અતુટ દોરનું અનોખું બંધન -૨૩
અતુટ દોરનું અનોખું બંધન -૨૩
આ બાજુ નીર્વી અને પરીનું શ્રીમંતનુંં ફંક્શન પુરૂ થાય છે. નીર્વી અને પરીને તેના પિયરથી ત્યાં આવવા માટે કહે છે પણ આ બધુ કૃતિ માટેનું હજુ કંઈ સોલ્વ થયુ નથી એટલે બંને હાલ ના પાડે છે ત્યાં જવાની. આ બાજુ કૃતિ એકદમ મુંઝાયેલી રહે છે. તે એકવાર વિચારે છે કે મારે આર યા પાર કંઈક તો કરવું જ પડશે. પણ આ વાત નિહારને કરવી જોઈએ કે બીજા કોઈને એ સમજાતુંં નથી.
એક દિવસ કૃતિની મમ્મી તેને ઘરે રહેવા બોલાવે છે. તેને જરા પણ ઈચ્છા નથી. બધા તેને કહે છે સહજતાથી કે તારા મમ્મી કહે છે આટલુ તો જઈ આવ. એટલે તે ના પાડી શકતી નથી.
કૃતિ ત્યા તેના પિયર જતાં જ તેના મમ્મી કહે છે, કેટલે પહોંચ્યો તારો ત્યાંથી ભાગવાનો પ્લાન ??
કૃતિ ફક્ત કરૂ છું. એવુ કહે છે સરખો જવાબ આપતી નથી કારણ કે તે વિચારે છે કે મારા પોતાના ઘરેથી શું ચોરી કરૂ ??
એ જ્યાં જ્યાં જાય છે કંઈક ખરાબ વિચારી ને પણ ત્યાં જ એને વિચાર આવે છે કે હું મારા નિહારને અને મારા પરિવારને કેવી રીતે છેતરી શકું ??
ત્યાં વિચારોમાં ખોવાયેલી કૃતિ ને તેના એ મમ્મી જોરથી એક તમાચો મારી દે છે. તેની આંખોમાંથી આંસુ આવી જાય છે. તે કંઈ જ બોલતી નથી.
મને એવુ બરાબર લાગી રહ્યું છે કે તારો ઈરાદો હવે એ ઘરમાં રહીને રાજ કરવાનો છે. અમારી આટલા વર્ષોની મહેનત પર તું પાણી ફેરવવા માગે છે. તું એવુ કરવાની જરા પણ કોશિશ ના કરીશ.
પણ હવે તને એક અઠવાડિયાનો સમય આપુ છું મારે બધો જ માલ જોઈએ. તું ગમે તે કર નહી તો હું આવીને તારા ઘરે બધું ઊંધું કહી દઈશ તો તું બધેથી રહીશ. ક્યાંય રહેવા ને લાયક નહી રહેવા દઉ તને. અને આજે જ તું ઘરે જા અને કામ ચાલુ કરી દે. કૃતિ બહું રડે છે. તેને તેની મમ્મીની બહું યાદ આવે છે. તેને અચાનક યાદ આવે છે કે તેનો ભાઈ તેના ફોઈ લઈ ગયા હતા એ પણ મોટો થઈ ગયો હશે.એ ક્યાં હશે ? અને અત્યારે હું ગુજરાતમાં મારા રાજ્યમાં જ છું મારે મારા ભાઈને મળવા માટે કંઈક તો કરવુ જોઈએ. મારી પાસે એક અઠવાડિયુ જ છે. પછી હું તેને ક્યારેય નહી મળી શકું.
તે બપોરે બધો પ્લાન નક્કી કરે છે અને તેની મમ્મી ને સારી રીતે કહે છે કે મમ્મી મે ખોટું બધુ વિચાર્યુ હતું, હું ખોટી ભાવનાઓમાં તણાઈ ગઈ હતી. આવુ કરશું તો રૂપિયા ક્યાંથી આવશે?
