. તેને બધા સાથે વાતોમાં રાખીને એ કામ કરી દીધું હતુંં. એ બધુ રેકોર્ડિંગ ફોનનું સાભળે છે પણ કંઈ એવુ મળતું નથી.

છેલ્લે એની શ્લોક સાથેની વાત સાંભળે છે પણ કંઈ ખબર ના પડી. પરી કહે છે આ નંબર તો શ્લોકભાઈનો છે .એ હવે શ્લોકભાઈને ફસાવવાનું કામ કરે છે મારે એમને કહી દેવુ પડશે. મે નંબર જ ખોટો આપ્યો કૃતિને.

તે તરત જ તેના નંબર પરથી શ્લોકને ફોન કરે છે. અને કહે છે તમને કોઈ ફસાવી રહ્યું છે અને તમને આ નંબર પરથી કોઈ ફોન આવ્યો હતો અને કૃતિ એ કહેલી બધી વાત કરે છે.

શ્લોક : તમને કેમ ખબર પડી ભાભી ?

પરી : કૃતિ અમને એની ખબર પડી ગઈ છે કે કૃતિ અમને બધાને છેતરવા આવી છે એટલે અમે તેના ફોનમાથી બધી વાત પ્લાન કરીને સાંભળતા ખબર પડી એટલે મે તમને ફોન કર્યો. અને બધી વાત કરે છે કૃતિની.

શ્લોક બધુ સમજી જાય છે દીદી મુસીબતમાં છે અને આ લોકોને દીદીનુ આ પાસુ જ ખબર છે , સાચી હકીકત ખબર જ નથી .

શ્લોક : હા ભાભી હું ક્યાંય ફસાઇશ નહી . પણ તમે અને પ્રથમ મને આજે રાત્રે મારા ઘરે મળવા આવી શકો છો ?

મારે તમારૂ બહું અગત્યનું કામ છે.


પરી હા પાડે છે અને રાત્રે તે અને પ્રથમ બંને શ્લોકના ઘરે જાય છે.

શ્લોક પ્રથમ ને બધી વાત કરશે ડાયરેક્ટલી ? તેઓ આ વાતનો સ્વીકાર કરી શકશે ?


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama