Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Dr.Riddhi Mehta

Drama Thriller

3  

Dr.Riddhi Mehta

Drama Thriller

અતુટ દોરનું અનોખું બંધન -૧૬

અતુટ દોરનું અનોખું બંધન -૧૬

4 mins
619


નિસર્ગ ફોટો ફટાફટ કવરમાં મુકીને તે ચોકીદારને બુમ પાડે છે. ભાઈ આ કંઈ પડી ગયુ છે તમારું. તે બારણું બંધ કરવા જતો હોય છે પણ અવાજ સાંભળતા તે પાછો આવે છે.

અરે સારૂ થયું જે આપવા માટે જતો હતો તે જ અહીં રહી જાત.

નિસર્ગ : કેમ શુ છે એમાં એવુ ??

ચોકીદાર : એ કદાચ મેડમનો ફોટો ક્યાંક મોકલાવવાનો છે તો કોઈ ભાઈ લેવા આવવાના છે.

નિસર્ગ : એ તમારા મેડમ છે ???

ચોકીદાર : મે તેમને જોયા નથી. તે ક્યારેય રૂબરૂ આવતા નથી. પણ કદાચ એમનો જ હશે સાહેબ એવુ કહેતા હતા એટલે. કુલદીપ સાહેબ ક્યારેક આવે એ પણ ખુલ્લા મો એ ક્યારેય નહી.

નિસર્ગ : સારૂ તો તું કામ પતાવી આવ. હું થોડી વાર અહી બેસુ ?? મને થોડી ગભરામણ જેવુ થાય છે આખો દિવસ બંધ હોય છે તો.

ચોકીદાર : થોડો અચકાઈને પહેલાં તો ના પાડે છે. પણ પછી તેને નિસર્ગ પર વિશ્વાસ આવી ગયો હોવાથી હા પાડે છે અને કહે છે હું થોડી વારમાં જ આવુ છું ક્યાંય જતા નહી.

નિસર્ગ : હા સારૂ.


હવે તે ચોકીદાર જતાં જ નિસર્ગ ભાગવાનો પ્લાન કરે છે. તે કોઈના ત્યાં જુના કપડાં હતા તે પહેરી લે છે. અને ત્યાં તેના કપડાં મુકીને તે ઓઢાડી દે છે. અને પછી જલ્દીથી તે ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે કારણ કે સમય બહું ઓછો હતો.


તે નીકળતા ત્યાં એક કોલસો હોય છે તેનાથી એક કાગળ ફાટેલા જેવો પડ્યો હતો તેમાં લખે છે, ભાઈ હું તારો વિશ્વાસ તોડુ છું મને માફ કરજે. આ હું મારૂ કાર્ડ મુકીને જાઉ છું. મારા જવાથી જો તને નોકરીમાંથી કાઢી મુકે તો આ નંબર પર ફોન કરજે. પણ અત્યારે મારૂ અહીંથી જવુ જરૂરી છે. નહી તો અનર્થ થઈ જશે. આ વસ્તુઓ તારા માટે મુકી જાઉ છું. એ તેના કપડાં અને થેલો હતો એની પાસે મુકે છે.

નિસર્ગ તેની એક બ્રાન્ડેડ વોચ અને થોડા પૈસા એની પાસે જે હતા તે ત્યાં મુકીને જાય છે. અને ઝડપથી તે મકાનની બહાર નીકળી જાય છે....

              *         *        *        *       *


સવારમાં લગ્ન માટે તૈયારી થઈ રહી છે. બધા સરસ તૈયાર થયા છે. મહેમાનો વાતો કરી રહ્યા છે કે આવી નીર્વી, પરી, અને સાચી જેવી ભણેલી અને શુશીલ વહુઓ નસીબવાળા ને જ મળે.

તો કોઈ એવી પણ વાતો કરે છે આ નીર્વી તો તેનો પતિ તેને છોડીને જતો રહ્યો છે છતાં અહી રહે છે નહી તો આવા સમયે કોઈ પોતાની પત્નીને મુકીને ના જાય. તેને કદાચ તે ના ગમતી હોય અથવા બીજા કોઈ સાથે આડાસંબંધ પણ હોય તો જ જાય ને આમ.