હું આજે જ જાઉ છું અને બધુ ભેગુ કરીને પલાયન થવાની તૈયારી કરૂ છુંં અને તે સાંજ પડતા જ નીકળી જાય છે. તે મોબાઈલ પર થોડું બધુ સર્ચ કરે છે અને તેનું ગામ હતું ત્યાં નીકળી જાય છે. તે તેના ગામ જાય છે અને ત્યાં તપાસ કરે છે. તે પોતાની ઓળખ નથી આપતી પણ તેના ફોઈનું પુછે છે અને ખબર પડે છે કે તે તેના આ શહેરમાં જ રહે છે. પણ કોઈ પાસે તેનું સરનામું હોતું નથી. તે વિચારે છે આટલા મોટા શહેરમાં કેવી રીતે શોધવુ તેમનું સરનામું. તે આખરે હારીને બીજા દિવસે ઘરે જતી રહે છે.
* * * * *
કૃતિ જે જે જગ્યાએ બધુ પૈસા ને ભેગા કરવા જવા કોશિષ કરવા જાય છે પણ તે કંઈજ વસ્તું લઈ શકતી નથી .
તે રૂમમાં જઈને બેસી છે કંઈ સમજાતું નથી. પછી તે કંટાળીને નીચે જાય છે તો બધા ત્યાં બેઠેલા હોય છે ત્યાં પ્રથમનો એક ફ્રેન્ડ આવેલો હતો તેની પત્ની સાથે. પરી કૃતિ ને જોઈને તેને તેમની સાથે બેસવાનુંં કહે છે. કૃતિને મુડ નથી હોતો પણ ત્યાં બેસી છે ત્યાં અને એ લોકો જમીને ઘરે જવા નીકળે છે. અને છેલ્લે પ્રથમ કહે છે શ્લોક ભાભી સાથે ફરીથી આવતો રહેજે.
શ્લોક શબ્દ સાભળતા કૃતિ ના મનમાં એક ઝબકારો થાય છે તે પરીને પૂછે છે ફરી એમનું નામ. કારણ કે તેના ભાઈનું નામ પણ શ્લોક હતું. પણ એ વિચારે છે કે મારો ભાઈ અહી થોડો હોય.બીજું કોઈ હશે. એમ વિચારે છે અને તેના રૂમમાં જવાનુંં વિચારે છે.
તેઓ બહાર નીકળે છે ત્યાં ,જ્યાં શ્લોક બેઠો હતો ત્યાં સોફા પાસે એક નાનકડો ફોટો ઊંધો પડ્યો હોય છે. તે પરી જુએ છે તે પરીને લેવા જતી જોવે છે તો કહે છે ભાભી તમે નીચે ના વળો હું લઉ છું એમ કહીને એ ફોટો લે છે અને ફોટો જોતાં જ તે એકદમ જોયા જ કરે છે અને શ્લોકની પાછળ ભાગે છે પણ ત્યાં સુધી શ્લોક અને તેની પત્ની ગાડી લઈને નીકળી ગયા હોય છે.
તે પ્રથમ ને આવીને પુછે છે તમે મને શ્લોકનો ફોન નંબર આપી શકશો ?
પ્રથમ : કેમ શું થયુ ?
કૃતિ પૂછી તો લે છે પણ શું કહે એ સમજાતુંં નથી એટલે કહે છે આ ફોટો રહી ગયો છે તેમનો. કદાચ તેમનો ફેમિલી ફોટો લાગે છે.
પ્રથમ તેના હાથમાંથી ફોટો લઈને કહે છે લાવ હું આપી દઈશ મળશે ત્યારે. હા એનું તો ફેમિલી નથી એની સાથે પણ તે તેના કોઈ રિલેટિવ સાથે રહે છે એટલું બોલી ને ફોટો લઈને તેના રૂમમાં જતો રહે છે.
કૃતિ વિચારે છે કોઈ પણ રીતે મારે આ નંબર તો લેવો જ પડશે. પણ હું કેવી રીતે લઉં?
કૃતિ કેવી રીતે મેળવશે શ્લોકનો નંબર ? તેના મનમાં જાગેલી આશા સફળ બનશે ?