Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF
Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF

Dr.Riddhi Mehta

Drama Thriller


3  

Dr.Riddhi Mehta

Drama Thriller


અતુટ દોરનું અનોખું બંધન -૧૭

અતુટ દોરનું અનોખું બંધન -૧૭

4 mins 288 4 mins 288

નિસર્ગ પાછળ જોતા ગભરાઈ જાય છે. તેને લાગે છે હવે તો અહીંથી નીકળવું મુશ્કેલ નહી ના મુમકીન છે. સામેવાળી વ્યક્તિ એ મોઢા પર માસ્ક હતું અને ઉપર એક બ્લુ કલરનુ જેકેટ પહેરેલુ હતું.

નિસર્ગ ને કન્ફર્મ થઈ જાય છે કે પેલા ચોકીદારે કહ્યું હતું એ મુજબ એ પેલો કુલદીપ જ છે. તે પરાણે ત્યાંથી ઉભો થવા જાય છે ત્યાં તેનુ ચંપલ તૂટી ગયુ હોવાથી તેના પગમાં કાંટો પેસી ગયો હોય છે તે દુ:ખવા લાગે છે એટલે તે બેસીને કાંટો કાઢવાનો પ્રયત્ન કરે છે.


પેલી સામેવાળી વ્યક્તિ કહે છે લાવ કાઢી દઉ. નિસર્ગ તેની સામે જુએ છે તેને એ વ્યક્તિ પરિચિત હોય તેવુ લાગે છે પણ તે અત્યારે ચિંતામાં હોવાથી જાણે અવાજ પણ ઓળખી શકતો નથી.

તેને પગમાં બહું દુ:ખતુ હોવાથી તે ના નથી પાડતો અને સામેવાળી વ્યક્તિ તેના પગમાંથી કાટો કાઢી દે છે. અને તેના પગમાં વાગેલુ હોવાથી હોવાથી તેમાં લોહી નીકળતું હતું તેને તે તેની પાસેનો એક કપડાં નો ટુકડો ફાડી તેના પગ પર બાંધી દે છે.

એટલે નિસર્ગ વિચારે છે આ કેમ મને આટલી મદદ કરે છે પણ એ મને અહીંથી જવા ના દે. એટલા માં પેલો વ્યક્તિ તેનુ માસ્ક નીકાળી ને તેનું માસ્ક ખોલે છે નિસર્ગ તેને જોઈ છે રહે છે....આ વ્યક્તિ મને મદદ કરે છે ?

             *       *       *       *      *


નિહાર ગોલ્ડન એન્ડ મરૂન શેરવાનીમાં મસ્ત લાગી રહ્યો છે અને મંડપમાં બેસીને તે કૃતિના આવવાની રાહ જોઈ રહ્યો છે. બધા ખુશખુશાલ છે અને ત્યાં મંડપમાં ફોટા પાડી રહ્યા છે.

એટલામાં ગોર મહારાજ વિધિ શરૂ કરે છે. અને બધા ત્યાં ગોઠવાઈ જાય છે.

નીર્વી ત્યાં ઉભી છે પણ વધારે સમય ઉભા રહેવાથી તેને થોડુ ચકકર જેવુ લાગે છે તો સાઈડમાં આવીને બેસી જાય છે.આ બાજુ કૃતિ મંડપમાં લગ્ન માટે આવી છે. તે પણ મરૂન એન્ડ સફેદ પાનેતરમાં સુંદર લાગી રહી છે. અને વિધિ શરૂ થઈ જાય છે.

નીર્વી ને એવુ જ લાગી રહ્યું છે કે મનમાં કે જાણે કંઈક બરાબર નથી થઈ રહ્યું. આ બાજુ સાચી અને પરી શાશ્વત અને પ્રથમ સાથે બેઠા છે.

હવે પ્રથમ પણ બધા સાથે સારી રીતે વાત કરતો થઈ ગયો છે કારણ કે પરી તેને બધી વાત શાંતિથી સમજાવે છે અને સાથે પુરાવા પણ આપે છે એટલે પ્રથમ ને સમજાઈ જાય છે કે આ બધુ નિધિ અને તેની મમ્મીએ જ કર્યુ હતું.

            *         *        *        *        *


નિસર્ગ પેલા વ્યક્તિ ને કહે છે, તમે??

પેલો વ્યક્તિ : હા સાહેબ.

નિસર્ગ : પણ આ બધુ કેમ પહેર્યું છે ?? પણ પ્લીઝ મને તમે જવા દો.

એ ખરેખર માં પેલો બીજો ચોકીદાર હતો જે પહેલાં વાળા ચોકીદારની ગેરહાજરીમાં આવ્યો હતો. તે નિસર્ગ ને બધુ કહે છે.