આ વાત સાચી સાંભળી જાય છે તે ત્યાં આવીને કહે છે, કે અમારા ઘરમાં દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. મહેમાન બનીને આવ્યા છે તો પ્રસંગ માણો ને લોકોના ઘરની ચાપલુસી બંધ કરો નહી તો દરવાજા ખુલ્લા જ છે.


આ મહેમાન નિલમના સગા હતા એટલે સાચીને તેમની સાથે વાત કરતી જોઈને તેની પાસે આવીને કહે છે. એ આપણા મહેમાન છે એમને તું કેવી રીતે આવું કહી શકે ??

સાચી : મારા પરિવાર ના કોઈ પણ સભ્ય વિશે ગમે તે કહેવાનો કોઈ ને હક નથી. એ કોઈ પણ હશે હું ચુપ નહી રહું કાકી.

નિલમ અને પેલા મહેમાનનું મોઢુ ઉતરી જાય છે એટલે સાચી ત્યાંથી જતી રહે છે.


આ બાજુ હવે હોલમાં બસ બધી વિધિ કરીને નિહાર ને મંડપમાં લાવે છે. તેને તૈયાર નીર્વી જ કરે છે. અને તે નીર્વી અને તેના મમ્મી ને પગે લાગીને મંડપમાં જવા નીકળે છે એટલે નીર્વી કહે છે ભગવાન તને સદા બધી ખુશી આપે અને તારા જીવનમાં કોઈ મુશ્કેલી ના આપે ! કારણ કે નીર્વી ને નિહારનું કૃતિ સાથે લગ્ન જાણે તેનુ મન કંઈક ગભરાહટ અનુભવી રહ્યું છે.

હવે નિહાર મંડપમાં બેઠો છે. પરી કહે છે સાચીને આપણે જે ત્રણ પેલી સ્ત્રીઓની તપાસ કરી તો કંઈ મળ્યું નહી. પણ મને હાલ યાદ આવ્યુ કે કૃતિની મમ્મીએ પણ કાલે દુધિયા કલરની સાડી પહેરી હતી.

સાચી : હા પણ તે થોડી આવુ કંઈ કરી શકે ? જો કે કોઈનો પણ આમાં ભરોસો તો ના કરાય. પણ આપણી પાસે કોઈ પુરાવો નથી એમને કેમ પુછાય ?? આમ પણ તે નાની વાત માં બખેડો કરે એવા લાગે છે.

પરી : કંઈની હાલ પતવા દે આ બધુ પછી જોઈએ...

                *      *      *       *      *


નિસર્ગ બહાર તો નીકળી ગયો પણ એને કોઈ રસ્તો ખબર નહોતો. કારણ કે તેને અહી લાવ્યા ત્યારે તે બેભાન હતો. હવે તેને એટલું જોયુ કે પેલો ચોકીદાર કયા રસ્તે અહીંથી નીકળ્યો. પણ હવે જો તે એજ રસ્તે જાય અને તે મળી જાય તો. એટલે તે એક બીજા રસ્તે જવા નીકળે છે. પણ તે બહું ઉજ્જડ અને ખાડાખડિયાવાળો રસ્તો હતો.


તેની પાસે તેના બુટ પણ ત્યાં ન હોવાથી તે એક સ્લીપર ઘસાયેલા હોય તે મળે છે તે પહેરીને નીકળ્યો છે. એ પણ આવા રસ્તામા જતાં જતાં તુટી જાય છે.

તે આમ તેમ અથડાતો એક બે વાર પડે પણ છે અને બસ તે કોઈ હાઈવે નજીક જ પહોંચવાનો જ હોય છે ત્યાં પાચેક મિનિટમાં. ત્યાં જ તે પડી જાય છે અને પરાણે ઉભો થવા જાય છે ત્યાં જ કોઈ પાછળથી આવીને તેના ખભા પર હાથ મુકે છે....નિસર્ગ ગભરાઈને પાછળ જુએ છે.


કોણ હશે એ આવનાર વ્યક્તિ ?? નિસર્ગ ભાગી શકવામાં હવે સફળ રહેશે ??



Rate this content
Log in