પેલો રામવીરસિહ ( પહેલો ) ચોકીદાર હતો તે મને એક ફોટો આપવા બહાર આવ્યો હતો તે પણ તે મકાનની નજીકના ભાગમાં જ. ત્યાં આપીને અમે બંને ત્યાં થોડી વાર વાતો કરતા ઉભા હતા. ત્યાં તેને કહ્યું કે આજે તો મેડમ ના લગ્ન છે એટલે બધા ત્યાં વ્યસ્ત હોવાથી કોઈ અહી તપાસ માટે નહી આવે.

એટલે તેને કહ્યું કે અહી અંદર આવ આપણે ત્યાં બેસીએ. અને એ ભાઈ તો સારા છે એટલે વાધો નહી. પછી અમે બંને ત્યાં અંદર ગયા પછી જોયુ કે તમે ત્યાં નહોતા. અને તમે લખેલો સંદેશો અમને મળ્યો.


અમે નક્કી કર્યુ કે અમે તમને અહીંથી છોડાવીશું. પછી તેને મને કહ્યું કે તારે અહીંથી જવાનું જ છે તો જલ્દીથી જા. એ બહું દુર નહી પહોંચ્યો હોય અને એને રસ્તો પણ ખબર નહી હોય એટલે એ મળે તો તેને જલ્દીથી મેઈન હાઈવે સુધી પહોચાડી દેજે. એટલે હું ફટાફટ નીકળ્યો આ રસ્તે અને મે તમને જોયા.

નિસર્ગ : તો તમે આ બધુ કેમ પહેર્યું છે ?

ચોકીદાર : ન કરે નારાયણ ને કોઈ મને તમારી સાથે જોઈ જાય તો મારી નોકરી જતી રહે. મારા બાળકો હજુ નાના છે. તો આ કુલદીપ સાહેબનો છુંપો ડ્રેસ છે તે મને મળ્યો એટલે ફટાફટ પહેરીને આવી ગયો.

નિસર્ગ : તારો ખુબ ખુબ આભાર. હું અહીંથી પણ નીકળુ છું. પણ તમે તમારા સાહેબ ને શું કહેશો ??

ચોકીદાર : એ તો અમે અમારી રીતે પતાવી દઈશું સાહેબ તમે જલ્દીથી નીકળો.


નિસર્ગ ફટાફટ રોડ પર આવીને ઉભો રહે છે. પણ અત્યાર નો તેનો પહેરવેશ અને હાલત જોઈને કોઈ વ્હિકલ ઉભુ રાખતુ નથી. પણ ખાસી વાર રાહ જોયા પછી એક ટેક્સી આવે છે. તે નિસર્ગ ને લઈ જવા તૈયાર થાય છે. પણ તે બહું વધારે પૈસા માગે છે.

અત્યારે તેની પાસે એટલા પૈસા પણ નહોતા પણ તે વિચારે છે એ તો ઘરે પહોંચી ને આપી દઈશ અને તેમાં બેસી જાય છે. આ જગ્યા પણ શહેરથી દૂર હતી એટલે ટેક્સી ઝડપથી ચલાવવા છતાં વાર લાગે છે.


અને ફાઈનલી તે ઘરે પહોંચે છે તો ત્યાં કોઈ હોતું નથી. એટલે એ વોચમેન ને પૂછે છે તો ખબર પડે છે કે બધા ત્યાં લગ્નમાં ગયા છે એટલે તે તે જ ટેકસીવાળા ને ત્યાં મેરેજ હોલ લઈ જાય છે.

ત્યાં પહોચતા જ તે જુએ છે કે પ્રથમ બહાર કોઈની સાથે ફોન પર વાત કરતો હતો. પણ તેને પ્રથમે તેની સાથે કરેલી છેલ્લી લડાઈ યાદ આવતા તે કંઈ બોલતો નથી. પણ પ્રથમ સામેથી નિસર્ગ ને જોતાં ત્યાં ફોન કટ કરીને દોડતો આવે છે અને તેને ભેટી જાય છે. અને કહે છે ભાઈ તમારી આવી હાલત કોણે કરી ?


આ બાજુ પ્રથમ ને બોલાવવા બહાર આવેલી પરી આ બે ભાઈઓના અતુટ મિલન ને જોઈ તેની આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે.


શું થશે આગળ ? નિહારના લગ્ન થઈ જશે કે તેમાં કંઈ રૂકાવટ આવશે ? અને નિસર્ગ શું જોઈને આટલી ઉતાવળમાં ત્યાથી ભાગીને આવ્યો છે?


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama